7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ પર થશે ધનવર્ષા, એક જ ઝાટકામાં વધી જશે પગાર!

કેન્દ્રીય કર્મચારીઓને 1 જુલાઈથી પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) 28 ટકા આપવાનું શરૂ કર્યું છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું 17%થી વધારીને 28% કર્યું છે. આ દરમિયાન, હવે કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર છે. ખરેખર, તહેવારોની સિઝનમાં 3% મોંઘવારી ભથ્થું વધુ વધી શકે છે. અને જો આવું થાય, તો કુલ મોંઘવારી ભથ્થું 31% થશે. એટલે કે કર્મચારીઓ પર પૈસાનો વરસાદ થવાનો છે.

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ પર થશે ધનવર્ષા, એક જ ઝાટકામાં વધી જશે પગાર!

 

નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓને 1 જુલાઈથી પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) 28 ટકા આપવાનું શરૂ કર્યું છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું 17%થી વધારીને 28% કર્યું છે. આ દરમિયાન, હવે કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર છે. ખરેખર, તહેવારોની સિઝનમાં 3% મોંઘવારી ભથ્થું વધુ વધી શકે છે. અને જો આવું થાય, તો કુલ મોંઘવારી ભથ્થું 31% થશે. એટલે કે કર્મચારીઓ પર પૈસાનો વરસાદ થવાનો છે.

3 % વધુ વધશે મોંઘવારી ભથ્થું:
કર્મચારી યુનિયન માગ કરી રહ્યું છે કે સરકાર ટૂંક સમયમાં 3% મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરે, જેથી કર્મચારીઓને મોંઘવારીમાંથી થોડી રાહત મળી શકે. AICPI ઈન્ડેક્સનો ડેટા આવી ગયો છે. ઈન્ડેક્સ 121.7 પર પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં, જૂન 2021 માટે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો થવાનો છે. જૂન 2021 નો ઈન્ડેક્સ 1.1 પોઇન્ટ વધીને 121.7 થયો છે.

31% થઈ જશે મોંઘવારી ભથ્થુ:
આ હિસાબથી મોંઘવારી ભથ્થું 31.18 ટકા હશે, પરંતુ, DAની ગણતરી રાઉન્ડ ફિગરમાં કરવામાં આવે છે. આ કિસ્સામાં DA 31% રહેશે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે જૂન 2021 માટે મોંઘવારી ભથ્થું (DA) સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં જાહેર થઈ શકે છે. તે જ સમયે, તેની ચુકવણી સપ્ટેમ્બરના પગાર સાથે પણ થઈ શકે છે.

હવે કેટલી વધશે સેલેરી:
હવે જો મોંઘવારી ભથ્થું જૂનમાં 3 ટકા વધે તો કુલ DA 31 ટકા થઈ જશે. 7મા પગાર પંચ મેટ્રિક્સ અનુસાર, કેન્દ્રીય કર્મચારીઓની લેવલ -1ની સેલેરી રેન્જ 18,000થી 56900 રૂપિયા છે. હવે 18,000 રૂપિયાના મૂળ પગાર પર 28%ના દરે, માસિક મોંઘવારી ભથ્થું 5040 રૂપિયા છે, 31%ના દરે તે વધીને 5580 રૂપિયા થશે. તે મુજબ વાર્ષિક પગારમાં વધારો 6480 રૂપિયા થશે.

કેટલો વધશે પગાર?
1. કર્મચારીની બેસિક સેલેરી           18000 રૂપિયા

2. નવુ મોંઘવારી ભથ્થુ (31%)           5580 રૂપિયા/મહિને

3. અત્યાર સુધીનું મોંઘવારી ભથ્થુ      5040 રૂપિયા/મહિને

4. કેટલું મોંઘવારી ભથ્થુ વધ્યું              5580-5040= 540 રૂપિયા/મહિને

5. વાર્ષિક સેલેરીમાં વધારો                540*12= 6480 રૂપિયા

મહત્તમ બેઝિક સેલેરી પર કેલક્યુલેશન:

હવે તે કેલક્યુલેશન લેવલ-1ની મહત્તમ બેસિક સેલેરી 56900 રૂપિયા પર નજર કરીએ

31% DA પર કેલ્ક્યુલેશન:

1. કર્મચારીની બેસિક સેલેરી                        56900 રૂપિયા

2. નવું મોંઘવારી ભથ્થુ (31%)                      17639 રૂપિયા/મહિને

3. અત્યાર સુધીનું મોંઘવારી ભથ્થુ (28%)        15932 રૂપિયા/મહિને

4. કેટલુ મોંઘવારી ભથ્થુ વધ્યું                        17639-15932= 1707 રૂપિયા મહિને

5. વાર્ષિક સેલેરીમાં વધારો                           1707*12= 20484 રૂપિયા

એટલે વાર્ષિક સેલેરીમાં વધારે 20 હજાર 484 રૂપિયોનો થશે. હાલાકી તેમાં HRA સામે નથી. ફાયનલ સેલેરી HRAને જોડીને બનશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news