Income Tax Budget: બજેટની એક જાહેરાતથી મધ્યમ વર્ગને થયો છે આ મોટો 'છૂપો' ફાયદો, હવે બચશે હજારો રૂપિયા, જાણો કેવી રીતે

બજેટમાં ટેક્સપેયર્સને નાણામંત્રીએ થોડી રાહત પણ આપી છે. બજેટમાં ટેક્સની નવી જાહેરાત બાદ 17500 રૂપિયાનો ટેક્સ હવે તમારો બચી જશે. બજેટમાં જે જાહેરાત થઈ છે તે પહેલા જાણી લઈએ. એક રીતે 7 લાખ 75 હજાર રૂપિયા સુધીની આવક પર ટેક્સ લાયેબિલિટી ઝીરો થઈ શકે છે.

Income Tax Budget: બજેટની એક જાહેરાતથી મધ્યમ વર્ગને થયો છે આ મોટો 'છૂપો' ફાયદો, હવે બચશે હજારો રૂપિયા, જાણો કેવી રીતે

બજેટમાં ટેક્સપેયર્સને નાણામંત્રીએ થોડી રાહત પણ આપી છે. બજેટમાં ટેક્સની નવી જાહેરાત બાદ 17500 રૂપિયાનો ટેક્સ હવે તમારો બચી જશે. બજેટમાં જે જાહેરાત થઈ છે તે પહેલા જાણી લઈએ. એક રીતે 7 લાખ 75 હજાર રૂપિયા સુધીની આવક પર ટેક્સ લાયેબિલિટી ઝીરો થઈ શકે છે. બજેટમાં સરકારે સ્ટાન્ડર્ડ ડિડક્શનને 50,000 રૂપિયાથી વધારીને 75,000 રૂપિયા કરી નાખી છે. ટેક્સપેયર્સ ઘણા સમયથી સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવાની માંગણી કરી રહ્યા હતા. આ બજેટમાં સરકારે ટેક્સપેયર્સની આ માંગણીનું ધ્યાન રાખ્યું છે. આ સાથે જ નવા ટેક્સ રિજીમમાં ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં છૂટ
ટેક્સપેયર્સને સૌથી મોટી રાહત સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં મળી છે. નાણામંત્રીએ સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારીને 75,000 રૂપિયા કર્યું છે. જે પહેલા 50,000 રૂપિયા હતું. જો કે અહીં એક પેચ છે. આ ફક્ત આવકવેરાના નવા રિજીમ માટે છે. એટલે કે નવા કર માળખા માટે છે. આઈટી ફાઈલિંગમાં નવા ટેક્સ રિજીમને પસંદ કરનારા ટેક્સપેયર્સ 75,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શનનો ફાયદો ઉઠાવી શકે છે. આવકવેરાના જૂના માળખાના ટેક્સપેયર્સને ફક્ત પહેલાની જેમ 50,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો જ ફાયદો મળશે. હવે 7,75 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ લાયેબિલિટી ઝીરો થઈ જશે. 

બીજી રાહત શું મળી?
ઈન્કમ ટેક્સમાં બીજી મોટી જાહેરાત નવા રિજીમમાં ટેક્સ સ્લેબ સંબંધિત છે. નાણામંત્રીએ નવા રિજીમમાં ટેક્સ સ્લેબમાં થોડો ફેરફાર કર્યો છે. 0થી 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. 3થી 7 લાખ રૂપિયા સુધીની આવક પર 5 ટકા ટેકસ, 7થી 10 લાખ રૂપિયા સુધીની આવક પર 10 ટકા ટેક્સ, 10થી 12 લાખ રૂપિયા સુધીની આવક પર 15 ટકા ટેક્સ, 12થી 15 લાખ રૂપિયા સુધીની આવક પર 20 ટકા ટેક્સ લાગશે. 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ  લાગશે. 

જૂના ટેક્સ સ્લેબ
બજેટ પહેલા નવા રિજીમમાં 0થી 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહતો. તેમાં કોઈ ફેરફાર નથી કરાયો. પહેલા 3 લાખ રૂપિયાથી લઈને 6 લાખ રૂપિયા સુધીની આવક પર 5 ટકા ટેક્સ લાગતો હતો. 9થી 12 લાખ રૂપિયા સુધીની આવક પર 15 ટકા ટેક્સ લાગતો હતો. 12થી 15 લાખ રૂપિયા સુધીની આવક પર 20 ટકા ટેક્સ લાગતો હતો. 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગતો હતો. હવે આ નવા ફેરફાર બાદ ટેક્સપેયર્સના 17,500 રૂપિયા બચશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news