₹20 ના શેરએ એક લાખના બનાવી દીધા ₹13 કરોડ, હવે કંપનીએ દરેક શેર પર કરી 500% ડિવિડેન્ડની જાહેરાત

શેર બજારમાં ઘણી સ્પેશિયલિટી કેમિકલ કંપનીઓ છે જેણે થોડા વર્ષોમાં રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આવી એક કંપની અલ્કાઇલ એમાઇન કેમિકલ્સ (Alkyl Amines Chemicals) છે. 

₹20 ના શેરએ એક લાખના બનાવી દીધા ₹13 કરોડ, હવે કંપનીએ દરેક શેર પર કરી 500% ડિવિડેન્ડની જાહેરાત

નવી દિલ્હીઃ Multibagger Stock Divident: શેર બજારમાં ઘણી સ્પેશલિટી કેમિકલ કંપનીઓ છે, જેણે થોડા વર્ષોમાં રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આવી એક કંપની- અક્લાઇલ અમાઇન કેમિકલ્સ (Alkyl Amines Chemicals) છે. આ શેર પર દાંવ લગાવનાર રોકાણકારને 5 કે 10 વર્ષના સમયમાં 8500 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે. 

1 લાખના બની ગયા લગભગ 13 કરોડ રૂપિયા
તો જે રોકાણકારોએ 16 વર્ષ સુધી આ શેર પર દાંવ લગાવી રાખ્યો તેને 12000 ટકાથી વધુનું રિટર્ન મળ્યું છે. વર્ષ 2007માં શેરની કિંમત 20 રૂપિયા હતી, જે હવે વધીને 2550 રૂપિયાના સ્તર પર પહોંચી ગઈ છે. રકમ પ્રમાણે જોવામાં આવે તો જે ઈન્વેસ્ટરોએ વર્ષ 2007માં 1 લાખ રૂપિયાનો દાંવ લગાવ્યો હશે, તેની રકમ આજે 13 કરોડ રૂપિયા આસપાસ હશે. હવે કંપનીએ 500% ડિવિડેન્ટ આપવાની જાહેરાત કરી છે. 

શેર બજારને આપેલી જાણકારીમાં કંપનીએ જણાવ્યું કે બોર્ડ ઓફ ડાયરેક્ટરે વર્ષ 2022-2023 માટે પ્રતિ શેર 10 રૂપિયા કે 2 રૂપિયાની ફેસ વેલ્યૂ પર 500 ટકા ડિવિડેન્ટ આપવાની ભલામણ કરી છે. તેની ચુકવણી આગામી એન્યુઅલ જનરલ બેઠકમાં શેરધારકો દ્વારા મંજૂરી મળ્યા બાદ કરવામાં આવશે. 

માર્ચ મહિનાના પરિણામ
માર્ચ ક્વાર્ટર દરમિયાન કંપનીની આવકમાં સામાન્ય ઘટાડો થયો છે અને તે 411.67 કરોડ પર છે. કંપનીનો નફો 4.78 ટકા વધીને 48.64 કરોડ રૂપિયા થઈ ગયો છે. એક વર્ષ પહેલાના ક્વાક્ટરમાં 46.42 કરોડ રૂપિયાનો પ્રોફિટ હતો. માર્ચ ક્વાર્ટર દરમિયાન કંપનીના 71.98 ટકા પ્રમોટર શેરહોલ્ડિંગ, 2.79 ટકા FII ભાગીદારી, 1.15 ટકા DIIની ભાગીદારી અને અને 24.08 ટકા જાહેર ભાગીદારીની સૂચના આપી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news