Budget 2019: બજેટ 2019 ખેડૂતો માટેનું હશે, કૃષિ મંત્રીએ કર્યો મોટો ખુલાસો
Budget 2019 : કેન્દ્રિય કૃષિ મંત્રી રાધામોહન સિંહે મોદી સરકારના અંતિમ વચગાળાના બજટેને લઇને મોટો ખુલાસો કર્યો છે. તેમણે ઇશારો આપ્યો કે આ બજેટ ખેડૂતોને સમર્પિત હશે કારણ કે સરકારે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્ય રાખ્યો છે
Trending Photos
નવી દિલ્હી : કેન્દ્રિય કૃષિ મંત્રી રાધામોહન સિંહે કહ્યું કે, બજેટ દેશના ખેડૂતોને સમર્પિત હશે કારણ કે સરકારે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્ય રાખ્યો છે. ક્રોપ કેયર ફેડરેશન ઓફ ઇન્ડિયા (CCFI) દ્વારા આયોજિત એક સંમેલનમાં કૃષિ મંત્રીએ કહ્યું કે, ગર્વની વાત છે કે વિભિન્ન કૃષિ પરિયોજનાઓને લાગુ થવાથી ભારત કૃષિ ક્ષેત્રે અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં આવી ગયું છે.
કૃષિ ક્ષેત્રે રોકાણમાં થશે વધારો
કૃષિ મંત્રીએ કહ્યું કે, કૃષિ ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે સરકારે કરેલા સુધારાથી આમૂલ પરિવર્તન આવ્યું છે અને આગામી બજેટ 2019 ખેડૂતોને સમર્પિત હશે.
તેમણે કહ્યું કે, અગાઉની સરકારે 2009-2014 દરમિયાન કૃષિ મંત્રાલય દ્વારા 1.21 લાખ કરોડ રૂપિયાનું આયોજન કર્યું હતું જ્યારે મોદી સરકારે આને વધારો કરીને 2014-2019 દરમિયાન 2.11 લાખ કરોડ રૂપિયા કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે