7 મેના રોજ અમદાવાદ સહિત ભારતના શહેરોમાં બંધ રહેશે બેંકો, વહેલા પતાવી દેજો કામ

Bank holiday: 7 મેના રોજ દેશના ઘણા શહેરોમાં બેંકો બંધ રહેશે. આ દિવસે દેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આ અંગે ચૂંટણી પંચે અગાઉથી જ જાહેરનામું બહાર પાડ્યું હતું. ચાલો યાદી પર એક નજર કરીએ.

7 મેના રોજ અમદાવાદ સહિત ભારતના શહેરોમાં બંધ રહેશે બેંકો, વહેલા પતાવી દેજો કામ

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી 19 એપ્રિલ 2024થી શરૂ થઈ ગઈ છે. પરિણામ 4 જૂન, 2024 ના રોજ જાહેર કરવામાં આવશે. સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. ચૂંટણીના છેલ્લા બે તબક્કા દરમિયાન કેટલાક શહેરોની બેંકો બંધ રાખવામાં આવી હતી. એવામાં 7 મેના રોજ થનારા ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન પણ કેટલાક શહેરોમાં બેંકો બંધ રહેશે. જો તમારી પાસે 7મી મેના રોજ બેંક સંબંધિત કોઈ કામ બાકી હોય તો પહેલા આ યાદી તપાસો, નહીં તો તમારે બેંકમાંથી ખાલી હાથ પાછા ફરવું પડી શકે છે.

આ શહેરોમાં બંધ રહેશે બેંક
લોકસભાની ચૂંટણીને લઇને આરબીઆઇએ પહેલાંથી હોલીડે કેલેન્ડર જાહેર કરી દીધું છે. તેના અનુસાર ત્રીજા તબક્કાના મતદાન માટે અમદાવાદ, ભોપાલ, પણજી અને રાયપુરમાં બેંકો બંધ રહેશે. RBI બેંકોને બંધ રાખવાના દિશા-નિર્દેશો એટલા માટે આપે છે. જેથી ચૂંટણી શાંતિ પૂર્ણ રીતે સંપન્ન કરાવી શકાય. જોકે આ રજાઓના લીધે બેંક કર્મચારીઓનો પગાર કાપવામાં આવશે નહી. 

આ બેઠકો પર ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાવાની છે
કોકરાઝાર, ધુબરી, બરપેટા, ગુવાહાટી, ઝાંઝરપુર, સુપૌલ, અરરિયા, મધેપુરા, ખાગરિયા, સુરગુજા, રાયગઢ, જાંજગીર-ચાંપા, કોરબા, બિલાસપુર, દુર્ગ, રાયપુર, ઉત્તર ગોવા, દક્ષિણ ગોવા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી, સુરત, નવસારી, વલસાડ, ચિક્કોડી, બેલગામ, બાગલકોટ , બીજાપુર, ગુલબર્ગ, રાયચુર, બિદર, કોપ્પલ, બેલ્લારી, હાવેરી, ધારવાડ, ઉત્તરા કન્નડ, દાવનગેરે, શિમોગા, મોરેના, ભીંડ, ગ્વાલિયર, ગુના, સાગર, વિદિશા, ભોપાલ, રાજગઢ, રાયગઢ, બારામતી, ઉસ્માનાબાદ, લાતુર , માધા, સાંગલી, સતારા, રત્નાગીરી-સિંધુદુર્ગ, કોલ્હાપુર, હતકંગલે, સંભલ, હાથરસ, આગ્રા, ફતેહપુર સિકરી, ફિરોઝાબાદ, મૈનપુરી, એટાહ, બદાઉન, અમલા, બરેલી, માલદા ઉત્તર, માલદા દક્ષિણ, જાંગીપુર, મુર્શિદાબાદ, દાદર અને નાગરાબાદ , દમણ અને દીવ, અનંતનાગ-રાજૌરી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news