Budget 2020 Speech: નિર્મલા સીતારમને રચ્યો ઈતિહાસ, વાંચ્યું અત્યાર સુધીનું સૌથી લાબું બજેટ ભાષણ
નિર્મલાનું બજેટ 2020 ભાષણ સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સૌથી લાબું ભાષણ બની ગયું છે. નાણાપ્રધાને પોતાના બજેટ ભાષણમાં ઘણી મોટી જાહેરાત કરી. રેલ, ટેક્સ, કિસાનો સાથે જોડાયેલી ઘણી મોટી જાહેરાત પણ કરવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમને શનિવારે ઈતિહાસ રચી દીધો છે. નિર્મલાનું બજેટ 2020 ભાષણ સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સૌથી લાબું ભાષણ બની ગયું છે. સીતારામને પોતાનું ભાષણ સવારે 11 કલાકે શરૂ કર્યું હતું અને તે 1 કલાક 40 મિનિટ સુધી એટલે કે આશરે 2 કલાક 40 મિનિટ સુધી નાણામંત્રી ભાષણ વાંચતા રહ્યાં હતા.
આશરે પોણા ત્રણ કલાક લાંબા બજેટ ભાષણના અંતમાં ગળું ખરાબ હોવાને કારણે નાણાપ્રધાન નિર્મલા સીતારમન છેલ્લા બે-ત્રણ પેજ ન વાંચી શક્યા અને તેમણે લોકસભા અધ્યક્ષની મંજૂરીથી તેને વાંચેલા માનીને ગૃહ પર રાખી દીધા હતા.
2019માં પણ દેશના પ્રથમ મહિલા નાણામંત્રી સીતારમને લાંબુ બજેટ ભાષણ વાંગ્યું હતું જે 2 કલાક 17 મિનિટ સુધી ચાલ્યું હતું. તેમની પહેલા આ રેકોર્ડ જસવંત સિંહના નામે હતો. તેમણે 2003માં 2 કલાક 15 મિનિટ સુધી ભાષણ વાંચ્યું હતું. 2019માં નિર્માલાએ ભાષણને ઉર્દૂ, હિન્દી અને તમિલના દુહા સામેલ કર્યાં હતા. આ વખતે પણ સીતારમને આ પરંપરાને જાળવી રાખી અને કાશ્મીરી કવી પંડિત દીનાનાથ કૌલ નદીમની કાશ્મીરી ભાષામાં લખેલી કવિતા વાંચી હતી. પંડિત દીનાનાથ કૌલ નદીમ સાહિત્ય એકેડમી પુરસ્કાર વિજેતા રહ્યાં છે.
'પૈસા જ પૈસા'... BUdgetને લઈને સોશિયલ મીડિયા પર છવાયા ફની મિમ્સ
કાશ્મીરીમાં કવિતા વાંચ્યા બાદ તેમણે તેનું ભાષાંતર હિન્દુમાં પણ કર્યું હતું. કવિતાના બોલ હતા-
હમારા વતન ખિલતે હુએ શાલીમાર બાગ જૈસાહમારા વતન ડલ લેક મેં લિખતે હુએ કલ જૈસાનવજવાનોં કે ગરમ ખૂન જૈસામેરા વતન, તેરા વતન, હમારા વતન, દુનિયા કા સબસે પ્યારા વતન.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે