તમે પણ સેકન્ડ હેન્ડ CNG કાર ખરીદવાનું વિચારી રહ્યા છે? આ વાતોને ભૂલથી પણ ન કરતા નજરઅંદાજ

પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવે લોકોનું ધ્યાન સીએનજી તરફ ખેંચ્યું છે. ગત થોડા દિવસોમાં સીએનજી ગાડીઓની ડિમાન્ડ ખૂબ વધી ગઇ છે. એવામાં નવી ગાડી ખરીદનારા લોકો તો સીએનજી કાર ખરીદી રહ્યા છે પરંતુ જે લોકો સેકન્ડ હેન્ડ કાર ખરીદી રહ્યા છે તે બહારથી સીએનજી ફીટ કરાવી રહ્યા છે જે તેમની ગાડી માટે હાનિકારક છે.

તમે પણ સેકન્ડ હેન્ડ CNG કાર ખરીદવાનું વિચારી રહ્યા છે? આ વાતોને ભૂલથી પણ ન કરતા નજરઅંદાજ

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવે લોકોનું ધ્યાન સીએનજી તરફ ખેંચ્યું છે. ગત થોડા દિવસોમાં સીએનજી ગાડીઓની ડિમાન્ડ ખૂબ વધી ગઇ છે. એવામાં નવી ગાડી ખરીદનારા લોકો તો સીએનજી કાર ખરીદી રહ્યા છે પરંતુ જે લોકો સેકન્ડ હેન્ડ કાર ખરીદી રહ્યા છે તે બહારથી સીએનજી ફીટ કરાવી રહ્યા છે જે તેમની ગાડી માટે હાનિકારક છે. એવામાં આવો જાણીએ સેકન્ડ હેન્ડ સીએનજી કાર ખરીદનારાઓએ કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ. 

ફેક્ટરી ફિટેડ સીએનજી કાર ખરીદવી ખૂબ જરૂરી
તમે પણ જો હાલમાં સેકન્ડ હેન્ડ સીએનજી કાર ખરીદવાનું વિચારી રહ્યા છે અથવા યૂઝડ સીએનજી કાર ચલાવી રહ્યા છો તો તમારે કેટલીક વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. સૌથી પહેલી વાત તો એ છે કે પ્રયત્ન કરો કે ફેક્ટરી ફિટેડ સીએનજી કાર જ ખરીદો. કારણ કે કંપની પોતાની સીએનજી કારોની સેફ્ટી પર ખાસ ભાર મૂકે છે અને તેને એન્જીન સાથે સારી રીતે ટ્યૂન કરે છે જેથી એન્જીન પણ સારું રહે છે અને લોકો સારી માઇલેજ સાથે સુરક્ષા પણ મળે છે. 

સમયાંતરે CNG કિટ ચેક કરતા રહો
જો તમે સેકન્ડ હેન્ડ સીએનજી કાર ખરીદી છે અથવા તમે પહેલાથી જ વપરાયેલી સીએનજી કારનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમારે સમયાંતરે આફ્ટર માર્કેટ સીએનજી કીટ ચેક કરાવતા રહેવું જોઈએ. ક્યાંયથી ગેસ તો લીક નથી થઇ રહ્યો ને અથવા સિલિન્ડરની ક્વોલિટી સાથે સમાધાન કરશો નહી. 

મોટાભાગના આ દરમિયાન થાય છે અકસ્માતો
છેલ્લા કેટલાક વર્ષોમાં એવા રિપોર્ટ્સ સામે આવ્યા છે જેમાં કારની CNG કિટમાં વિસ્ફોટની વાત કહેવામાં આવી છે. મોટાભાગના બ્લાસ્ટ ગેસ રિફ્યુઅલિંગ સમયે થાય છે. એટલા માટે તમે જોયું હશે કે સિલિન્ડર ભરતી વખતે પંપવાળા દરેકને કારમાંથી બહાર નીકળવાનું કહે છે.

સિલિન્ડર ભરાવતી વખતે આ વાતોનું રાખો ધ્યાન
સીએનજી કારમાં ગેસ ભરાવતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જ્યારે પણ તમે ગેસ ભરાવવા માટે સીએનજી સ્ટેશન પર જાવ છો તો કારમાંથી ઉતરીને થોડા દૂર ઉભા રહો. તમે ગેસ ભરાવતી વખતે કારમાં બિલકુલ બેસશો નહી. આ ઉપરાંત જ્યારે પણ મોકો મળે તો સીએનજી સિલિન્ડર ચેક કરાવો કે ક્યાંય લીકેજ તો નથી ને. આ બધાની સાથે એક વાત જરૂરી છે કે આફ્ટર માર્કેટ સીએનજી કિટ પોતાની કારમાં લગાવતી વખતે ગુણવત્તાનું ધ્યાન રાખો અને સસ્તાના ચક્કરમાં હલકી ક્વોલિટીની સીએનજી કીટ ન લગાવો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news