ખાદ્યતેલના ભાવોમાં વાવાઝોડું આવ્યું : સિંગતેલ, કપાસિયા તેલના ભાવ ફરી વધ્યા
Groundnut Oil Prices : ખાદ્યતેલના ભાવમાં સતત અપડાઉન થઈ રહ્યું છે. જેથી ભાવ સ્થિર રહેતા નથી.... વર્ષની શરૂઆતમાં તેલના ભાવ વધ્યા, મે મહિનામાં ઘટ્યા અને હવે હવે પંદર દિવસમાં જ તેલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો
Trending Photos
Groundnut Oil prices Hike : 2023 ના વર્ષની શરૂઆતથી જ ખાદ્ય તેલોના ભાવે માઝા મૂકી હતી. સિંગતેલ, કપાસિયા તેલના ભાવનો ગ્રાફ સતત વધી રહ્યો હતો. લોકો માટે તેલ ખાવુ મોંઘુ બની રહ્યું છે. આવામાં માંડ રાહતના સમાચાર આવ્યા છે. પહેલીવાર સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ નીચે ઉતરી રહ્યાં છે. પહેલીવાર સિંગતેલના ભાવમાં તોતિંગ ઘટાડો થયો હતો. મે મહિનામાં બેથી ત્રણવાર તેલના ભાવમાં ઘટાડો થયો હતો. જેથી ગૃહિણીનો રાહત થઈ હતી. પંરતું લેટેસ્ટ અપડેટ અનુસાર, તેલના ભાવમાં ફરીથી વધારો ઝીંકાયો છે. ગુજરાતની ગૃહિણીઓનું ફરી એક વખત બજેટ ખોરવાયું છે.
જુન મહિનાના મધ્યમા ખાદ્ય તેલના ભાવમાં ભડકો થયો છે. છેલ્લા બે દિવસમાં સીંગતેલમાં 50 રૂપિયા, કપાસિયામાં 30 રૂપિયા અને પામતેલમાં રૂપિયા 15 રૂપિયા વધારો થયો છે.
- સિંગતેલ ડબ્બાનો ભાવ બે દિવસ પહેલા ૨૭૨૦ થી ૨૭૭૦ બોલાઈ રહ્યો હતો, તે ૫૦ રૂપિયા વધીને ૨૭૭૦થી ૨૮૨૦ એ પહોંચ્યો હતો
- કપાસિયા ડબ્બાનો ભાવ ૧૫૭૦ થી ૧૬૨૦ બોલાઈ રહ્યો હતો, જે ૩૦ રૂપિયા વધી ૧૬૦૦ થી ૧૬૫૦ એ પહોંચ્યો
- પામતેલનો ભાવ બે દિવસ પહેલા ૧૪૨૫ થી ૧૪૩૦ બોલાઈ રહ્યો હતો તે ૧૫ રૂપિયા વધી ૧૪૪૦ થી ૧૪૪૫એ પહોંચ્યો
દ્વારકાથી વાવાઝોડાનો લાઈવ રિપોર્ટ : ટ્રેન-બસ બંધ થતા બહારથી દર્શન કરવા આવેલા મુસાફરો
પહેલા ભાવ વધ્યા, પછી નીચે ઉતર્યા, હવે ફરી વધ્યા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધૂમ આવક છતાં સિંગતેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ખેડૂતોને રૂ. 1300 થી 1650 સુધીના ભાવ માર્કેટ યાર્ડમાં મળી રહ્યા છે. દરરોજ 10 થી 12 હજાર ગુણી મગફળીની આવક બેડી માર્કેટ યાર્ડમાં થઈ રહી છે. જોકે સિંગતેલ માટે મગફળી પિલાણ માટે ન આવતી હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો હતો. પરંતુ હવે ઉલટી ગંગા વહી રહી છે. માર્કેટમાં માંગ ઘટતા જ તેલના ભાવ તળિયે બેસી ગયા. મોંઘવારીને કારણે અને ઘરનું બજેટ સાચવવા ગૃહિણીઓએ તેલનો વપરાશ ઓછો કર્યો હોય તેવુ લાગી રહ્યું છે. જેથી માંગ ઘટી છે. આ કારણે તેલના ભાવ નીચે ગયા હોય તેવી શક્યતા છે. પરંતુ હવે પંદર દિવસમાં જ તેલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો છે. આમ, ખાદ્યતેલના ભાવમાં સતત અપડાઉન થઈ રહ્યું છે. જેથી ભાવ સ્થિર રહેતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે