Budget 2021 : આ વખતે બજેટ કેવું હશે PM Modi એ આપ્યા સંકેત, બજેટ સત્રને ગણાવ્યું ખાસ

નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. નાણાકીય વર્ષ 2021-22નું બજેટ સંસદમાં 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. 

Budget 2021 : આ વખતે બજેટ કેવું હશે PM Modi એ આપ્યા સંકેત, બજેટ સત્રને ગણાવ્યું ખાસ

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ram Nath Kovind) ના અભિભાષણ બાદ સંસદનું બજેટ સત્ર (Budget Session) આજે (29 જાન્યુઆરી)ના રોજ શરૂ થશે. ત્યારબાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. નાણાકીય વર્ષ 2021-22નું બજેટ સંસદમાં 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. 

વાંચો બજેટ સત્રનું લાઇવ અપડેટ
બજેટ સત્ર પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ સંસદ ભવનમાં પહોંચ્યા બાદ મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે 'આ વખતે બજેટ દેશના ભવિષ્ય માટે ખૂબ મહત્વપૂર્ણ છે. એટલા માટે આઝાદીના દીવાનાઓએ જે સપના જોયા હતા તેને ઝડપી પુરા કરવાના હતા. મને વિશ્વાસ છે કે જે આશા સાથે દેશની જનતાએ અમને મોકલ્યા છે, તેને અમે પુરી કરીશું. તેમણે આગળ કહ્યું કે 'આ દાયકાનું પ્રથમ બજેટ (Budget 2021) છે. એટલા માટે આ દાયકાને ધ્યાનમાં રાખતાં સદનમાં ચર્ચા થાય, તમામ પ્રકારોના વિચારને રાખવામાં આવે.'

આમ તો ભારતના ઇતિહાસમાં પહેલીવાર થયું છે કે 2020માં એક નહી, નાણા મંત્રીજીએ અલગ-અલગ પેકેજના રૂપમાં એક પ્રકારે ચાર-પાંચ મિની બજેટ આપવા પડ્યા. એટલે કે 2020માં એક પ્રકરના મિની બજેટનો દૌર ચાલતો રહ્યો. એટલા માટે આ બજેટ (Budget 2021) પણ તે ચાર બજેટોની શૃંખલામાં જોવામાં આવશે. મને પુરો વિશ્વાસ છે. 

પીએમ મોદીએ કહ્યું કે ગત એક વર્ષમાં નાણામંત્રી 4 મિની બજેટ રજૂ કર્યા હતા. આ વખતે બજેટ સત્ર મહત્વપૂર્ણ છે. ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે આ દાયકો ખૂબ મહત્વપૂર્ણ છે. સ્વતંત્રતા સેનાનીઓ દ્રારા જોવામાં આવેલા સપનાને પુરા કરવા માટે રાષ્ટ્ર સમક્ષ એક સોનેરી અવસર છે. 

બજેટ સત્ર પહેલાં પીએમ મોદી તમામ સાંસદોને સહયોગની અપીલ કરી, પીએમ મોદી (Narendra Modi) એ કહ્યું કે સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા માટે તૈયાર છે. મને આશા છે કે આ સત્ર સારું રહેશે, દરેક મુદ્દાઓ પર ચર્ચા થશે. 

રજુ થશે આર્થિક સર્વેક્ષણ
આર્થિક સર્વેક્ષણ દેશની અર્થવ્યવસ્થાનો વાર્ષિક સત્તાવાર અહેવાલ છે. આ અહેવાલને બજેટ સત્રમાં સંસદના બંને ગૃહમાં રજૂ કરવામાં આવે છે. આર્થિક સર્વેક્ષણમાં દેશના આર્થિક વિકાસનું અનુમાન કરાય છે.આર્થિક સર્વેક્ષણમાં એ વાતનો પણ અંદાજો આવે છે કે આગામી વર્ષમાં અર્થવ્યવસ્થા ગતિ પકડશે કે તે ધીમી રહેશે. સર્વેક્ષણના આધાર પર જ સરકાર બજેટ (Budget 2021) રજૂ કરતી હોય છે. આર્થિક સર્વેક્ષણમાં મુખ્ય આર્થિક સલાહકારનો મત સામેલ હોય છે પરંતું તે જરૂરી નથી કે આર્થિક સર્વેક્ષણની વાતો બજેટમાં સમાવિષ્ટ હોય. સર્વેક્ષણના આધાર પર જ સરકાર દ્વારા બજેટમાં એલાન કરવામાં આવે છે. જોકે આ ભલામણોને માનવા માટે સરકાર કાનુની રીતે બાધ્ય નથી હોતી. 

કોરોનાની દેશના અર્થતંત્ર પર ઘણી અસર પડી છે. સર્વેક્ષણથી તે અનુમાન લગાવવામાં આવી શકશે કે કોરોના પ્રેરિત મંદીના કારણે ભારતીય અર્થવ્યવસ્થાને કેટલું નુંકસાન થયું છે. સર્વેક્ષણમાં વર્તમાન આર્થિક સ્થિતિ પર વિચાર કરવા અને સમાધાનોની રજૂ કરવાની અપેક્ષા કરવામાં આવી છે, જે દેશને 5 ટ્રિલિયન ડોલર લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરશે. લોકોનું માનવું છે કે, આર્થિક સર્વેક્ષણના આધાર પર બજેટ તૈયાર થાય છે પરંતુ વાસ્તવમાં આર્થિક સર્વેક્ષણ બજેટનો મુખ્ય આધાર છે. તેમાં પ્રધાનમંત્રીના મુખ્ય આર્થિક સલાહકારનો મત સામેલ હોય છે. એવું જરૂરી નથી કે આર્થિક સર્વેક્ષણની વાતો બજેટમાં હોય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news