ફક્ત 1300 રૂપિયામાં થશે હવાઇ યાત્રા! ફટાફટ કરો ટિકિટ બુક, અહીં જુઓ રૂટ અને ભાડું
હવે તમે એકદમ સસ્તામાં દેશની સુંદર જગ્યાએ ફરી શકો છો. એટલું જ હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફ્લાઇટથી જવું સરળ થઇ જશે. પ્રાઇવેટ એરલાઇન એરએશિયા ઇન્ડીયા (AirAsia India) એ ઘણા ડોમેસ્ટિક રૂટ્સ પર સસ્તા દરની ટિકીટ માટે સેલ શરૂ કર્યો છે. તે
Trending Photos
AirAsia India Offer: હવે તમે એકદમ સસ્તામાં દેશની સુંદર જગ્યાએ ફરી શકો છો. એટલું જ હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફ્લાઇટથી જવું સરળ થઇ જશે. પ્રાઇવેટ એરલાઇન એરએશિયા ઇન્ડીયા (AirAsia India) એ ઘણા ડોમેસ્ટિક રૂટ્સ પર સસ્તા દરની ટિકીટ માટે સેલ શરૂ કર્યો છે. તેના અંતગર્ત તમે 31 માર્ચ 2023 સુધી સફર કરવા માટે આ સેલમાં સસ્તા દરે ટિકીટ બુક કરાવી શકો છો. આવો જાણીએ વિસ્તારપૂર્વક.
અત્રે ઉલ્લેખનીય છે કે મલેશિયાના એરએશિયા ગ્રુપનો ભાગ છે. એરએશિયા ઇન્ડીયામાં ટાટા સન્સની 83.67 ટકાની ભાગીદારી છે. આ ઉપરાંત એરલાઇનમાં એરએશિયા ઇન્વેસ્ટમેંટ લિમિટેડ પાસે બાકી ભાગીદારી છે. એરલાઇને કહ્યું કે આ ઓફર અંતગર્ત સીટો સીમિત છે, એટલા માટે જલદી જ તમે પોતાનું બુકિંગ કરાવી લો. એટલું જ નહી આ ઓફર હેઠળ તમામ તારીખ ફ્લાઇટ્સ અથવા રૂટ્સ માટે ટિકિટ ઉપલબ્ધ નહી હોય. આ સિલેક્ટેડ રૂટ્સ અને ફ્લાઇટ માટે જ મળશે.
પહેલાં આવો, પહેલાં ઓફર મેળવો
એરલાઇને જાણકારી આપી કે આ ઓફર ફક્ત એરએશિયા ઇન્ડીયાની 15 ઘરેલૂ ઉડાનો પર લાગૂ છે. એટલું જ નહી, આ એક લિમિટેડ ઇન્વેંટ્રી ઓફર છે, જેમાં આઓ-પહેલાં પાઓ' આધાર પર ઉપલબ્ધ છે. NeuPass સભ્યો માટે ભાડું 1,300 રૂપિયાથી શરૂ થશે. આ ભાડામાં બેસ ફેર, ટેક્સ એરપોર્ટ ચાર્જીસ પણ સામેલ છે. જોકે તેમાં કંવીનિએન્સ ફી અથવા એંસિલરી સર્વિસીઝ સામેલ નથી. એટલે કે હવે તમેઅ એકદમ સસ્તામાં હવાઇ યાત્રા કરી શકો છો.
જો તમે પણ સસ્તામાં હવાઇ યાત્રા કરવા માંગો છો તો તાત્કિલ ટિકિટ બુક કરાવી લો, કારણ કે એરએશિયાનું કહેવું છે કે કંપની આ ઓફરને કંપની પણ બંધ કરી શકે છે. તેના કોઇપણ પ્રકારના કેન્સલલેશન, ટૅર્મિનેશન અથવા સ્થગિત પર મુસાફરોને પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રૂપથી હાનિના દાવા માટે જવાબદાર એરલાઇન્સ નહી હોય.
અત્યારે તાજેતરમાં જ એરએશિયાએ થોડા દિવસો પહેલાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી દેશના પાંચ મુખ્ય શહેરો માટે ઉડાનો શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ ઉડાનો આગામી પાંચ ઓગસ્ટથી શરૂ થશે. તેના અંતગર્ત લખનઉથી દિલ્હી, ગોવા, બેંગલુરૂ, કલકત્તા અને મુંબઇ માટે ફ્લાઇનું સંચાલન થશે. લખનઉથી આ શહેરો માટે દરરોજ ફ્લાઇટ ઉપલબ્ધ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે