Exclusive : રિયલ્ટી સેક્ટરને મળશે બૂસ્ટર, ઇંફ્રા સ્ટેટસના દાયરામાં આવશે બધા પ્રોજેક્ટ

મંદીની મારનો સામનો કરી રહેલા રિયલ એસ્ટેટ સેક્ટરને ટૂંક સમયમાં બૂસ્ટરનો ડોઝ મળવાની આશા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રિયલ એસ્ટેટ સેક્ટરના ઇંફ્રા સ્ટેટસ (Infra Status in Real Estate Sector) નો દાયરો વધારવામાં આવશે. ઝી બિઝનેસને એક્સક્લૂસિવ જાણકારી મળી છે આગામી સમયમાં બધી રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ ઇંફ્રાના દાયરામાં આવશે.

Exclusive : રિયલ્ટી સેક્ટરને મળશે બૂસ્ટર, ઇંફ્રા સ્ટેટસના દાયરામાં આવશે બધા પ્રોજેક્ટ

નવી દિલ્હી: મંદીની મારનો સામનો કરી રહેલા રિયલ એસ્ટેટ સેક્ટરને ટૂંક સમયમાં બૂસ્ટરનો ડોઝ મળવાની આશા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રિયલ એસ્ટેટ સેક્ટરના ઇંફ્રા સ્ટેટસ (Infra Status in Real Estate Sector) નો દાયરો વધારવામાં આવશે. ઝી બિઝનેસને એક્સક્લૂસિવ જાણકારી મળી છે આગામી સમયમાં બધી રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ ઇંફ્રાના દાયરામાં આવશે. બધી એફોર્ડેબાલ જ ઇંફ્રાના દાયરામાં આવે છે. સરકારની આ પહેલથી એસ્ટેટ સેક્ટરને મોટી સંજીવની મળવાની આશા છે. 

બજેટ પહેલાં એલાન કરવાની આશા
સરકાર દ્વારા આ વિશે બજેટ પહેલાં જાહેરાત કરવાની આશા છે. સાથે જ સરકાર ઘર ખરીદનારોને મોટી ટેક્સની જાહેરાત કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે હોમ લોન પર 5 લાખ રૂપિયા સુધીના વ્યાજની ચૂકવણી કરતાં ખરીદારોને 10 ટકા સુધી છૂટ મળશે. 

વ્યાજ પર 10 ટકાની છૂટ સંભવ
પહેલા ત્રણ વર્ષ માટે ઘર ખરીદનરાઓને 10 ટકા ટેક્સ છૂટ મળવાનો લાભ મળશે. આ વિશે પણ સરકાર દ્વારા બજેટ પહેલાં જાહેરાત કરવામાં આવી શકે છે. જો સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી શકે છે તો બજારમાં અર્ફોડેબલ હાઉસિંગથી આગળ એટલે કે 45 લાખ રૂપિયાથી વધુના ફ્લેટના વેચાણમાં તેજી આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news