Wheat Price: સારા સમાચાર...સરકારના નિર્ણયથી સસ્તો થઈ ગયો લોટ અને ઘઉં!, જાણો કિંમતમાં કેટલો ઘટાડો થયો?

કેન્દ્ર સરકાર ઘઉં અને લોટની કિંમતોને ઓછી કરવા માટે અનેક ખાસ પ્લાન બનાવી રહી છે. લોટ મિલના ટોચના સંગઠનોએ 30 લાખ ટન ઘઉંને ખુલ્લા બજારમાં વેચવાના સરકારના નિર્ણયના મોટા વખાણ કર્યા છે. 

Wheat Price: સારા સમાચાર...સરકારના નિર્ણયથી સસ્તો થઈ ગયો લોટ અને ઘઉં!, જાણો કિંમતમાં કેટલો ઘટાડો થયો?

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર ઘઉં અને લોટની કિંમતોને ઓછી કરવા માટે અનેક ખાસ પ્લાન બનાવી રહી છે. લોટ મિલના ટોચના સંગઠનોએ 30 લાખ ટન ઘઉંને ખુલ્લા બજારમાં વેચવાના સરકારના નિર્ણયના મોટા વખાણ કર્યા છે. સરકાર તરફથી લોટની કિંમતોને ઓછી કરવા માટે આ મોટું પગલું લેવામાં આવ્યું છે. તેનાથી ઘઉં અને લોટની કિંમતમાં 5થી 6 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધીનો ઘટાડો આવશે. 

કિંમત પર રોક લગાવવા માટે લીધો નિર્ણય:
ઘઉં અને લોટની વધતી કિંમત પર રોક લગાવવા માટે કેન્દ્ર સરકારે બુધવારે પોતાના બફર ભંડારમાંથી 30 લાખ ટન ઘઉંને ખુલ્લા બજારમાં વેચવાનો નિર્ણય કર્યો હતો. ભંડારણને સરકારી ભારતીય ખાદ્ય નિગમ આગામી બે મહિનામાં વિવિધ માધ્યમથી વેચવામાં આવશે.
ઈ-હરાજી દ્વારા વેચવામાં આવશે:
તમને જણાવી દઈએ કે જ્યાં ઘઉઁના લોટના મિલ માલિકો જથ્થાબંધ વેપારીઓને ઈ-હરાજીના માધ્યમથી વેચશે. ત્યાં ઘઉં પીસીને લોટ બનાવવા અને તેને જનતા સુધી 29.50 રૂપિયાની કિંમતમાં પહોંચાડવા માટે FCI ઘઉંને સાર્વજનિક ક્ષેત્રના એકમ/સહકારિતા/સંઘ/કેન્દ્રીય ભંડાર/NCCF/ નાફેડને 23.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામની કિંમતે આપશે.

સરકારના નિર્ણયનું કર્યુ સ્વાગત:
રોલર ફ્લોર મિલર્સ ફે઼ડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ પ્રમોદ કુમારે PTI-ભાષા સાથે વાત કરતાં કહ્યું કે અમે સરકારના આ પગલાંનું સ્વાગત કરીએ છીએ. આ નિર્ણય એક મહિના પહેલાં જ લેવો જોઈતો હતો. આ એકદમ યોગ્ય પગલું છે. રિટેઈલ અને જથ્થાબંધ કિંમત ઝડપથી 5-6 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી ઓછી થઈ જશે.

કેટલી છે ઘઉંની કિંમત:
સરકારી આંકડા પ્રમાણે મુખ્ય શહેરોમાં ઘઉઁની સરેરાશ કિંમત બુધવારે 33.43 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી. જ્યારે ગયા વર્ષે આ સમયે 28.24 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. ઘઉંના લોટની સરેરાશ કિંમત 37.95 રૂપિયા પ્રતિ કિલોગ્રામ નોઁધવામાં આવી. જે ગયા વર્ષે આ સમયે 31.41 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news