Online Games માટે તમિલનાડુ સરકારે બનાવ્યો કાયદો, ગેમિંગ કંપનીઓ પર લાગશે લગામ

આ કાયદાના અમલીકરણ માટે રાજ્ય સરકારે પાંચ સભ્યોની ગેમિંગ ઓથોરિટીની રચના કરી છે. જેના ચેરમેન નિવૃત્ત અમલદાર હશે, જેમની રેન્ક ચીફ સેક્રેટરીથી નીચે નહીં હોય. ચેરમેન પાસે નિયમોનું પાલન ન કરનાર ગેમિંગ પ્લેટફોર્મ્સને શોકોઝ નોટિસ મોકલવાની સત્તા હશે.

Online Games માટે તમિલનાડુ સરકારે બનાવ્યો કાયદો, ગેમિંગ કંપનીઓ પર લાગશે લગામ

Online Games: નવા કાયદાના અમલીકરણ માટે રાજ્ય સરકારે પાંચ સભ્યોની ગેમિંગ ઓથોરિટીની રચના કરી છે. રજિસ્ટ્રેશન વિના કોઈ પણ ગેમિંગ કંપની કામ નહીં કરી શકે. તમિલનાડુ સરકારે ઓનલાઈન ગેમ્સ માટે નવો કાયદો બનાવ્યો છે. જે પ્રમાણે હવે ગેમ બનાવતી દેશની કે વિદેશની કંપનીઓએ ઓનલાઈન ગેમિંગ કમિશનમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તમિલનાડુ પ્રોહિબિશન ઓફ ઓનલાઈન ગેમ્બલિંગ એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમ્સ એક્ટ અમલમાં આવી ગયો છે. 

જે કંપનીઓ આમ કરશે, તેમની ગેમ્સને પ્રોત્સાહન આપવામાં આવશે. નોંધણી માટે, કંપનીઓએ તમિલનાડુ ગેમિંગ એસોસિએશનના સેક્રેટરી સમક્ષ 1 લાખ રૂપિયાની ફી જમા કરાવવી પડશે, આમ કર્યા બાદ જ તેમને ગેમ રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ મળશે. ફાઇલ જમા કર્યા પછી, એસોસિએશન તેની સમીક્ષા કરશે અને 15 દિવસમાં તેના સ્વીકાર કે અસ્વીકાર અંગે નિયમો હેઠળ નિર્ણય લેશે. જો ફાઈલમાં ખોટી માહિતી હશે, તો એસોસિએશન તે કંપનીને સ્પષ્ટીકરણ કરવા નોટિસ મોકલશે, જેનો કંપનીએ 15 દિવસમાં જવાબ આપવાનો રહેશે. 

નિવૃત્ત IAS ઓથોરિટીના ચેરમેન-
આ કાયદાના અમલીકરણ માટે રાજ્ય સરકારે પાંચ સભ્યોની ગેમિંગ ઓથોરિટીની રચના કરી છે. જેના ચેરમેન નિવૃત્ત અમલદાર હશે, જેમની રેન્ક ચીફ સેક્રેટરીથી નીચે નહીં હોય. ચેરમેન પાસે નિયમોનું પાલન ન કરનાર ગેમિંગ પ્લેટફોર્મ્સને શોકોઝ નોટિસ મોકલવાની સત્તા હશે. ચેરમેનની નિમણૂંક 5 વર્ષ માટે કે પછી 70 વર્ષની ઉંમર સુધી, બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી કરવામાં આવશે. એક વખત નિયુક્ત થયેલા ચેરમેન ફરીથી જવાબદારી નહીં સંભાળી શકે.

ઓનલાઈન ગેમને કારણે ઘણા લોકો દેવામાં ડૂબી જતા તમિલનાડુ સરકારે રાજ્યમાં ઓનલાઈન જુગાર કે સટ્ટાબાજીની અન્ય રમતો પર પ્રતિબંધ મૂક્યો છે. ઓનલાઈન રમી અને પોકર હાલ તમિલનાડુમાં પ્રતિબંધિત છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news