સંકટને અવસરમાં બદલશે સરકાર, ઇંફ્રા પ્રોજેક્ટમાં ઝડપથી પરપ્રાંતિય મજૂરોને મળશે રોજગાર

ન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીનું માનવું છે કે ભારતને સંકટને અવસરમાં બદલવો જોઇએ. તેમણે કહ્યું કે કોરોના વાયરસ મહામારીના લીધે જે નુકસાન થયું છે તેને ધ્યાનમાં રાખતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર પર ધ્યાન આપવાની જરૂર છે.

સંકટને અવસરમાં બદલશે સરકાર, ઇંફ્રા પ્રોજેક્ટમાં ઝડપથી પરપ્રાંતિય મજૂરોને મળશે રોજગાર

નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીનું માનવું છે કે ભારતને સંકટને અવસરમાં બદલવો જોઇએ. તેમણે કહ્યું કે કોરોના વાયરસ મહામારીના લીધે જે નુકસાન થયું છે તેને ધ્યાનમાં રાખતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર પર ધ્યાન આપવાની જરૂર છે. નિતિન ગડકરીએ પીટીઆઇ સાથે વીડિયો કોન્ફ્રસિંગ દ્વારા કહ્યું કે અમે એવી રાજમાર્ગ પ્રોજેક્ટમાં ફરીથી નિર્માણ શરૂ કરવા માટે સરકારો સાથે વાતચીત કરી રહ્યા છે જેમાં પરપ્રાંતિય મજૂરોને રોજગારની તકો મળી શકે છે. 

નિતિન ગડકરીએ કહ્યું કે પ્રવાસી મજૂરોને સુરક્ષિત પહોંચાડવા માટે રાજ્ય સરકરો સાથે વાતચીત ચાલી રહી છે. દેશભરમાં લગભગ 20 લાખ મજૂર અથવા તો પોતાના ગાવ પરત ફર્યા છે અથવા તો રસ્તામાં આશ્રય સ્થળો પર ફસાયેલા છે.

કેંન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમની અધિકારીઓ સાથે બેઠક થઇ છે. જો કોરોના વાયરસના વિરૂદ્ધ પર્યાપ્ત સુરક્ષા ઉપાય કરવામાં આવે તો પ્રોજેક્ટમાં કામ શરૂ થઇ શકે છે. આપણે દિશાનિર્દેશોનું પાલન કરવું પડશે. કેટલાક સ્થળો પર કલેક્ટરોએ પરવાનગી આપી છે. કેટલાક પર નહી. અમે રજ્યોના મુખ્ય સચિવોની સાથે તેના પર આગળની જાણકારી લઇ રહ્યા છે. 

નિતિન ગડરીએ કહ્યું કે રાજમાર્ગ નિર્માણ પર નવી ઉર્જા સાથે જોડાવવું જોઇએ. કોરોના વાયરસના લીધે રાજમાર્ગ ક્ષેત્રને ખૂબ અડચણોનો સામનો કરવો પડ્યો છે. આગામી વર્ષોમાં અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને ટોચની પ્રાથમિકતા આપવી પડશે. અર્થવ્યવસ્થાને આગળ વધારવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે. રાજમાર્ગ ક્ષેત્રને આગળ વધારવા માટે યોજના તૈયાર છે. સમિતિ બનાવવામાં આવી છે.

રાજમાર્ગ પ્રોજેક્ટમાં યુદ્ધના ધોરણે કામ શરૂ કરવાની જરૂર છે. તેમાં એક લાખ કરોડ રૂપિયાનો દિલ્હી-મુંબઇની નવી એક્સપ્રેસ વે પ્રોજેક્ટ સામેલ છે. આ પ્રોજેક્ટથી રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશના પછાત અને દૂરના ક્ષેત્રોના વિકાસમાં મદદ મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news