18 વર્ષની ઉંમરથી રોજના માત્ર 7 રૂપિયાની બચત કરો અને 60 વર્ષ બાદ દર મહિને મળશે 5 હજારનું પેન્શન, જાણો આ સરકારી યોજના વિશે

આજના સમયમાં નોકરી કરવાની સાથે નિવૃત્તિનું પ્લાનિંગ પણ કરવું પડે છે. નિવૃત્તિ બાદ દર મહિને એક ચોક્કસ રકમ મળે તો જીવન પસાર કરવામાં સરળતા રહે છે. તેવામાં જો તમે પણ નિવૃત્તિ બાદના જીવનનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો આ સરકારી યોજનામાં રોકાણ કરી શકો છો. 

18 વર્ષની ઉંમરથી રોજના માત્ર 7 રૂપિયાની બચત કરો અને 60 વર્ષ બાદ દર મહિને મળશે 5 હજારનું પેન્શન, જાણો આ સરકારી યોજના વિશે

નવી દિલ્હીઃ આજના સમયમાં દરેક લોકો ઈન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ કરે છે. રોકાણના મામલામાં કહેવામાં આવે છે કે તમે જેટલી જલ્દી શરૂઆત કરશો, તમે તમારા ભવિષ્યને એટલું સુરક્ષિત કરી શકશો. સામાન્ય રીતે લોકો રોકાણ દ્વારા ફંડ તો ભેગુ કરી લે છે, પરંતુ છતાં રેગ્યુલર આવકની ચિંતા રહેતી હોય છે, કારણ કે વૃદ્ધાવસ્થામાં શરીર સાથ આપતું નથી અને નાના-નાના કામો માટે પણ બીજા પર નિર્ભર રહેવું પડે છે. તેવામાં જો તમે નાણાકીય રીતે મજબૂત હોવ તો જીવન ખુબ સારૂ રહે છે. 

જો તમે નિવૃત્તિ બાદ રેગ્યુલર આવક મેળવવા ઈચ્છો છો તો તમે સરકારની અટલ પેન્શન યોજના (Atal Pension Yojana- APY)માં રોકાણ કરી શકો છો. ભારત સરકારની આ સ્કીમ દ્વારા 5000 રૂપિયા સુધીનું મહિને પેન્શન પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ તમને કેટલું પેન્શન મળશે, તે તમારા રોકાણ પર નિર્ભર રહે છે. કોઈપણ ભારતીય નાગરિક જે ટેક્સપેયર નથી અને જેની ઉંમર 18 વર્ષથી 40 વર્ષ સુધીની છે તે સરકારની આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. 

દરરોજ 7 રૂપિયા બચાવો, મહિને મળશે 5 હજારનું પેન્શન
જો તમે અટલ પેન્શન સ્કીમમાં માત્ર 18 વર્ષની ઉંમરથી રોકાણ કરવાનું શરૂ કરો તો તમારે ખુબ સામાન્ય રકમ દર મહિને રોકવી પડશે અને તમે 60 વર્ષની ઉંમરમાં મહિને 5000 રૂપિયાના પેન્શનની વ્યવસ્થા કરી શકો છો. જો તમે 18 વર્ષની ઉંમરથી આ સ્કીમમાં રોકાણ કરવાનું શરૂ કરો છો તો તમારે દર મહિને 210 રૂપિયા આ સ્કીમમાં જમા કરવા પડશે, એટલે કે રોજના 7 રૂપિયા બચાવવા પડશે. 

19 વર્ષની ઉંમરે દર મહિને 228 રૂપિયા
20 વર્ષની ઉંમરે દર મહિને રૂ. 248
21 વર્ષની ઉંમરે દર મહિને રૂ. 269
22 વર્ષની ઉંમરે દર મહિને રૂ. 292
23 વર્ષની ઉંમરે દર મહિને 318 રૂપિયા
24 વર્ષની ઉંમરે દર મહિને 346 રૂપિયા
25 વર્ષની ઉંમરે દર મહિને રૂ. 376
26 વર્ષની ઉંમરે દર મહિને 409 રૂપિયા
27 વર્ષની ઉંમરે દર મહિને 446 રૂપિયા
28 વર્ષની ઉંમરે દર મહિને રૂ. 485
29 વર્ષની ઉંમરે દર મહિને 529 રૂપિયા
30 વર્ષની ઉંમરે દર મહિને રૂ. 577
31 વર્ષની ઉંમરે દર મહિને 630 રૂપિયા
32 વર્ષની ઉંમરે દર મહિને 689 રૂપિયા
33 વર્ષની ઉંમરે દર મહિને 752 રૂપિયા
34 વર્ષની ઉંમરે દર મહિને 824 રૂપિયા
35 વર્ષની ઉંમરે દર મહિને રૂ. 902
36 વર્ષની ઉંમરે દર મહિને 990 રૂપિયા
37 વર્ષની ઉંમરે દર મહિને 1087 રૂપિયા
38 વર્ષની ઉંમરે દર મહિને 1196 રૂપિયા
39 વર્ષની ઉંમરે દર મહિને રૂ. 1318
40 વર્ષની ઉંમરે દર મહિને રૂ. 1454

કઈ રીતે ખોલાવશો એકાઉન્ટ
જો તમે પણ અટલ પેન્શન યોજના હેઠળ અરજી કરવા ઈચ્છો છો તો તે માટે સૌથી પહેલા કોઈ બેન્કમાં બચત ખાતુ ખોલાવી લો. જો તમારી પાસે બેન્ક ખાતુ છે તો તમારે ત્યાંથી યોજના માટે અરજી ફોર્મ લેવું પડશે. ફોર્મમાં નામ, ઉંમર, મોબાઈલ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર વગેરે જાણકારી ભરો. માંગવામાં આવેલા દસ્તાવેજ સાથે આપો. ત્યારબાદ ફોર્મને બેન્કમાં જમા કરાવો. તમારા તમામ દસ્તાવેજની ચકાસણી કરવામાં આવશે અને તમારૂ અટલ પેન્શન યોજનાનું એકાઉન્ટ ખોલી દેવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news