Mukesh Ambani: રિલાયન્સમાં કામ કરતા આ વ્યક્તિનો મુકેશ અંબાણી કરતા પણ વધુ પગાર, જાણો કેટલું છે અંતર

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં એક વ્યક્તિ એવા પણ છે જે મુકેશ અંબાણી કરતા પણ વધુ પગાર મેળવે છે. ફાઈનાન્શિયલ યર 2021-22માં તેમને 24 કરોડ પગાર મળ્યો હતો. જાણો મુકેશ અંબાણીને કેટલો મળ્યો હતો પગાર....

Mukesh Ambani: રિલાયન્સમાં કામ કરતા આ વ્યક્તિનો મુકેશ અંબાણી કરતા પણ વધુ પગાર, જાણો કેટલું છે અંતર

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં એક વ્યક્તિ એવા પણ છે જે મુકેશ અંબાણી કરતા પણ વધુ પગાર મેળવે છે. ફાઈનાન્શિયલ યર 2021-22માં તેમને 24 કરોડ પગાર મળ્યો હતો. જ્યારે મુકેશ અંબાણીને એ જ નાણાકીય વર્ષે 15 કરોડ રૂપિયા પગાર મળ્યો હતો. અત્રે જણાવવાનું કે આ વ્યક્તિ મુકેશ અંબાણીની ક્રિકેટ ફેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સનું કામ સંભાળે છે. આ ઉપરાંત તેઓ રિલાયન્સમાં અનેક મહત્વના પદો પર છે. 

તમને હવે આ વ્યક્તિનું નામ સાંભળવાની તાલાવેલી લાગી હશે તો અમે તમને જણાવી દઈએ કે આ વ્યક્તિનું નામ નિખિલ મેસવાની છે. જેઓ મુકેશ અંબાણી કરતા પણ વધુ પગાર મેળવે છે. નિખિલ મેસવાનીના મોટા ભાઈ હિતલ મેસવાની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર છે. નિખિલ મેસવાનીના પિતા રસિકલાલ મેસવાની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર ડાઈરેક્ટરમાંથી એક હતા. મેસવાની પરિવારને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ગ્રોથ સ્ટોરીમાં એક મહત્વનો ભાગ માનવામાં આવે છે. મુકેશ અંબાણી પણ આ બંને ભાઈઓ પર ખુબ ભરોસો કરે છે. 

નિખિલ મેસવાનીએ પોતાની કરયરની શરૂઆત પ્રોજેક્ટ ઓફિસર તરીકે કરી હતી. પરંતુ જોત જોતામાં તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટીવ પોસ્ટ પર પહોંચી ગયા. કંપનીના અનેક પ્રોજેક્ટ્સમાં તેમની મહત્વની ભૂમિકા હોવાનું કહેવાય છે. જામનગર રિફાઈનરી સાથે સમૂહના રિટેલ અને ટેલિકોમ બિઝનેસમાં પણ તેઓ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. જાન્યુઆરીમાં મધ્ય પ્રદેશમાં થયેલી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં પણ નિખિલ મેસવાનીએ કંપનીના ફ્યૂચર પ્લાનને લઈને સ્પીચ આપી હતી. આ તમામ વાતોથી મેસવાનીના રોલ અંગે અંદાજો લગાવી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news