Prachi Desai ને Ajay Devgn પર કેમ આવ્યો ગુસ્સો? સિંઘમની કઈ હરકતથી અભિનેત્રીને થયું દુઃખ?
HAPPY BIRTHDAY PRACHI DESAI: ટેલિવિઝનથી લઈ ફિલ્મો સુધી પ્રાચીની સફર નથી રહી સરળ. 16 વર્ષ મોટા અભિનેતા સાથે ડેબ્યૂ કરી ઘરે ઘરે ફેમસ થઈ પ્રાચી દેસાઈ, માસૂમ ચહેરાએ જીત્યા લાખો લોકોના દિલ
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજ્જુ ગર્લ પ્રાચી દેસાઈને આજે કોઈ ઓળખથી જરૂર નથી, ટેલિવિઝનથી બોલિવુડ સુધીની પ્રાચી દેસાઈની સફર સંઘર્ષમય રહી છે અને સતત સંઘર્ષ થકી તેને લોકોના દિલ પર રાજ કર્યું છે. પ્રાચી દેસાઈએ ન માત્ર પોતાના દેખાવ પરંતુ અભિનયની ક્ષમતાથી દર્શકોના દિલ જીત્યા છે. કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ ન હોવા છતાં પ્રાચી દેસાઈએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલાયદી ઓળખ ઉભી કરે છે. પ્રાચીએ ટેલિવિઝન સિરિયલથી કારકિર્દીની શરૂઆત કરી અને સિરિયલથી ઘરે ઘરે ઓળખ ઉભી કરી દીધી હતી.
પ્રાચી દેસાઈનો જન્મ 12 સપ્ટેમ્બર 1988ના દિવસે થયો હતો, પ્રાચીનો 33મો જન્મદિવસ છે. સુરતી છોકરીને બાળપણથી અભિનયમાં રસ હતો. પ્રાચી દેસાઈએ વર્ષ 2006માં ટેલિવિઝનમાં એ ડેબ્યૂ કર્યું. પ્રાચી ZEE TVની ધારાવાહિક 'કસમ સે'માં જોવા મળી હતી. આ સિરિયલ આવી ત્યારે પ્રાચીની ઉમર ફકત 17 વર્ષની હતી, તે વખતે પ્રાચી દેસાઈએ પોતાનાથી 16 વર્ષ મોટા એકટર રામ કપૂર સાથે સિરિયલમાં જોડી બનાવી હતી. સિરિયલમાં 'બાની'નું પાત્ર એટલું લોકપ્રિય થયું કે લોકો તેને એ નામથી જ ઓળખવા લાગ્યા.
આ સિરિયલ દરમિયાન પ્રાચી દેસાઈની માસૂમિયત જોઈને લોકોને તેનાથી પ્રેમ થઈ ગયો પ્રાચીની લોકપ્રિયતા વધી અને તેને રિયાલિટી શો 'ઝલક દિખલા જા'માં ભાગ લીધો. પ્રાચીએ ન માત્ર ભાગ લીધો પરંતુ તેને આ શોમાં જીત પણ મેળવી હતી. ત્યારબાદ પ્રાચીને વર્ષ 2008માં ફરહાન અખ્તર સાથેની ફિલ્મ 'રોક ઓન' મળી. આ ફિલ્મમાં તેનું પાત્ર મોટું નહોતું પરંતુ તેના અભિનયની નોંધ લીધી.
'રોક ઓન' બાદ પ્રાચી દેસાઈ વર્ષ 2009માં 'લાઈફ પાર્ટનર' ફિલ્મમાં જોવા મળી હતી. તે સિવાય પ્રાચીએ વન્સ અપન અ ટાઈમ ઈન મુંબઈ, બોલ બચ્ચન, આઈ મી ઓર મે, પોલીસગીરી અને અઝહરમાં કામ કર્યુ છે. પ્રાચીના અભિનયના વખાણ કરાયા. હાલમાં પ્રાચી ફિલ્મ 'સાઈલેન્સ'માં મનોજ વાજપેયી સાથે જોવા મળી. ફિલ્મમાં તેને પોલીસ ઓફિસરનું પાત્ર ભજવ્યુ છે.
અજય દેવગનથી નારાજ પ્રાચી દેસાઈનું દર્દ છલકાયું:
પ્રાચી દેસાઈ અજય દેવગનની સુપરહિટ ફિલ્મ 'બોલ બચ્ચન'નો ભાગ રહી ચૂકી છે. અભિનેતા અજય દેવગને બોલ બચ્ચનના 8 વર્ષ પૂર્ણ થવા પર ટ્વીટ કર્યુ હતું, જેમાં તેણે અભિષેક બચ્ચનને અને રોહિત શેટ્ટીને ટેગ કર્યા, અને અમિતાભ બચ્ચનનો પણ આભાર માન્યો. અજય દેવગનનું આ ટ્વીટ જોઈ પ્રાચી દેસાઈથી સહન ન થયું અને તેણે ટ્વીટર પર અજય દેવગનની પોસ્ટ શેર કરી અને નારાજગી દર્શાવી કે ફિલ્મમાં તેણે, અસીને, કૃષ્ણા અભિષેકે, અસરાની અને દિવંગત અભિનેતા નીરજ વોરાએ પણ કામ કર્યું છે તો તેમને કેમ ક્રેડિટ ન આપી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે