આટલી સસ્તી કાર્સ કદાચ આખા દેશમાં ક્યાંય નહી મળે, ચૂકતા નહી મોકો!
જો તમે કોઇ જૂની અને સસ્તામાં સસ્તી કાર ખરીદવા જઇ રહ્યા છે. તો આજે અમે તમારા માટે કેટલીક એવે કારની જાણકારી લઇને આવ્યા છીએ. અમે જે કારો વિશે તમને જણાવવા જઇ રહ્યા છીએ, તે કારોની કિંમત એટલી ઓછી છે કે કદાચ પહેલીવાર સાંભળીને તમને વિશ્વાસ પણ નહી થાય.
Trending Photos
Second Hand Cars: જો તમે કોઇ જૂની અને સસ્તામાં સસ્તી કાર ખરીદવા જઇ રહ્યા છે. તો આજે અમે તમારા માટે કેટલીક એવે કારની જાણકારી લઇને આવ્યા છીએ. અમે જે કારો વિશે તમને જણાવવા જઇ રહ્યા છીએ, તે કારોની કિંમત એટલી ઓછી છે કે કદાચ પહેલીવાર સાંભળીને તમને વિશ્વાસ પણ નહી થાય. બની શકે કે કદાચ દેશભરમાં આટલી સસ્તી કાર્સ ક્યાંય નહી મળે. એવામાં જો તમે ખૂબ સસ્તી કાર ખરીદવા માંગો છો તો આ લેખ તમને એવી જ કેટલીક કારો વિશે જાણકારી આપી શકે છે. અમે તે કારોને મારૂતિ સુઝુકી ટ્રૂ વેલ્યૂની વેબસાઇટ પર 16 જૂનના રોજ લિસ્ટેડ જોઇ છે.
Maruti 800 STD MPFI માટે 19 હજાર રૂપિયા માંગવામાં આવ્યા છે. આ 2008 મોડલની કાર છે અને અત્યાર સુધી કુલ 97731 Km ચાલી છે. કાર ફર્સ્ટ ઓનર છે. પેટ્રોલ એન્જીનની આ કારમાં મેન્યુઅલ ટ્રાંસમિશન મળે છે. અ વેચાણ માટે ઇન્દોરમાં ઉપલબ્ધ છે.
Maruti Wagon R LXI માટે 30 હજાર રૂપિયા માંગવામાં આવ્યા છે. આ 2009 મોડલની કાર છે અને અત્યાર સુધી કુલ 138574 Km ચાલી છે. જોકે આ કાર પણ ફર્સ્ટ ઓનર છે અને પેટ્રોલ એન્જીનની છે. જેમાં મેન્યુઅલ ટ્રાંસમિશન મળે છે. આ વેચાણ માટે ફરિદાબાદમાં ઉપલબ્ધ છે.
Maruti Wagon R LXI (ઉપરવાળી કારથી અલગ) માટે પણ 30 હજાર રૂપિયા માંગવામાં આવ્યા છે. જોકે આ વેચાણ માટે અજમેરમાં ઉપલબ્ધ છે. કાર 2008 મોડલની છે અને કુલ 83245 Km ચાલી છે. જોકે કાર સેકન્ડ ઓનર છે. પેટ્રોલ એન્જીનની આ કારમાં મેન્યુઅલ ટ્રાંસમિશન છે.
Maruti 800 STD માટે 35 હજાર રૂપિયા માંગવામાં આવ્યા છે. આ વેચાણ માટે માનેસરમાં ઉપલબ્ધ છે. કાર 2008 મોડલની છે પરંતુ કુલ 126685 Km ચાલી છે. કાર ફર્સ્ટ ઓનર છે. પેટ્રોલ એન્જીનની આ કારમાં મેન્યુઅલ ટ્રાંસમિશન છે.
(નોંધ- અમે કોઇપણ જૂની કાર ખરીદવાની સલાહ આપતા નથી. આ લેખ ફક્ત જાણકારી માટે છે.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે