આગામી મહિને 11 દિવસ બંધ રહેશે બેંક, અત્યારે જ કરી લો જરૂરી કામનું પ્લાનિંગ

2 ઓક્ટોબર (બુધવારે) ગાંધી જયંતિના કારણે બેંકોમાં રજા રહેશે, આ મહિનના પહેલી રજા હશે. ત્યારબાદ 7 અને 8 ઓક્ટોબરે રામનવમી અને દશેરાના લીધે બેંકમાં રજા રહેશે. આ પહેલાં 6 ઓક્ટોબરે રવિવાર છે. એટલે કે એકસાથે 3 દિવસ બેંક બંધ રહેશે. 

આગામી મહિને 11 દિવસ બંધ રહેશે બેંક, અત્યારે જ કરી લો જરૂરી કામનું પ્લાનિંગ

નવી દિલ્હી: આગામી મહિને તહેવારોની સીઝન શરૂ થઇ રહી છે. એવામાં દર મહિનાના મુકાબલે ઓફિસ અને બેંકોની ઓક્ટબર (Bank Holidays in October)માં વધુ રજાઓ રહેશે. આ મહિને દશેરા અને દિવાળે બંને તહેવાર આવી રહ્યા છે. જેથી બેંક અને સરકારી ઓફિસોમાં આ મહિને સૌથી વધુ રજા રહેશે. ઓક્ટોબર મહિનામાં બેંક સૌથી વધુ 11 દિવસ બંધ રહેશે. એટલે કુલ મળીને ફક્ત 20 દિવસ કામ થશે. સૌથી પહેલાં રજા 2 ઓક્ટોબરના રોજ છે.

2 ઓક્ટોબરે ગાંધી જયંતિ
2 ઓક્ટોબર (બુધવારે) ગાંધી જયંતિના કારણે બેંકોમાં રજા રહેશે, આ મહિનના પહેલી રજા હશે. ત્યારબાદ 7 અને 8 ઓક્ટોબરે રામનવમી અને દશેરાના લીધે બેંકમાં રજા રહેશે. આ પહેલાં 6 ઓક્ટોબરે રવિવાર છે. એટલે કે એકસાથે 3 દિવસ બેંક બંધ રહેશે. 

12 ઓક્ટોબરે બીજો શનિવાર
12 ઓક્ટોબરના રોજ મહિનાનો બીજો શનિવાર છે અને 13 ઓક્ટોબરના રોજ રવિવાર છે. એટલે કે આ વખતે બે દિવસ બેંક બંધ રહેશે. 20 ક્ટોબરે પણ રવિવારના લીધે બેંક બંધ રહેશે. 

દિવાળી પર 4 દિવસ બેંક બંધ
દિવાળી પર બેંકોમાં ચાર દિવસની રજા રહેશે. તેમાં 26 ઓક્ટોબરે ચોથો શનિવાર અને 27 ઓક્ટોબરે રવિવાર છે. દિવાળી પણ રવિવારે છે. 29 ઓક્ટોબરે ભાઇબીજ છે. 28 ઓક્ટોબરે ગોવર્ધનની રજા રહેશે. 

નવેમ્બરમાં 7 દિવસ બંધ રહેશે બેંક
નવેમ્બર 2019માં 3, 10, 17 અને 24 નવેમ્બરે રવિવારે છે. અને 9 અને 23 નવેમ્બરે બીજો શનિવાર છે. ગુરૂ નાનક જયંતિ 12 નવેમ્બરે આવે છે, તે દિવસે પણ બેંક બંધ રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news