Bank Holiday: ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસ બેંકો બંધ રહેશે? ફટાફટ તહેવારોનું લિસ્ટ ચેક કરો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઓગસ્ટ મહિનામાં કયા દિવસે કયા તહેવારના કારણે બેંક બંધ રહેવાની છે તેની જાહેરાત પોતાની યાદીમાં આપી દીધી છે. મોહરમ, રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, કૃષ્ણ જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા ઘણા તહેવારોના કારણે 13 દિવસ બેંક બંધ રહેશે.

Bank Holiday: ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસ બેંકો બંધ રહેશે? ફટાફટ તહેવારોનું લિસ્ટ ચેક કરો

નવી દિલ્હી: આવતીકાલથી ઓગસ્ટ મહિનાની શરૂઆત થનાર છે. તેની સાથે જ ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારોની સીઝન શરૂ થવાની છે, કારણ કે આ મહિનામાં રક્ષાબંધન, મોહરમ, સ્વતંત્રતા દિવસ  અને ગણેશ ચતુર્થી સહિત ઘણા તહેવાર આવી રહ્યા છે. એવામાં જો તમારું બેંક સાથે જોડાયેલું કોઈ કામ હોય તો ફટાફટ પુરું કરી નાંખજો. આરબીઆઈ એ બેંક હોલિડે કેલેન્ડરને જોતા ઓગસ્ટ મહિનામાં અડધાથી વધારે દિવસો બેંક બંધ રહેનાર છે.

18 દિવસ બેંકમાં નહીં થાય કામકાજ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઓગસ્ટ મહિનામાં કયા દિવસે કયા તહેવારના કારણે બેંક બંધ રહેવાની છે તેની જાહેરાત પોતાની યાદીમાં આપી દીધી છે. મોહરમ, રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, કૃષ્ણ જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા ઘણા તહેવારોના કારણે 13 દિવસ બેંક બંધ રહેશે. જ્યારે મહિનાના સાપ્તાહિક અવકાશ મુજબ બીજા અને ચોથા શનિવારની સાથે રવિવારની ગણતરી કરી લઈએ તો ઓગસ્ટમાં બેંક હોલિડેની સંખ્યા 18 થઈ જાય છે.

ઓગસ્ટમાં આ તારીખે બેંક બંધ
1 ઓગસ્ટ: દ્રુપકા શે-જી (સિક્કિમમાં બેંક બંધ)
7 ઓગસ્ટ: પહેલો રવિવાર (સાપ્તાહિક રજા)
8 ઓગસ્ટ: મોહરમ (જમ્મુ-કાશ્મીરમાં બેંક બંધ)
9 ઓગસ્ટ: મોહરમ (અગરતલા, અમદાવાદ, અઈજોલ, બેલાપુર, બેંગ્લોર, ભોપાલ, ચેન્નાઈ, હૈદરાબાદ, જયપુર, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટણા, રાયપુર અને રાંચીમાં બેંક બંધ)
11 ઓગસ્ટ: રક્ષાબંધન (તમામ જગ્યાએ)
12 ઓગસ્ટ: રક્ષાબંધન (કાનપુર-લખનઉમાં બેંક બંઘ)
13 ઓગસ્ટ: બીજો શનિવાર
14 ઓગસ્ટ: રવિવાર
15 ઓગસ્ટ: સ્વતંત્રતા દિવસ
16 ઓગસ્ટ: પારસી નવવર્ષ (મુંબઈ-નાગપુરમાં બેંક બંધ)
18 ઓગસ્ટ: જન્માષ્ટમી (તમામ જગ્યાએ)
19 ઓગસ્ટ: જન્માષ્ટમી શ્રાવણ વદ-8/કૃષ્ણ જયંતી (અમદાવાદ, ભોપાલ, ચંદીગઢ, ચેન્નાઈ, ગંગટોક, જયપુર, જમ્મુ, ગટના, રાયપુર, રાંચી, શિલાંગ, શિમલા, શ્રીનગરમાં બેંક બંધ)
20 ઓગસ્ટ: કૃષ્ણ અષ્ઠમી (હૈદરાબાદ)
21 ઓગસ્ટ: રવિવાર
27 ઓગસ્ટ: ચોથો-શનિવાર
28  ઓગસ્ટ: રવિવાર
29 ઓગસ્ટ: શ્રીમંત શંકરદેવ તિથિ (ગુવાહાટી)
31 ઓગસ્ટ: ગણેશ ચતુર્થી (ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં બેંક બંધ)

ઓનલાઈન બેકિંગ સેવાઓ ચાલું રહેશે
ભલે તહેવારી મહિનામાં બેંકમાં અડધાથી વધારે દિવસો રજાઓ હોય, પરંતુ તમે પોતાના બેકિંગ સાથે જોડાયેલા કામ ઓનલાઈન મોડમાં પુરા કરી શકો છો. ઓનલાઈન બેકિંગ સર્વિસનો ઉપયોગ તમામ દિવસે ઉપલબ્ધ રહેશે. તેની સાથે જ તમને જણાવી દઈએ કે રાજ્યો અને શહેરોમાં બેંકોની રજાઓ પણ અલગ અલગ હોય છે, જોકે, બેકિંગ અવકાશ વિભિન્ન રાજ્યોમાં મનાવવામાં આવતા તહેવારો અને તે રાજ્યોમાં થનાર અન્ય આયોજનો પર નિર્ભર કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news