ગુજરાતમાં ટૂંક સમયમાં શરૂ થશે LNG ટર્મિનલ, 2.5 મિલિયન ટન ઈંધણ થશે તૈયાર

ગુજરાતમાં હવે ટૂંક સમયમાં ત્રીજો LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) ટર્મિનલ શરૂ થશે. તેની સ્થાપના કચ્છના મુંદ્વામાં કરવામાં આવી રહી છે અને આ એલએનજી પર લગભગ 1380 કરોડનું રોકાણ થશે અને તેનો ઉદ્દેશ્ય છે દેશને ગેસ આધારિત અર્થવ્યવસ્થા બનાવવી.
ગુજરાતમાં ટૂંક સમયમાં શરૂ થશે LNG ટર્મિનલ, 2.5 મિલિયન ટન ઈંધણ થશે તૈયાર

કેતન જોશી, અમદાવાદ: ગુજરાતમાં હવે ટૂંક સમયમાં ત્રીજો LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) ટર્મિનલ શરૂ થશે. તેની સ્થાપના કચ્છના મુંદ્વામાં કરવામાં આવી રહી છે અને આ એલએનજી પર લગભગ 1380 કરોડનું રોકાણ થશે અને તેનો ઉદ્દેશ્ય છે દેશને ગેસ આધારિત અર્થવ્યવસ્થા બનાવવી.

ગુજરાતના ચીફ સેક્રેટરી અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડના ચેરમેન જેએન સિંહે એલએનજી વિશે જણાવ્યું છે કે ટૂંક સમયમાં આ ટર્મિનલ શરૂ થઇ જશે. આ ટર્મિનલ અદાની સમૂહ સાથે ભાગીદારીમાં તૈયાર થઇ રહી છે. તેમણે જણાવ્યું કે શરૂઆતના સમયમાં તેની ક્ષમતા વાર્ષિક 2.5 મિલિયન ટન રહેશે અને પછી તેને 5 મિલિયન ટન પ્રતિ વર્ષ કરી દેવામાં આવશે. 
LNG terminal

ગુજરાત બન્યું LNG ટર્મિનલનું હબ
ગુજરાતમાં આ ત્રીજું  LNG ટર્મિનલ તૈયાર થઇ રહી છે. તે પહેલાં દહેજ અને હજીરા પોર્ટમાં ટર્મિનલ તૈયાર થઇ ચૂકી છે. દહેજમાં પેટ્રોનેટ  LNG કંપનીના દ્વારા તેનું સંચાલ થઇ રહ્યું છે જ્યારે હજીરામાં શેલ કંપની તેનું સામિત્વ કરી રહી છે. અત્યારે ગુજરાતની વાર્ષિક  LNG ટર્મિનલ ક્ષમતા 15 મિલિયન ટન પર છે અને મુંદ્વાનું ટર્મિનલ શરૂ થતાં તેમાં વધારો થશે. 

વધુ જરૂરી છે  LNG ટર્મિનલ
આજે દેશમાં દિવસે ને દિવસે પર્યાવરણ પર ખરાબ અસર થઇ રહી છે. ડીઝલ અને પેટ્રોલના ઉપયોગથી પ્રદૂષણની માત્રા એટલી વધી ગઇ છે કે મોટા શહેરોમાં શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઇ રહી છે. એવામાં ગેસના ઉપયોગથી પર્યાવરણને મોટો ફાયદો થશે. બીજું આ પેટ્રોલ-ડીઝલના મુકાબલે સસ્તું છે. 

વડાપ્રધાનનું પણ સપનું
દેશને ગેસ આધારિત અર્થવ્યવસ્થામાં બદલવાની દિશામાં વડાપ્રધાનમંત્રીએ સપનું પણ જોયું છે. કેંદ્વ સરકારનો પ્રયત્ન છે સરકાર 400 જિલ્લાઓમાં ડબલ સિટી ગેસ નેટવર્ક કરશે. ઘરોમાં રસોઇ ગેસ કનેક્શન બે કરોડ સુધી પહોંચવું અને 10,000 સીએનજી વિતરણ સ્ટેશન લગાવવાની યોજના છે. ભારતમાં ગેસ આધારિત અર્થવ્યવસ્થા તરફ વધવાના હેતુ 2030 સુધી 6.2 ટકાથી વધુ 15 ટકા કરવામાં આવશે, જેથી લાખો રોજગાર પેદા થશે અને ઉત્સર્જનમાં કાપ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news