7th Pay Commission: સરકારી કર્મચારીઓ આનંદો...જુલાઈથી આટલું વધશે મોંઘવારી ભથ્થું! જાણો ક્યારે થશે જાહેરાત

કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈને સારા સમાચાર આવ્યા છે. જુલાઈ 2024માં વધનારા મોંઘવારી ભથ્થાનો રસ્તો સાફ થઈ ગયો છે જો કે હજુ સુધી જૂન 2024ના AICPI ઈન્ડેક્સ આંકડા જાહેર કરાયા નથી. પરંતુ એ કન્ફર્મ થઈ ગયું છે કે તેમનું મોંઘવારી ભથ્થું કેટલું વધશે.

7th Pay Commission: સરકારી કર્મચારીઓ આનંદો...જુલાઈથી આટલું વધશે મોંઘવારી ભથ્થું! જાણો ક્યારે થશે જાહેરાત

કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈને સારા સમાચાર આવ્યા છે. જુલાઈ 2024માં વધનારા મોંઘવારી ભથ્થાનો રસ્તો સાફ થઈ ગયો છે જો કે હજુ સુધી જૂન 2024ના AICPI ઈન્ડેક્સ આંકડા જાહેર કરાયા નથી. પરંતુ એ કન્ફર્મ થઈ ગયું છે કે તેમનું મોંઘવારી ભથ્થું કેટલું વધશે. એકવાર ફરીથી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સારો એવો વધારો થઈ શકે છે. અત્રે જણાવવાનું કે ગઈ વખતે ચાર ટકા મોંઘવારી ભથ્થું વધ્યું હતું. લેબર બ્યુરો મોંઘવારી ભથ્થાને નક્કી કરનારા AICPI ઈન્ડેક્સના મે સુધીના આંકડા જાહેર કરી ચૂક્યુ છે. હવે જૂનના આંકડાની રાહ જોવાઈ રહી છે. 31 જુલાઈના રોજ આ આંકડા જાહેર થવાના હતા. પરંતુ તેમાં વિલંબ  થયો છે. જો કે હાલના ટ્રેન્ડ્સ જોઈએ તો મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો ઉછાળો જ આવી શકે છે. હાલ મોંઘવારી ભથ્થું 53 ટકાની નજીક પહોંચી ગયું છે. 

શું છે આ AICPI ઈન્ડેક્સ નંબર
AICPI ઈન્ડેક્સ નંબરથી મોંઘવારી  ભથ્થામાં કેટલો વધારો થઈ શકે તે નક્કી થાય છે. જાન્યુઆરીથી જૂન 2024 વચ્ચે આવેલા નંબર્સના આધારે નક્કી થશે કે જુલાઈ 2024થી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું કેટલું વધશે. અત્યાર સુધીમાં જાન્યુઆરીથી મે સુધીના આંકડા આવી ગયા છે. અત્રે જણાવવાનું કે સાતમા પગાર પંચ હેઠળ આવનારા કેન્દ્રીય કર્મચારીઓને 50 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. હવે જુલાઈથી નવું મોંઘવારી ભથ્થું લાગુ થશે. જાન્યુઆરીમાં ઈન્ડેક્સનો નંબર 138.9 અંક પર હતો. જેના કારણે મોંઘવારી ભથ્થું વધીને 50.84 ટકા થઈ ગયું હતું. ત્યારબાદ ફેબ્રુઆરીમાં ઈન્ડેક્સ 139.2 અંક, માર્ચમાં 138.9 અંક, એપ્રિલમાં 139.4 અંક અને મે મહિનામાં 139.9 અંક જોવા મળ્યું. આ પેટર્ન પર મોંઘવારી ભથ્થું 51.44 ટકા, 51.95 ટકા, એપ્રિલ સુધી 52.43 ટકા અને મે મહિનામાં 52.91 ટકા સુધી પહોંચી ગયું છે. 

કેટલો થઈ શકે વધારો?
એક્સપર્ટ્સનું માનીએ તો મોંઘવારી ભથ્થામાં 3 ટકાનું જ રિવિઝન જોવા મળી રહ્યું છે. ઈન્ડેક્સ મુજબ મે મહિના સુધી મોંઘવારી ભથ્થું 52.91 ટકા પર છે. હવે જૂન મહિનાના આંકડા આવવાના છે. જૂનમાં જો ઈન્ડેક્સ 0.7 ટકાથી પણ વધે તો તે 53.29 ટકા સુધી પહોંચશે. 4 ટકાના ઉછાળા માટે ઈન્ડેક્સ 143 અંક સુધી પહોંચે તે જરૂરી છે. જે હાલ તો અશક્ય જોવા મળી રહ્યું છે. ઈન્ડેક્સમાં આટલી મોટી તેજી આવશે નહીં. આથી કર્મચારીઓએ આ વખતે 3 ટકા વધારાથી જ સંતોષ કરવો પડશે. 

ક્યારે થશે જાહેરાત
કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં આગામી રિવિઝન 1 જુલાઈથી જ લાગૂ  થશે. પરંતુ તેની જાહેરાત સપ્ટેમ્બર કે ઓક્ટોબર સુધીમાં થઈ શકે છે. લેબર બ્યુરો પોતાના આંકડા નાણા મંત્રાલયને સોંપશે અને નાણા મંત્રાલયની ભલામણ પર તેને કેબિનેટથી મંજૂરી આપવામાં આવશે. સામાન્ય રીતે જુલાઈથી લાગૂ થનારા મોંઘવારી ભથ્થાની જાહેરાત સપ્ટેમ્બરના અંત કે ઓક્ટોબરની શરૂઆતમાં થાય છે. સપ્ટેમ્બરમાં જાહેરાત થવાની સ્થિતિમાં કર્મચારીઓને જુલાઈ અને ઓગસ્ટનું એરિયર મળશે અને તે મહિનાની સેલરીમાં ભેગું થઈને આવી જશે. 

શૂન્ય થવાના ચાન્સ નહીં?
કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્ય એટલે કે ઝીરો થવાના ચાન્સ નથી. મોંઘવારી ભથ્થાની ગણતરી આ રીતે ચાલતી રહેશે. તેને લઈને કોઈ નિયમ નક્કી કરાયા નથી. ગત વખતે જ્યારે બેઝ યરમાં ફેરફાર કરાયો હતો ત્યારે આમ કરાયું હતું. હવે બેઝ યર બદલવાની હાલ જરૂર લાગતી નથી અને આવી કોઈ ભલામણ પણ નથી. આથી કેન્દ્રીય કર્મચારીઓ માટે આગળની ગણતરી 50 ટકાથી આગળ થતી રહેશે.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news