Bank Holidays In June-2022: જૂન મહિનામાં ક્યારે ક્યારે બેંક રહેશે બંધ, આ રહ્યું આખું લીસ્ટ
આગામી મહિનામાં ક્યારે-ક્યારે સરકારી બેંકો બંધ રહેશે તે પણ જાણી લો. આગામી બે દિવસોમાં બેંકનું બાકી કામ હોય તો જલ્દી પુરું કરી લેજો.
Trending Photos
નવી દિલ્લીઃ મે મહિનાનો અંત આવી રહ્યો છે અને જૂન મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. તેવામાં જો આપને બેંકમાં કઈ કામ છે તો આપને જણાવી દઈએ કે જૂન મહિનામાં 8 દિવસ બેંક બંધ રહેવાની છે. બેંકની રજાઓમાં 6 દિવસ સાપ્તાહિક રજાાઓ પણ સામેલ છે. જ્યારે અન્ય 2 તહેવારોના કારણે પણ બેંક બંધ રહેશે. રિઝવર્વ બેંકની વેબસાઈટ પર મળતી જાણકારી અનુસાર 2 જૂનના રોજ બેંક બંધ રહેશે.
ક્યારે ક્યારે બેંક રહેશે બંધ-
2 જૂન- મહારાણા પ્રતાપ જયંતી, શિમલામાં બેંક બંધ
5 જૂન- રવિવાર
11 જૂન- બીજો શનીવાર
12 જૂન- રવિવાર
15 જૂન- ગુરૂ હરબોબિંદ જયંતી, રાજા સંક્રાતિ, વાઈએમએ, મિઝોરામ, ભુવનેશ્વર, જમ્મુ કાશ્મીરમાં બેંક બંધ
19 જૂન- રવિવાર
25 જૂન- ચોથો શનિવાર
26 જૂન- રવિવાર
અન્ય જાણકારી-
આપને જણાવી દઈએ કે જે દિવસે બેંક બંધ રહે છે તે દિવસે પણ બેંક સંબંધિત જરૂરી કામ પૂરા કરી શકાય છે. ઓનલાઈન સેવાના માધ્યમથી આપ બેંકનું કામ પૂરુ કરી શકો છો. રજાના દિવસે માત્ર શાખા બંધ રહે છે. ઓનલાઈન સેવા ચાલુ રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે