Avalon Technologies IPO: ગ્રે માર્કેટમાં પ્રીમિયમ હાઈ, મોટી કમાણી કરાવી શકે છે આ આઈપીઓ, જાણો દરેક વિગત

Avalon Technologies નો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. તમે પણ આઈપીઓમાં રોકાણ કરતા હોવ તો આ સારી તક છે. એવલોન ટેક્નોલોજીસના આઈપીઓ સાથે જોડાયેલી દરેક વિગત જાણો. 

Avalon Technologies IPO: ગ્રે માર્કેટમાં પ્રીમિયમ હાઈ, મોટી કમાણી કરાવી શકે છે આ આઈપીઓ, જાણો દરેક વિગત

નવી દિલ્હીઃ IPO: આઈપીઓ દ્વારા શેર બજારમાં પૈસા લગાવનારા રોકાણકારો માટે એક સારા સમાચાર આવ્યા છે. શેર બજારમાં Avalon Technologies નો આઈપીઓ ઓપન થવા જઈ રહ્યો છે. કંપનીનો આઈપીઓ 3 એપ્રિલથી 6 એપ્રિલ 2023 સુધી ઓપન રહેશે. આવો જાણીએ ગ્રે માર્કેટ પ્રીમિયમ સહિત આ આઈપીઓ સાથે જોડાયેલી દરેક વિગત...

ગ્રે માર્કેટમાં કંપનીની સ્થિતિ
ગ્રે માર્કેટ પર નજર રાખનાર એક્સપર્ટ અનુસાર શેર 24 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. જો આ સ્થિતિ આવનારા સમયમાં યથાવત રહી તો કંપનીના શેરનું લિસ્ટિંગ 460 રૂપિયાની આસપાસ થઈ શકે છે. નોંધનીય છે કે શેર બજારમાં કંપની 18 એપ્રિલ 2023ના લિસ્ટિંગ થઈ શકે છે. 

Avalon Technologies આઈપીઓ ડીટેલ્સ

1- Avalon Technologies આઈપીઓ ઓપન - 3 એપ્રિલ 2023 

2- Avalon Technologies આઈપીઓ ક્લોઝ - 6 એપ્રિલ 2023 

3- Avalon Technologies આઈપીઓની ફેસ વેલ્યૂ - 2 રૂપિયા પ્રતિ શેર

4- Avalon Technologies પ્રાઇઝ બેન્ડ - 415 રૂપિયાથી 436 રૂપિયા પ્રતિ શેર

5- Avalon Technologies લોટ સાઇઝ - 34 શેર

6- Avalon Technologies આઈપીઓ સાઇઝ - 865 કરોડ રૂપિયા

7- Avalon Technologies શેર અલોટમેન્ટ- 12 એપ્રિલ 2023 

8- Avalon Technologies આઈપીઓ લિસ્ટિંગ - બીએસઈ અને એનએસઈ 

9- Avalon Technologies આઈપીઓ લિસ્ટિંગ ડેટ - 18 એપ્રિલ 2023 

OFS દ્વારા 545 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના
પહેલાં કંપનીનો 1025 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવવાનો પ્રસ્તાવ હતો પરંતુ બાદમાં આઈપીઓની સાઇઝ ઘટાડી 865 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. ઈનીશિયલ પબ્લિક ઓફરિંગ હેઠળ કંપની ઇક્વિટી શેયર્સના ફ્રેશ ઈશ્યૂથી 320 કરોડ રૂપિયા અને પ્રમોટર્સ તથા વર્તમાન શેરધારકો દ્વારા શેયર્સના ઓફર ફોર સેલ (OFS)માધ્યમથી 545 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના બનાવી રહી છે. 

Avalon એક એન્ડ-ટૂ-એન્ડ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સોલ્યૂશન પ્રોવાઇડર છે અને 
Kyosan India, Zonar Systems Inc, Collins Aerospace, e-Infochips, The US Malabar Company, Meggitt (Securaplane Technologies Inc) and Systech Corporation તેના મુખ્ય ક્લાયન્ટ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news