જલ્દી જૂના પાકિટમાંથી જૂની નોટો કાઢો, જો એક રૂપિયાની આ નોટ મળી ગઈ તો લાખ રૂપિયા પાક્કા!

શું તમે ઘરે બેઠાં કમાઈ કરવા માગો છો? શું તમારી પાસે પણ જૂની ચલણી નોટ છે. તો આ નોટ તમારા માટે તગડી કમાણીનું માધ્યમ બની શકે છે. શું તમારી પાસે છે આ 1 રૂપિયાની નોટ? તો તમે રાતો રાત બની જશો લખપતિ!

જલ્દી જૂના પાકિટમાંથી જૂની નોટો કાઢો, જો એક રૂપિયાની આ નોટ મળી ગઈ તો લાખ રૂપિયા પાક્કા!

નવી દિલ્લીઃ શું તમે ઘરે બેઠાં કમાઈ કરવા માગો છો? શું તમારી પાસે પણ જૂની ચલણી નોટ છે. તો આ નોટ તમારા માટે તગડી કમાણીનું માધ્યમ બની શકે છે. અને તમે જોતજોતામાં બની શકો છો લાખોપતિ! જો તમને પણ જૂની ચલણી નોટ એકઠી કરવાનો શોખ છે તો આ તમારો શોખ તમને લાખોપતિ બનાવી શકે છે. અનેક વખત લોકો જૂના સિક્કા અથવા ચલણી નોટ સાચવીને રાખે છે. આ સિક્કાની કિંમત અત્યારના સમયમાં ઘણી જ વધી ગઈ છે. એટલે તમને લાખો રૂપિયા મળી શકે છે. આજે અમે તમને આવી જ 1 રૂપિયાની નોટ વિશે જણાવી રહ્યા છીએ. જેને વેચીને તમે લાખોપતિ બની શકો છો. તમારી પાસે 1 રૂપિયાની નોટ છે જેના પર 1957માં ગવર્નર એચ.એમ.પટેલની સહી અને સીરિયલ નંબર 123456 છે તો તમે તેની હરાજી કરીને લાખો રૂપિયા કમાઈ શકો છો.  

શોખ બનાવશે લાખોપતિ:
જો તમે બાળપણના શોખના ભાગરૂપે 1, 5 અથવા 10 રૂપિયાની નોટ એકઠી કરી છે તો તેનો એક ગલ્લો પણ તૈયાર રાખ્યો છે તો તે નોટ અથવા સિક્કો તમને લાખોપતિ બનાવી દેશે. તમને નવાઈ લાગશે કે આ સિક્કો અથવા ચલણી નોટની આજના સમયમાં ભલે કંઈ કિંમત ના બનાવી હોય પણ તેની કિંમત આજના સમયમાં ઘણી છે. હકીકતમાં અનેક વેબસાઈટ પર આ ચલણી નોટની હરાજી થઈ રહી છે તેના માટે તમને સારી કિંમત પણ મળી શકે છે.

ક્યાં વેચી શકો છો?
દેશમાં અનેક એવી વેબસાઈટ છે જે જૂની ચલણી નોટ ખરીદી રહી છે અને તેના સામે સારી એવી કિંમત પણ આવી રહી છે. Ebay, CoinBazzaar, CollectorBazar જેવી અનેક સાઈટ છે જ્યાં તમે 1, 5 અને 10 રૂપિયાની ચલણી નોટને વેચી શકો છો. આટલું જ નહીં આ સાઈટ્સથી તમે રેયર કોઈન પણ ખરીદી શકો છો. આ સાઈટ એવો દાવો કરે છે કે અહીં જૂની ચલણી નોટ વેચવામાં આવે છે.

1 રૂપિયાની નોટથી કેટલું કમાઈ શકો છો?
ભારત સરકારની તરફથી ભલે આ નોટ ચલણમાં ના હોય પરંતુ તેની કિંમત હજારોમાં છે. 1 રૂપિયાની નોટનું બંડલ 25 હજાર રૂપિયા સુધી પણ વેચાઈ શકે છે. CollectorBazarની વેબસાઈટ પર 1 રૂપિયાની નોટના બંડલની કિંમત 49,999 રૂપિયા છે પરંતુ ડિસ્કાઉન્ટ પછી આ બંડલની કિંમત 44,999 રૂપિયા છે. તેના માટે તમે વેબસાઈટ પર શોપ સેક્શનમાં જઈને નોટ્સ પર ક્લિર કરી નોટ્સના બંડલમાં જાઓ. અહીં તમને તમામ જાણકારી મળી રહેશે. આ નોટ પર 1957ના ગવર્નર એચ.એમ.પટેલની સહી અને તેનો સિરિયલ નંબર 123456 હોવો જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news