Budget 2022 stocks: બજેટ બાદ આ સેક્ટરમાં દેખાશે તેજી, 7 શેર કરાવશે મોટી કમાણી, જાણો

Post Budget Stock Picks: બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે (Motilal Oswal) બજેટ બાદ  L&T, Ultratech સહિત 7 શેરોમાં રોકાણની સલાહ આપી છે. જેમાં મોટું વળતર મળી શકે છે. 

Budget 2022 stocks: બજેટ બાદ આ સેક્ટરમાં દેખાશે તેજી, 7 શેર કરાવશે મોટી કમાણી, જાણો

નવી દિલ્હીઃ Budget 2022 stock Picks: નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) નાણાકીય વર્ષ 2022-23 માટે બજેટ રજૂ કરી દીધુ છે. બજેટમાં નાણામંત્રીનું ફોકસ ગ્રોથ પર છે. સરકારે કેપિટલ એક્સપેન્ડિચરમાં પાછલા બજેટના મુકાબલે 35 ટકાનો વધારો કર્યો છે. રાજકોષીય ખાધનું લક્ષ્ય પણ અનુમાનથી વધારે રાખ્યું છે. તો સરકારે કોઈ નવો ટેક્સ લગાવ્યો નથી. બજેટને લઈને બજાર પોઝિટિવ છે. આવનારા દિવસોમાં ઇન્ફ્રા, કંઝમ્પ્શન, રીયલ એસ્ટેટ સેક્ટરમાં તેજી જોવા મળશે. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે  (Motilal Oswal) બજેટ બાદ L&T, Ultratech, DLF, Bharti Airtel, IRCTC, Can Fin Home અને BEL ના શેરોમાં રોકાણ કરવાની સલાહ આપી છે. તેમાં રોકાણકારોને સારૂ રિટર્ન મળી શકે છે. 

L&T:
બજેટમાં કેપિટલ એક્સપેન્ડિચર માટે 7.5 લાખ કરોડની જાહેરાત પોઝિટિવ પગલું છે. સરકારનું માનવું છે કે ખાનગી રોકાણને સપોર્ટ કરવા માટે સરકારી ખર્ચ વધારવો જરૂરી છે. તેનાથી માંગ વધશે. L&T જેવી કંપનીઓ માટે આ પોઝિટિવ છે. L&T ને ભારતમાં કેપેક્સ સાઇકલનો સૌથી વધુ ફાયદો થશે. 

Ultratech Cement:
બજેટમાં હાઉસિંગ માટે 48 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. અલ્ટ્રાટેક સીમેન્ટ માર્કેટ ગેન ને હાસિલ કરવા માટે મજબૂત સ્થિતિમાં છે. કંપનીને તેના મજબૂત વિતરણ નેટવર્ક દ્વારા સરકારના ઇન્ફ્રા ડેવલપમેન્ટ અને હાઉસિંગની માંગમાં તાજેતરના વધારાથી ફાયદો થશે.

DLF:
સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2023 સુધીમાં 80 લાખ ઘરોનું નિર્માણ પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. PMAY શહેરી અને ગ્રામીણ હેઠળ 48 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ જાહેરાત એફોર્ડેબલ હાઉસિંગ માર્કેટને વધારવામાં મદદ કરશે. તે DLF માટે હકારાત્મક છે. વેચાણ, બુકિંગ અને ડીલ્સના દૃષ્ટિકોણથી કંપનીની વૃદ્ધિ મજબૂત છે.

Bharti Airtel:
સરકારે 5G માટે સ્પેક્ટ્રમ ફાળવણીની જાહેરાત કરી છે. આ સાથે ભારતમાં 2023 સુધીમાં 5G સેવાઓ શરૂ થઈ શકે છે. સરકારે ગ્રામીણ વિસ્તારોમાં ઝડપી બ્રોડબેન્ડ માટે ભંડોળ પૂરું પાડવાની પણ જાહેરાત કરી છે. ભારતી એરટેલ પાસે સારી એક્ઝિક્યુશન ગુણવત્તા છે. કંપનીને મજબૂત સબ્સ્ક્રાઇબર્સ અને માર્કેટ શેરનો ફાયદો થશે.

IRCTC:
ભારતમાં આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો ચલાવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન રેલવે સેક્ટર 100 ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ પણ વિકસાવવામાં આવશે. ખેડૂતોને ધ્યાનમાં રાખીને રેલ ક્ષેત્ર 'વન સ્ટેશન વન પ્રોડક્ટ' વિકસાવશે. આ IRCTC માટે સકારાત્મક છે.

Can Fin Home:
હાઉસિંગ સેક્ટર માટે 48,000 કરોડની ફાળવણીની જાહેરાત કંપની માટે સકારાત્મક છે. કેન ફિન હોમ્સ નાની અને પોસાય તેવી હાઉસિંગ જગ્યામાં મજબૂત સ્થિતિ ધરાવે છે. કંપનીની બેલેન્સ શીટ પણ મજબૂત છે. તેનાથી કંપનીને મોટો ફાયદો થશે.

BEL:
સરકારે ડિફેન્સ સેક્ટર માટે 68 ટકા કેપિટલ ફાળવવાની  જાહેરાત કરી છે. BEL  ને ડિફેન્સ પર વધનાર ખર્ચનો ફાયદો થશે. કારણ કે કંપનીનો મેન્યુફેક્ચરિંગ બેઝ મજબૂત છે અને એક્ઝીક્યૂશન ટ્રેક રેકોર્ડ પણ સારો છે. કંપનીની R&D ક્ષમતા પણ સારી છે. મિત્ર દેશોના નિર્યાત પર કંપનીનું ફોકસ છે. 

(ડિસ્ક્લેમરઃ અહીં સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news