RuPay ડેબિટ કાર્ડવાળા માટે ખુશખબરી! આગામી મહિનાથી લાગૂ થશે આ નિયમ
NPCI દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર 2,000 રૂપિયાથી વધુની લેણદેણ પર એમડીઆરને બદલીને 0.60 ટકા કરી દેવામાં આવી છે. તેમાં દરેક લેણદેણ હવે વધુમાં વધુ 150 રૂપિયા લેવામાં આવશે. હાલમાં આ 2,000 રૂપિયાથી વધુની લેણદેણ પર 0.90 ટકા છે
Trending Photos
નવી દિલ્હી: જો તમારી પાસે પણ રૂપે ડેબિટ કાર્ડ (RuPay Debit Card) છે તો આ સમાચાર તમારા માટે છે. જી હાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (NPCI)એ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ભર્યું છે. NPCI દ્વારા રૂપે ડેબિટ કાર્ડ (RuPay Debit Card) વડે શોપિંગ કરતાં મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) માં ઘટાડો કર્યો છે. નવા એમડીઆર 20 ઓક્ટોબરથી લાગૂ થશે. એનપીસીઆઇના આ નિર્ણયથી ગ્રાહક અને દુકાનદાર બંનેને ફાયદો થશે.
2,000 રૂપિયાથી વધુની લેણદેણ
NPCI દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર 2,000 રૂપિયાથી વધુની લેણદેણ પર એમડીઆરને બદલીને 0.60 ટકા કરી દેવામાં આવી છે. તેમાં દરેક લેણદેણ હવે વધુમાં વધુ 150 રૂપિયા લેવામાં આવશે. હાલમાં આ 2,000 રૂપિયાથી વધુની લેણદેણ પર 0.90 ટકા છે. નવા દર ભારતક્યૂઆર કોડ આધારિત મર્ચેન્ટ લેણદેણ પર પણ લાગૂ થશે. ભારત ક્યૂઆર એટલે કે કાર્ડ આધારિત ક્યૂઆર લેણદેણ પર એમડીઆરને ઓછી કરતાં 0.50 ટકા કરી દેવામાં આવ્યો છે મેક્સિમમ એમડીઆર 150 રૂપિયા પ્રતિ એમડીઆર હશે.
20 ઓક્ટોબરથી લાગૂ થશે નિયમ
ડેબિટ કાર્ડ વડે લેણદેણ પર મળનાર આ છૂટ દરેક પ્રકારના પોઇન્ટ ઓફ સેલ (PoS) પર લાગૂ થશે. નવા દર 20 ઓક્ટોબર 2019થી લાગૂ થશે. આ ફેરફાર બાદ NPCI નું કહેવું છે કે એમડીઆર રેટમાં ઘટાડો અને વધુમાં વધુ સીમા ઓછી કરવાથી બિઝનેસ ડેબિટ કાર્ડ વડે લેણદેણ પ્રત્યે પ્રોત્સાહિત થશે.
શું હોય છે એમડીઆર
એમડીઆર તે ચાર્જ હોય છે જે દુકાનદાર તમારી પાસેથી ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ વડે ચૂકવણી કરતી વખતે લે છે. દુકાનદાર દ્વારા લેવામાં આવતો મોટો ભાગ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ ઇશ્યૂ કરનાર બેંકને મળે છે. પીઓએસ મશીન ઇશ્યૂ કરનાર બેંક અને પેમેન્ટ કંપનીને પણ આ પૈસા લઇ જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે