કાર્ઝ ગુજરાતમાં આગામી 18 મહિનામાં શરૂ કરશે 20થી વધુ સેન્ટર

કાર્ઝ હાલમાં આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક, તામિલ નાડુ અને કેરાલામાં 16 સેન્ટર્સનું નેટવર્ક ધરાવે છે. 

કાર્ઝ ગુજરાતમાં આગામી 18 મહિનામાં શરૂ કરશે 20થી વધુ સેન્ટર

અમદાવાદ: ભારતના સૌથી પ્રતિષ્ઠિત મલ્ટી બ્રાન્ડ કાર રિપેર અને મેઈન્ટેનન્સ  સર્વિસીસ કંપની કાર્ઝ દ્વારા તેની બ્રાન્ડના સૌપ્રથમ ફ્રેન્ચાઈઝી માલિકી દ્વારા સંચાલિત ફૂલી ઓટોમેટેડ સેન્ટરનો અમદાવાદમાં શ્રી શુભ લાભ ઓટો સર્વિસીસ પ્રા. લિમિટેડ ની માસ્ટર ફ્રેન્ચાઈઝી પાર્ટનરશિપ હેઠળ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સર્વિસ ફેસિલીટી કંપની દ્વારા આગામી 18 માસમાં ગુજરાતનાં વિવિધ શહેરોમાં સ્થાપવામાં આવનાર 20 સેન્ટરમાનું પ્રથમ સેન્ટર છે. આ ફેસિલિટી 6,000 ચો.ફૂટ વિસ્ચારમાં પથરાયેલી છે અને 10 સર્વિસ બેઝ દ્વારા દર મહિને વિવિધ બ્રાન્ડની 600 કારને સર્વિસ કરવાની ક્ષમતા ધરાવે છે. 

પાર્ટનરશિપના ભાગ તરીકે કાર્ઝ  સર્વિસની નિપુણતા તથા તાલિમ પામેલુ માનવબળ, ક્વોલિટી અને ઈનોવેટીવ સર્વિસ પ્રોડકટસ, કસ્ટમર કેર સપોર્ટ, વગેરે પૂરૂ પાડશે. કાર્ઝ હાલમાં આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક, તામિલ નાડુ અને કેરાલામાં 16 સેન્ટર્સનું નેટવર્ક ધરાવે છે. 

આ સેન્ટર અદ્યતન ઉપકરણોથી સજ્જ છે અને રૂટીન તેમજ પ્રિવેન્ટીવ મેઈન્ટેનન્સ, ઈલેક્ટ્રીકલ અને મિકેનિકલ રિપેર, સસ્પેન્શન સિસ્ટમ, એસી ડાયગ્નોસ્ટીક એન્ડ સર્વિસ, ટાયર્સ અને સર્વિસીસ, બેટરી, વિવિધ પ્રકારની સ્ટાઈલીંગ અને પર્ફોર્મન્સ એસેસરીઝ, ઈન્ટીરિયર અને એક્સટીરિયર ડીટેઈલીંગ, ઓટોમેટેડ કાર વોશ અને અન્ય ઘણી સર્વિસીસ પૂરી પાડશે. આ સેન્ટરમાં એક્સીડન્ટ રિપેર સુવિધાની સાથે સાથે અતિ આધુનિક કોલાઈઝન રિપેર સિસ્ટમ અને પેઈન્ટ બુથની પણ સગવડ છે. આ સેન્ટર સપ્તાહના સાતેય દિવસ અને ચોવીસે કલાક રોડ એક્સીડેન્ટ સર્વિસીસ, પ્રિ-ઓન્ડ કાર ઈન્સપેક્શન, ઈન્સ્યોરન્સ, એક્સટેન્ડેડ વોરંટી અને ઈઝી ઈએમઆઈ પેમેન્ટ જેવી વેલ્યુ એડેડ સર્વિસ પૂરી પાડશે.

આ પ્રસંગે નિલેશ આર. દેસાઈએ જણાવ્યું હતું કે "તાલિમ પામેલા અમારા ટેકનિશ્યન્સની સાથે સાથે કાર્ઝ નવતર પ્રકારની કાર સર્વિસ પ્રોડક્ટસ અને વિવિધ ઓફરો દરેકે દરેક કાર માલિકને ઉત્તમ મૂલ્ય પૂરૂ પાડશે. અમે અમદાવાદમાં અને ગુજરાતના અન્ય મોખરાના શહેરોમાં ડિસેમ્બર 2019 સુધીમાં વધુ 20 સેન્ટર શરૂ કરવા માટે આશાવાદી છીએ."

કાર્ઝના સ્થાપક અને એમડી વેન્યુ દોનોપુડી જણાવ્યું કે "આ એક ખૂબ જ રોમાંચક સિમાચિહ્ન છે, જે અમારી રાષ્ટ્રિય વિસ્તરણ યોજનાને આગળ ધપાવે છે. અમે અમદાવાદમાં અમારૂં પ્રથમ સેન્ટર સ્થાપવાનું ગૌરવ અનુભવીએ છીએ. ગુજરાત જેવા ધબકતા રાજ્યમાં મલ્ટી-બ્રાન્ડ, રિપેર અને સર્વિસી બિઝનેસનો પ્રારંભ કરશે. આ સેન્ટરની અદ્યતન સુવિધાઓ કાર માલિકના માલિકીપણામાં વૃધ્ધિ કરતા તમામ અનુભવો એક જ સ્થળે પૂરાં પાડશે. અમદાવાદનું બજાર, જે 33 લાખથી વધુ વાહનો ધરાવે છે તે અમારા માટે ખૂબ જ વ્યૂહાત્મક સ્થળ છે."

વેન્યુ દોનોપુડી વધુમાં જણાવ્યું હતું કે "અમદાવાદના તમામ કાર માલિકોને કાર્ઝ દ્વારા ઓફર કરાતી અનેક પ્રકારની સર્વિસીસનો લાભ પ્રાપ્ત થશે. અમારા ટેઈલર મેઈડ સર્વિસ પેકેજીસ દ્વારા અમે કોઈપણ વાહન, બજેટ અથવા જરૂરિયાત પૂરી કરીને, કાર્ઝ જેને માટે જાણીતું છે તેવી ઉચ્ચ પ્રકારની સર્વિસીસ પૂરી પાડીએ છીએ."

જાણો કાર્ઝ વિશે:
કાર્ઝની સ્થાપના વાહનોના ચાહક અને નિષ્ણાંત વેન્યુ દોનોપુડી અને વિજય ઘૂમ્માડી દ્વારા ભારતનું મોખરાનું સ્વતંત્ર મલ્ટી બ્રાન્ડ કાર સર્વિસ નેટવર્ક કે જ્યાં તમામ ઉત્પાદકોની કારને એક જ સ્થળે રિપેર કરી શકાય તેવું નેટવર્ક સ્થાપવાના ઉદ્દેશથી કરવામાં આવી છે. વર્ષ 2008માં સ્થપાયેલ કાર્ઝ એ દક્ષિણ ભારતની સૌથી ઝડપથી વિકસતી મલ્ટી બ્રાન્ડ કાર કેર સ્ટેશન્સની ચેઈન છે. સંપૂર્ણ પ્રકારની સર્વિસીસ તમામ મેક અને મોડલની કારને પૂરી પાડે છે, જેમાં રૂટીન અને પ્રિવેન્ટીવ મેઈન્ટેનન્સ, ઈલેક્ટ્રીકલ અને મિકેનિકલ રિપેર, એક્સીડન્ટ રિપેર, ડેન્ટીંગ અને પેઈન્ટીંગ, ટાયર્સ અને સર્વિસીસ, બેટરી, વિવિધ પ્રકારની સ્ટાઈલીસ્ટ અને પર્ફોર્મીંગ એસેસરીઝ, ઈન્ટીરિયર અને એક્સટીરિયર ડિટેઈલીંગ જેવી સર્વિસ પૂરી પાડે છે. આ તમામ પ્રકારની સર્વિસ નજીકમાં આવેલા સુગમ સ્થળોએ પૂરી પાડવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news