EPFO સબ્સક્રાઇબર્સ માટે Good News, મળતું રહેશે 8.5% વ્યાજ, જુઓ ક્યારે જાહેર થશે

કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) પર વર્ષ 2019-20 માટે 8.5 ટકા વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ અત્યાર સુધી તેને નોટિફાઇ કરવામાં આવ્યું હતું. કારણ કે PF પર 8.15 ટકા રિટર્ન માટે EPFO પાસે ફંડ હતો

EPFO સબ્સક્રાઇબર્સ માટે Good News, મળતું રહેશે 8.5% વ્યાજ, જુઓ ક્યારે જાહેર થશે

- EPFO ની સેન્ટ્રલ બોર્ડની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો

- EPFOના સબ્સક્રાઇબરને 8.5% ના દરથી વ્યાજ મળતું રહેશે

- પહેલા તબક્કામાં EPFO પોતાના સબ્સક્રાઇબર્સને 8.15 ટકાના દરથી વ્યાજ ચૂકવશે.

નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ  (EPFO)ના સબ્સક્રાઇબરને 8.5% ના દરથી વ્યાજ મળતું રહેશે, આ PF સબ્સક્રાઇબર્સ માટે રાહતના સમાચાર છે.આજે EPFO ની સેન્ટ્રલ બોર્ડની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા તબક્કામાં EPFO પોતાના સબ્સક્રાઇબર્સને 8.15 ટકાના દરથી વ્યાજ ચૂકવશે. બાકી 0.35 ટકા વ્યાજની ચૂકવણી ડિસેમ્બરમાં કરવામાં આવશે. EPFO સબ્સક્રાઇબર્સને વ્યાજ આપવા માટે પોતાનું ઇક્વિટીમાં રોકાણ વેચશે. 

કેમ વેચવું પડી શકે છે ETF
જોકે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) પર વર્ષ 2019-20 માટે 8.5 ટકા વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ અત્યાર સુધી તેને નોટિફાઇ કરવામાં આવ્યું હતું. કારણ કે PF પર 8.15 ટકા રિટર્ન માટે EPFO પાસે ફંડ હતો, પરંતુ બાકીના 035 ટકા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ને પોતાનું ETF વેચવું પડશે, જેનો નિર્ણય આજે થઇ ગયો. પહેલાં CBT માર્ચ જ ETF હોલ્ડિંગ્સ વેચતી હતી પરંતુ હવે બજારમાં ભારે ઘટાડાના કારને આ યોજનાને રદ કરવામાં આવી. આ પ્રસ્તાવ જૂન સુધી માન્ય હતો, હવે ફરીથી રિન્યૂ કરવામાં આવ્યો. 

ETF રોકાણથી EPFOને નુકસાન
તમને જણાવી દઇએ કે  EPFO પાસે ફંડ ન હતું, જેના કારણે તે સબ્સક્રાઇબર્સને વ્યાજને ચૂકવી શકતું ન હતું. સમાચાર હતા કે એક્સચેંજ ટ્રેડેડ ફંડ (ETF) દ્વારા ગત પાંચ વર્ષથી કરવામાં આવી રહેલા રોકાણનું રિટર્ન EPFO માટે નેગેટિવમાં આવ્યું છે. જોકે EPFO પોતાની વાર્ષિક જમા રકમ પર 85 ટકા ભાગ ડેટ ઇંસ્ટ્રૂમેંટ્સ (જેમકે બોન્ડ્સ, ડિબેંચર વગેરે)માં રોકાણ કરે છે, જ્યારે બાકી 15 ટકા ETF દ્વારા ઇક્વિટી રોકાણ કરે છે. ઇક્વિટી રોકાણ એટલે કે શેર બજારમાં સામાન્ય રીતે વધુ જોખમવાળું હોય છે. પરંતુ રિટર્ન સારું હોય છે. આ વખતે કોરોના સંકટના લીધે ઇક્વિટી રોકાણનું પ્રદર્શન સારું રહ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news