PAN-આધાર લિંક કરવાની સમયમર્યાદા 31 માર્ચ 2020 સુધી વધી

આ 8મી વખત છે જ્યારે સરકારે આધારને પેન સાથે જોડવાની સમયમર્યાદા વધારી છે. આવકવેરો ભરવા માટે આધારને પાન સાથે જોડવું ફરજીયાત છે. પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં સર્વોચ્ચ ન્યાયાલયે કેન્દ્ર સરકારની આધાર યોજનાને બંધારણીય સ્તર પર યોગ્ય ગણાવી હતી. 
 

PAN-આધાર લિંક કરવાની સમયમર્યાદા 31 માર્ચ 2020 સુધી વધી

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ પરમિનેન્ટ એકાઉન્ટ નંબર (PAN) અને આધાર લિંકિંગની સમયમર્યાદા ફરી એકવાર વધારી દીધી છે. જે લોકોએ અત્યાર સુધી આધારને પાન સાથે જોડ્યું નથી, તે હવે 31 માર્ચ 2020 સુધી આમ કરી શકે છે. સમયમર્યાદા 31 ડિસેમ્બર 2019ના પૂરી થઈ રહી હતી. 

આ 8મી વખત છે જ્યારે સરકારે આધારને પેન સાથે જોડવાની સમયમર્યાદા વધારી છે. આવકવેરો ભરવા માટે આધારને પાન સાથે જોડવું ફરજીયાત છે. પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં સર્વોચ્ચ ન્યાયાલયે કેન્દ્ર સરકારની આધાર યોજનાને બંધારણીય સ્તર પર યોગ્ય ગણાવી હતી અને પેનને આધાર સાથે જોડવાને ફરજીયાત સરકારની યોજનાને કાયદેસર ગણાવી હતી. 1 એપ્રિલ, 2019થી આવકવેરા રિટર્ન ભરવા માટે આધાર-પાન લિંક થવું જરૂરી છે. 

PAN 10 કેરેક્ટર (આલ્ફા-ન્યૂમેરિક) વાળી ઓળખ સંખ્યા છે, જે આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. આધાર 12 આંકડા વાળો યૂનીક આઇડેન્ટિફિકેશન સંખ્યા છે જેને યૂનિક આઈડેન્ડિફિકેશન ઓફ ઈન્ડિયા (UIDAI) તરફથી જારી કરવામાં આવે છે. તમે તેને I-T વેબસાઇટ કે SMSના માધ્યમથી લિંક કરી શકો છો. પાનને આધારથી જોડવા સમયે તે નક્કી કરો કે નામ, ડેટ ઓફ બર્થ અને જેન્ડરમાં કોઈ અંતર ના હોય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news