Investment: બાળકોના નામ પર દર મહિને ડિપોઝિટ કરો 5,000 રૂપિયા, 20 વર્ષની ઉંમર સુધી બની જશે 50 લાખ
જો તમે પણ તમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવા ઈચ્છો છો, તેના ઉચ્ચ અભ્યાસથી લઈને લગ્ન સુધીની જવાબદારીઓ કોઈ ચિંતા વગર પાર પાડવા ઈચ્છો છો તો તમારે તેના જન્મની સાથે નાણાકીય પ્લાનિંગ શરૂ કરી દેવું જોઈએ.
Trending Photos
નવી દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી જે રીતે મોંઘવારી વધી છે, લોકો પણ નાણાકીય પ્લાનિંગને લઈને એલર્ટ થઈ ગયા છે. હવે લોકો લગ્ન, બાળકોથી લઈને વૃદ્ધાવસ્થા માટે પહેલાથી નાણાકીય પ્લાનિંગ કરી રાખે છે. જો તમે પણ તમારા બાળકનું ભવિષ્ય સુરક્ષિત કરવા ઈચ્છો છો, તેનો ઉચ્ચ અભ્યાસથી લઈને લગ્ન સુધીની જવાબદારીઓ સાથે કોઈ ચિંતા વગર ડીલ કરવા ઈચ્છો છો તો તેના જન્મની સાથે નાણાકીય પ્લાનિંગ શરૂ કરી દો. જો તમે દર મહિને 5000 રૂપિયા પણ તેના નામથી રોકાણ શરૂ કરો છો, તો જ્યારે તમારૂ બાળક 20 વર્ષનું થશે, તેના માટે 50,000,00 સુધીનું ફંડ તમે સરળતાથી બનાવી શકો છો. જાણો કઈ રીતે?
SIP થી બનશે પૈસા
આજના સમયમાં SIP એટલે કે Systematic Investment Plan લોકોની વચ્ચે ખુબ પોપ્યુલર છે. તેના દ્વારા તમે મ્યૂચુઅલ ફંડમાં પૈસા લગાવો છો. પરંતુ માર્કેટથી લિંક્ડ હોવાને કારણે તેમાં ચોક્કસ વ્યાજદરનો વિશ્વાસ ન મળી શકે. પરંતુ સીધી રીતે માર્કેટમાં પૈસા લગાવવાની તુલનામાં SIP ને ઓછી જોખમભરી માનવામાં આવે છે. એક્સપર્ટનું માનવું છે કે લોન્ગ ટર્મમાં એસઆઈપી તમારા માટે વેલ્થ ક્રિએશનનું કામ કરે છે, કારણ કે તેમાં ક્મ્પાઉન્ડિંગ ઈન્ટરેસ્ટનો ફાયદો મળે છે. સામાન્ય રીતે એસઆઈપીમાં એવરેજ 12 ટકાના દર સુધી રિટર્ન મળી જાય છે. જો તમારૂ ભાગ્ય સારૂ છે તો વધુ રિટર્ન પણ મળી શકે છે.
જાણો કેલકુકેશન
માની લો કે બાળકોના જન્મની સાથે તમે મહિને 5000 રૂપિયાની એસઆઈપી શરૂ કરી દીધી અને તેમાં સતત 20 વર્ષ સુધી રોકાણ કર્યું. તેવામાં 20 વર્ષમાં તમારૂ રોકાણ 12,00,000 રૂપિયાનું થશે, પરંતુ 12 ટકા પ્રમાણે આ રોકાણ પર તમને 37,95,740 રૂપિયા વ્યાજ મળશે. આ રીતે 20 વર્ષમાં તમારૂ રોકાણ અને વ્યાજ મળીને કુલ 49,95,740 રૂપિયા એટલે કે 50 લાખ રૂપિયા મળશે.
તો તમે આ રોકાણને વધુ 5 વર્ષ જારી રાખશો એટલે કે 25 વર્ષ સુધી યથાવત રાખશો તો તમને 94,88,175 રૂપિયા મળશે. આ એટલી રકમ છે જે કોઈ અન્ય સ્કીમમાં તમને નળી મળતી. જો તમને રિટર્ન 15 ટકા આસપાસ મળી ગયું તો નફો વધુ સારો હોઈ શકે છે. આ રકમ તમે તમારા બાળકોના કરિયર અને લગ્નમાં લગાવી શકો છો.
(ડિસ્ક્લેમરઃ મ્યૂચુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને અધીન છે. રોકાણ કરતા પહેલા ફંડની તપાસ કરો અથવા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે