IDBI Bank FD: બેંકમાં FD કરાવનારા મોજમાં, 31 ઓક્ટોબર સુધી મળશે આટલું ઉંચું વ્યાજ
IDBI Bank Special FD: IDBI બેંક દ્વારા તેના ગ્રાહકોને 375 અને 444 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ પ્રદાન કરવા માટે અમૃત મહોત્સવ FD નામની વિશેષ યોજના શરૂ કરવામાં આવી હતી, જેની સમય મર્યાદા હવે 1 મહિના સુધી લંબાવવામાં આવી છે.
Trending Photos
IDBI Bank Special FD: જો તમે પણ FD (Bank FD) પર વધુ વ્યાજનો લાભ લેવા માગો છો, તો તમારા માટે સારા સમાચાર છે. હવે IDBI બેંકે સ્પેશિયલ ફિક્સ ડિપોઝિટ સ્કીમ માટે સમયમર્યાદા લંબાવી છે. IDBI બેંકે ગ્રાહકોને 375 અને 444 દિવસની ફિક્સ ડિપોઝીટ આપવા માટે અમૃત મહોત્સવ FD નામની વિશેષ યોજના શરૂ કરી હતી, જેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 હતી, પરંતુ હવે તેની સમયમર્યાદા એક મહિનો લંબાવવામાં આવી છે.
IDBI બેંકે માહિતી આપી હતી-
તમને જણાવી દઈએ કે હવે તમે 31 ઓક્ટોબર સુધી અમૃત મહોત્સવ FDમાં વધુ વ્યાજનો લાભ મેળવી શકો છો. IDBI બેંકે તેની વેબસાઈટ પર જણાવ્યું છે કે અમૃત મહોત્સવ FDની તહેવારોની ઓફર 31 ઓક્ટોબર, 2023 સુધી 375 અને 444 દિવસ માટે લંબાવવામાં આવી છે.
કોને કેટલું વ્યાજ મળે છે?
બેંકે કહ્યું છે કે નિયમિત, NRE અને NRO ગ્રાહકોને 444 દિવસીય અમૃત મહોત્સવ FD સ્કીમ પર 7.15 ટકાના વ્યાજ દરનો લાભ મળી રહ્યો છે. તે જ સમયે, વરિષ્ઠ નાગરિકોને આ FD પર 7.65 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. આ સાથે ગ્રાહકોને સમય પહેલા ઉપાડ અને બંધ કરવાની સુવિધા પણ મળી રહી છે.
375 દિવસની અવધિ પર વ્યાજ-
સામાન્ય ગ્રાહકોને 375 દિવસની વિશેષ અવધિ સાથે ફિક્સ્ડ ડિપોઝિટ પર 7.10 ટકાના દરે વ્યાજનો લાભ મળી રહ્યો છે. આ સિવાય વરિષ્ઠ નાગરિકોને આ સમયગાળાની ફિક્સ ડિપોઝિટ પર 7.60 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે.
IDBI બેંકના નવીનતમ FD દરો-
07-30 દિવસ - 3%
31-45 દિવસ - 3.25%
46- 90 દિવસ - 4%
91-6 મહિના - 4.5%
6 મહિના 1 દિવસથી 270 દિવસ - 5.75%
71 દિવસથી < 1 વર્ષ - 6.25%
1 વર્ષથી 2 વર્ષ (375 દિવસ અને 444 દિવસ સિવાય) – 6.8%
> 2 વર્ષથી 5 વર્ષ - 6.5%
> 5 વર્ષથી 10 વર્ષ - 6.25%
> 10 વર્ષથી 20 વર્ષ - 4.8%
ટેક્સ સેવિંગ્સ એફડી 5 વર્ષ – 6.5%
કેટલું વ્યાજ મળે છે?
IDBI બેંકે તેની FD પરના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. બેંકની વેબસાઈટ અનુસાર, આ દરો 15 સપ્ટેમ્બર, 2023થી લાગુ થશે. IDBI બેંક સામાન્ય ગ્રાહકોને સાત દિવસથી પાંચ વર્ષમાં પાકતી FD પર 3% થી 6.8% અને વરિષ્ઠ નાગરિકોને 3.5% થી 7.3% વ્યાજ ઓફર કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે