ફ્રાંસ-જર્મનીવાળા પેટ્રોલ પર 70 ટકા ટેક્સ આપી રહ્યા છે, જાણો ભારતમાં ભાવ વધારા પર કેમ છે હંગામો
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે કાચા તેલની કિંમતમાં તેજી આવી છે. તેના કારણે આખી દુનિયામાં ઈંધણની કિંમતમાં મોટો વધારો થયો છે. અને મોંઘવારી બેકાબૂ બની ગઈ છે. ભારતમાં પણ પેટ્રોલ-ડિઝલની કિંમતમાં હાલ 10-10 રૂપિયા પ્રતિ લિટરનો વધારો ઝીંકવામાં આવ્યો છે.
પેટ્રોલ, ડિઝલ અને સીએનજીની કિંમતોમાં ભારે વધારો
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે કાચા તેલની કિંમતો વધી
ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ 10 રૂપિયા વધ્યા
અનેક દેશોની સરખામણીમાં ભારતમાં સસ્તું પેટ્રોલ-ડિઝલ
Trending Photos
જયેશ જોશી, અમદાવાદ: રશિયા-યુક્રેન યુદ્ધના કારણે કાચા તેલની કિંમતમાં તેજી આવી છે. તેના કારણે આખી દુનિયામાં ઈંધણની કિંમતમાં મોટો વધારો થયો છે. અને મોંઘવારી બેકાબૂ બની ગઈ છે. ભારતમાં પણ પેટ્રોલ-ડિઝલની કિંમતમાં હાલ 10-10 રૂપિયા પ્રતિ લિટરનો વધારો ઝીંકવામાં આવ્યો છે.
દેશમાં હાલમાં ઈંધણની કિંમતોમાં ભારે વધારો થયો છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં હાલમાં 10 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. તે પ્રમાણે એલપીજી, સીએનજી અને પીએનજીની કિંમતોમાં ભારે વધારો થયો છે. તેનાથી ફરી એકવાર દેશમાં તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું ભારતમાં ઈંધણની કિંમત બીજા દેશોની સરખામણીમાં વધારે છે?. હાલમાં એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે ડોમેસ્ટિક માર્કેટમાં કરન્સીઝની પરચેજિંગના હિસાબથી ભારતમાં પ્રતિ લીટર એલપીજીની કિંમત દુનિયામાં સૌથી વધારે છે. પેટ્રોલની સરખામણીએ ભારત દુનિયામાં ત્રીજા અને ડિઝલમાં આઠમા નંબરે છે.
ન્યૂયોર્કમાં રહેનારા અર્થશાસ્ત્રી કરણ ભસીનના જણાવ્યા પ્રમાણે જો ભારતમાં પેટ્રોલ અને ડિઝલની કિંમત અનેક બીજા દેશોથી ઓછી છે. નેધરલેન્ડ, સ્વીડન, સ્વિત્ઝરલેન્ડ, સિંગાપુર, ઈટલી, સ્પેન, ફ્રાંસ, સાઉથ કોરિયા અને જાપાન જેવા દેશ મોટા પ્રમાણમાં આયાત કરે છે. પરંતુ આ દેશોની સરખામણીએ ભારતમાં પેટ્રોલ-ડિઝલની કિંમત ઓછી છે. ભારતમાં પેટ્રોલ અને ડિઝલની કિંમત બ્રિક્સ દેશોમાં સૌથી ઓછી છે. બ્રિક્સમાં રશિયા પણ છે. જે તેલના મુખ્ય નિકાસકારમાંથી એક છે. આસિયાન દેશોની સરખામણી કરવા પર પણ ભારતમાં કિંમત ઓછી છે. આથી ભારતમાં પેટ્રોલ-ડિઝલની કિંમત અનેક દેશોની સરખામણીમાં ઓછી છે. કેટલાંક અર્થશાસ્ત્રીઓએ પીપીપીના આધારે આ નિષ્કર્ષ કાઢ્યો છે કે ભારતમાં એલપીજી, પેટ્રોલ અને ડિઝલની કિંમત અનેક દેશોની સરખામણીએ વધારે છે. પીપીપીનો આ પ્રકાર ઈનકમના પરચેજિંગ પાવરની સરખામણીએ યોગ્ય છે. પરંતુ વિવિધ દેશોમાં જિન્સની કિંમતોની સરખામણી કરીએ તો તેની પોતાની સીમા છે. આથી તેને સાવધાનીની સાથે ઉપયોગ કરવાની જરૂરિયાત છે.
કયા દેશોમાં પેટ્રોલ પર સૌથી વધુ ટેક્સ:
1. ફ્રાંસ - 69.9 ટકા
2. જર્મની - 69.9 ટકા
3. સ્વીડન - 62.5 ટકા
4. બ્રાઝિલ - 61.0 ટકા
5. ચીન - 44.3 ટકા
6. ભારત - 41.0 ટકા
7. તાઈવાન - 35.5 ટકા
કયા દેશોમાં ડિઝલ પર સૌથી વધુ ટેક્સ:
1. સ્વીડન - 63.8 ટકા
2. ફ્રાંસ - 58.7 ટકા
3. જર્મની - 56.5 ટકા
4. ભારત - 35.4 ટકા
5. બ્રાઝિલ - 35.2 ટકા
6. ચીન - 24.1 ટકા
7. તાઈવાન - 16.3 ટકા
જો આપણે વિવિધ દેશોમાં એફોર્ડેબિલિટી મેટ્રિક્સ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઈંધણની કિંમતને પીપીપીના સંદર્ભમાં લઈએ અને તેની સરખામણી ડેલી પર કેપિટલ ઈનકમ સાથે કરીએ તો તેના ભ્રામક પરિણામ સામે આવશે. ડેલી ઈનકમની સરખામણી ડેલી ખર્ચ સાથે કરવી જોઈએ. ડેલી પ્રાઈસ સાથે નહીં. એટલે એ જરૂરી છે કે આવકનો કેટલો ભાગ કઈ વસ્તુ પર ખર્ચ થાય છે. સ્પષ્ટવાત છે કે ભારત અને બીજા વિકાસશીલ દેશની સરખામણીમાં વિકસિત દેશોમાં પેટ્રોલ, ડિઝલ અને એલપીજી પર ડેલી ઈનકમનો કેટલો ખર્ચ થશે.
કયા દેશમાં કેટલો ટેક્સ:
અહીંયા ધ્યાન આપવા જેવી વાત એ છે કે સરેરાશ ભારતીય દરરોજ એક લીટર પેટ્રોલ અને ડિઝલનો ઉપયોગ કરતા નથી. આથી પેટ્રોલ અને ડિઝલ પર ડેલી ઈનકમનો ભાગ બહુ વધારે નથી. ભારતમાં પેટ્રોલ-ડિઝલ પર ટેક્સ મોટાભાગે વિકાસશીલ દેશોની સરખામણીએ બરોબર છે અને વિકસિત દેશોની સરખામણીએ ઓછો છે. ઉદાહરણ માટે દિલ્લીમાં પેટ્રોલ પર ટેક્સનો કુલ દર 41 ટકા અને ડિઝલ પર 35 ટકા છે. ફ્રાંસમાં પેટ્રોલ પર તે 70 ટકા છે અને ડિઝલ પર 59 ટકા છે. જર્મની અને સ્વીડન જેવા દેશોમાં તે ભારત કરતાં વધારે છે.
સરકારને કેટલી આવક થાય છે:
પીપીપી વિના પણ સરળતાથી તેની ગણતરી કરી શકાય છે. માર્ચ 2022માં ભારતની નોમિનલ જીડીપી 232 લાખ કરોડ રૂપિયા અને વસ્તી 138 કરોડ હતી. આ હિસાબથી વાર્ષિક પ્રતિ વ્યક્તિ 1.68 લાખ રૂપિયા બેસે છે. એટલે મંથલી ઈનકમ 14,000 રૂપિયા અને ડેલી ઈનકમ 486 રૂપિયા થશે. દેશમાં હાલ પેટ્રોલની કિંમત લગભગ 110 રૂપિયા અને ડિઝલની કિંમત 110 રૂપિયા લિટરની આસપાસ છે.
કેવી રીતે બચશે ઈકોનોમી:
આ ડેલી ઈનકમના લગભગ 24 ટકા અને 22 ટકાની આસપાસ છે. પરંતુ આપણે એ જોવાનું છે કે દેશમાં ઈંધણનો પ્રતિ વ્યક્તિ રોજનો વપરાશ એક લીટરથી પણ ઓછો છે. રશિયા અને યુક્રેનની લડાઈના ગંભીર પરિણામ આવી શકે છે. તેનાથી ભારત સહિત દુનિયાના અનેક દેશ પ્રભાવિત થશે. એવામાં ઈકોનોમીના ફંડામેટલ્સ બનાવી રાખવા માટે શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ ઉપાય કરવા પડશે. તેનાથી ઈકોનોમીને થતાં નુકસાનથી બચી શકાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે