સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં યુવક-યુવતીની અશ્લીલ હરકત, કેમેરો જોતા જ ઉભો થઈ ગયો યુવક

શૈક્ષણિક ધામમાં અનેકવાર એવી શરમજનક ઘટનાઓ બનતી હોય છે જે શિક્ષણ પર અનેક સવાલો ઉભા થાય છે. રાજ્યભરની અનેક યુનિવર્સિટીઓના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે રાજકોટ (Rajkot) ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurastra University) કેમ્પસનો એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. જેમાં યુવક અને યુવતી અશ્લીલ હરકતો કરતા આબાદ ઝડપાઈ ગયા છે. યુવક યુવતીની તમામ હરકતો વીડિયો (Video)માં કેદ થઈ છે. 
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં યુવક-યુવતીની અશ્લીલ હરકત, કેમેરો જોતા જ ઉભો થઈ ગયો યુવક

રક્ષિત પંડ્યા/રાજકોટ :શૈક્ષણિક ધામમાં અનેકવાર એવી શરમજનક ઘટનાઓ બનતી હોય છે જે શિક્ષણ પર અનેક સવાલો ઉભા થાય છે. રાજ્યભરની અનેક યુનિવર્સિટીઓના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે રાજકોટ (Rajkot) ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurastra University) કેમ્પસનો એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. જેમાં યુવક અને યુવતી અશ્લીલ હરકતો કરતા આબાદ ઝડપાઈ ગયા છે. યુવક યુવતીની તમામ હરકતો વીડિયો (Video)માં કેદ થઈ છે. 

મધરાતે ગીર-સોમનાથમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, તાલાલા ગ્રામ્યમાં 4 ઇંચ ખાબક્યો

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસ જાણે પ્રેમી પંખીડાઓનો અડ્ડો બની ગયો છે. ત્યારે હવે યુવક-યુવતી દ્વારા થતી અશ્લીલ હરકતોનો વીડિયો સામે આવ્યો છે. સૂત્રોની માનીએ તો, આ વીડિયોમાં વિદ્યાર્થીઓ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, યુવક અને યુવતી વૃક્ષની નીચે બેસ્યા છે. લોકોની નજર જતા જ યુવક યુવતી પાસેથી હટી જાય છે. યુવકે શર્ટ પણ પહેર્યો હોતો નથી. ડરથી ઉઠી જઈને તે શર્ટ પહેરી લે છે. 

https://lh3.googleusercontent.com/-rWorRDSpQAw/XY2gHvrnmWI/AAAAAAAAJSI/0h6r9Z0bGbktWXswEveHoODl0CX9Y8DrACLcBGAsYHQ/s0/Saurastra_university2.JPG

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ યુનિવર્સિટીના પ્રોફેસરે એક કપલને આવી રીતે ઝડપી પાડ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં સિક્યોરિટી અને સીસીટીવી હોવા છતાં અશ્લીલ હરકતો છાશવારે થતી રહે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 15થી વધુ ભવનો પાછળ ખુલ્લામાં અશ્લીલ હરકતો થાય છે. જેમાં શિક્ષણ જગતના ધજાગરા ઉડતા હોય છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news