પેટ્રોલ-ડીઝલ બાદ CNG-PNGના ભાવમાં થયો ભડકો, નવો ભાવ જાણીને વધી જશે BP!

CNG-PNG PRICE HIKE: દેશમાં મોંઘવારી સામાન્ય માણસના ખિસ્સા પર વધારાનો બોજ નાખી રહી છે. બે દિવસથી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા બાદ હવે CNG અને PNGના ભાવમાં વધારો થયો છે.

પેટ્રોલ-ડીઝલ બાદ CNG-PNGના ભાવમાં થયો ભડકો, નવો ભાવ જાણીને વધી જશે BP!

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા બાદ હવે સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થયો છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડએ બુધવારે મોડી રાત્રે CNG એટલેકે, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને PNG ના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 50 પૈસાનો વધારો કરાયો છે. તે જ સમયે, PNGની કિંમતમાં પ્રતિ SCM 1 રૂપિયાનો વધારો કરાયો છે. સતત વધી રહેલી મોંઘવારીના કારણે સામાન્ય માણસની કમર તૂટી ગઈ છે. જે પ્રકારે ઈંધણના ભાવમાં વધારો ઝીંકાઈ રહ્યો છે તેને કારણે ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 24, 2022

 

IGLએ ગ્રાહકોને સંદેશ મોકલીને આ અંગે જાણકારી આપી હતી. ગ્રાહકોને મોકલવામાં આવેલા સંદેશ અનુસાર, 24 માર્ચથી ગૌતમ બુદ્ધ નગર અને નોઈડામાં PNGની કિંમત 35.86/SCM રહેશે. તે જ સમયે, દિલ્હીના ગ્રાહકો માટે, આ દર 36.61/SCM થી વધીને 37.61/SCM થશે. આ સિવાય હવે દિલ્હીમાં સીએનજી ગેસ માટે લોકોએ વધારે કિંમત ચૂકવવી પડશે. દિલ્હીમાં ગુરુવારથી 59.01 રૂપિયાના બદલે હવે લોકોએ 59.51 રૂપિયા ચૂકવવા પડશે.

પેટ્રોલ-ડીઝલના ભાવ આજે સ્થિર:
સરકારી તેલ કંપનીઓએ ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. સતત બે દિવસથી ભાવમાં વધારો કર્યા બાદ આજે રાહત આપી હતી અને ભાવ સ્થિર રહ્યા હતા. સરકારી તેલ કંપનીઓએ અગાઉ સતત બે દિવસ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસાથી વધુનો વધારો કર્યો હતો. આ બે દિવસમાં મોટાભાગના શહેરોમાં પેટ્રોલ 1.60 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. વાસ્તવમાં, વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની વધતી કિંમતોના બોજને ઘટાડવા માટે કંપનીઓએ તેલના છૂટક ભાવમાં વધારો કરવાનું શરૂ કરી દીધું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news