7th Pay Commission: મોંઘવારી ભથ્થામાં ફસાયો પેચ, જાણો કેટલો થશે DA Hike !
7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવરી રાહતમાં વધારાનો પેજ ફસાઈ રહ્યો છે. લાગી રહ્યું છે કે કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ 7th Pay Commission: દેશના એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરો જ્યાં મોંઘવારી ભથ્થા (DA Hike)અને મોંઘવારી રાહત (DA hike)માં વધારાની રાહ જોઈ રહ્યાં છે. તો આ વખતે તેમાં કેટલો વધારો થશે તેનો પેચ ફસાઈ રહ્યો છે. પીટીઆઈના હવાલાથી સમાચાર આવી રહ્યાં છે કે કેન્દ્ર સરકાર આ વખતે તેમાં ત્રણ ટકાનો વધારો કરવાનો પ્લાન બનાવી રહી છે.
ઓલ ઈન્ડિયા રેલવેમેન્સ ફેડરેશનના મહાસચિવ સિવ ગોપાલ મિશ્રાનું પણ કહેવુ છે કે કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવા ઈચ્છે છે. જ્યારે શ્રમ મંત્રાલય તરફથી જારી AICPI આંકડાના આધાર પર કર્મચારી અને પેન્શનર્સ ડીએમાં ચાર ટકાના વધારાની માંગ કરી રહ્યાં છે.
હાલમાં સરકાર તરફથી મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓને આશા છે કે મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર જલદી તેની જાહેરાત કરી શકે છે. જાણવા મળી રહ્યું છે કે રક્ષાબંધન અને દિવાળી વચ્ચે કેન્દ્ર સરકાર ગમે ત્યારે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી શકે છે.
આ વચ્ચે સારી વાત છે કે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત (7th Pay Commission)માં થનારો વધારો 1 જુલાઈ 2023થી લાગૂ માનવામાં આવશે. જો સરકાર મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરે છે તો તે 42 ટકાથી વધી 45 ટકા થઈ જશે. તો 4 ટકાનો વધારો થશે તો મોંઘવારી ભથ્થું 46 ટકા થઈ જશે.
તમને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં થનારા આ વધારાથી કેન્દ્ર સરકારના લગભગ 47.58 લાખ કર્મચારી અને 69.76 લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે