Adani Group Share Price: લોનની ચુકવણી થતાં જ અદાણી ગ્રૂપના શેરના ભાવમાં ઉછાળો
Adani shares: બુધવારે શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં અદાણી ગ્રુપના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. ગ્રુપમાં આવનારી ત્રણ કંપનીઓને બાદ કરતાં બાકીની તમામ કંપનીઓમાં વૃદ્ધિ જોવા મળી છે.
Trending Photos
Adani shares: બુધવારે શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં અદાણી ગ્રુપના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. ગ્રુપમાં આવનારી ત્રણ કંપનીઓને બાદ કરતાં બાકીની તમામ કંપનીઓમાં વૃદ્ધિ જોવા મળી છે. અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (એપીએસઈઝેડ) શેરોમાં શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં બીએસઈ પર વધારો થયો હતો.
અદાણી જૂથના જણાવ્યા અનુસાર, તેણે 31 માર્ચની સમયમર્યાદા પહેલા પ્રીપેમેન્ટ પ્રોગ્રામ પૂર્ણ કરવા માટે $2.65 બિલિયનની લોન ચૂકવી દીધી છે. જૂથને આશા છે કે આનાથી રોકાણકારોનો વિશ્વાસ પાછો મેળવવાના તેના પ્રયાસમાં મદદ મળશે. ગ્રૂપે જણાવ્યું છે કે શેરો સામે લીધેલી લોનમાંથી $2.15 બિલિયનની ચૂકવણી કરવામાં આવી છે અને બાકીની ચૂકવણી કરવાની પ્રક્રિયા ચાલુ છે.
આ પણ વાંચો:
આલિયા ભટ્ટે આ સુપરહિટ ફિલ્મો કરી છે રિજેક્ટ, અક્ષય-આમિરની ફિલ્મો પણ લિસ્ટમાં સામેલ
ખતમ થવાની દિશામાં છે આ 2 ખેલાડીઓનું કરિયર, હવે ટીમ ઇન્ડિયામાં વાપસી કરવી અશક્ય
દિગ્ગજ એક્ટર સમીર ખખ્ખરનું નિધન, સિરિયલ નુક્કડમાં ‘ખોપરી’ના પાત્રથી થયા હતા ફેમસ
આ શેરોમાં જોવા મળ્યો ઘટાડો
અદાણી ગ્રૂપના કેટલાક શેરમાં વધારો થયો છે, તો કેટલીક કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. સમાચાર લખાય છે ત્યારે અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસના શેર 5 ટકાની સૌથી નીચી સર્કિટ સપાટીએ આવી ગયા હતા. જાણકારી માટે તમને જણાવી દઈએ કે અદાણી ગ્રુપની કંપનીઓના શેર મંગળવારે બંધ થયા હતા. આ પૈકી, અગ્રણી કંપની અદાણી એન્ટરપ્રાઇઝ ઇક્વિટી બજારોમાં 7% થી વધુના ઘટાડા સાથે બંધ થઈ હતી.
અંબુજા સિમેન્ટ એક્વિઝિશન અંગે અપડેટ
અદાણી ગ્રૂપે અંબુજા સિમેન્ટના એક્વિઝિશન માટે લીધેલી લોન વિશે પણ વાત કરી હતી, ઉપરાંત લોનની ચુકવણીની વિગતો પણ આપી હતી. જૂથ અનુસાર, તેની $500 મિલિયનની લોન પણ ચૂકવવામાં આવી છે. આ માટે જૂથે તેની ચાર કંપનીઓના શેર ગીરવે મૂક્યા હતા.
હિંડનબર્ગ વિવાદનો નિર્ણય ટૂંક સમયમાં આવી શકે છે
હિંડનબર્ગ સર્ચના અહેવાલ બાદ સુપ્રીમ કોર્ટે તેની તપાસ માટે છ સભ્યોની એક નિષ્ણાત સમિતિની રચના કરી છે. જેનું નેતૃત્વ સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ એએમ સપ્રે કરશે. તેમજ સુપ્રીમ કોર્ટે બજાર નિયામક સેબીને તેની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બે મહિનાની અંદર અદાણીના શેરના ભાવમાં કોઈ હેરાફેરી થઈ છે કે કેમ તેની તપાસ થવી જોઈએ.
આ પણ વાંચો:
VIDEO: મેકઅપ કરાવતા જ મહિલા બની 'સ્વર્ગની પરી', લોકોએ કહ્યું આટલો મોટો દગો
ભાભી કહીને યુવકે ચાર બાળકોની માતાનું અપહરણ કર્યું, પતિએ કરી અજબ ગજબની ફરિયાદ
રાશિફળ 15 માર્ચ: આ જાતકોને આજે મોટા આર્થિક લાભની પ્રબળ સંભાવના, બિઝનેસમાં પ્રગતિ થશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે