આજથી બદલાઈ જશે તમારું જીવનઃ બદલાઈ ગયા Banking, Income Tax થી માંડીને Gmail સહિતના નિયમો

Changes From 1st June: 1 જૂનથી ઘણા મોટા ફેરફાર આવી રહ્યા છે. બેન્કિંગ અને રસોઈ ગેસના દામ સહીત ઘણા ફેરફાર જોવા મળી શકે છે.

આજથી બદલાઈ જશે તમારું જીવનઃ બદલાઈ ગયા Banking, Income Tax થી માંડીને Gmail સહિતના નિયમો

નવી દિલ્લીઃ 1 જૂનથી વિવિધ સ્તરે ભારતમાં ઘણા મોટા ફેરફાર આવી રહ્યા છે. કોરોના કાળમાં હવે લોકોના જીવનમાં આ બીજો મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. બેકિંગ સેક્ટરના નિયમો, પેમેન્ટની પદ્ધતિ, પૈસાની લેવડ-દેવડ, સોશલ મીડિયાના નિયમો, ઈનકમ ટેક્સના નિયમો અને છેક રાંધણ ગેસને પણ આવરી લઈને ઘણાં બધા બદલાવ થવા જઈ રહ્યાં છે. 1 જૂનથી બેન્કિંગ અને રસોઈ ગેસના દામ સહીત ઘણા ફેરફાર જોવા મળી શકે છે. તો ઇન્કમ ટેક્સ સંબંધિત કામ માટે પણ તમારે ધ્યાન રાખવું પડશે.

રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર:
1 જૂનથી એલપીજી સિલિન્ડરના દરમાં ફેરફાર કરવાનું પણ શક્ય છે. ઓઇલ કંપનીઓ સામાન્ય રીતે દર મહિને નવા એલપીજી સિલિન્ડરના ભાવ ઇસ્યુ કરે છે. કેટલીકવાર મહિનામાં બે વાર ફેરફાર પણ જોવા મળે છે. જરૂરી નથી કે નવી કિંમતો 1 જૂને જાહેર થશે જ કેટલીકવાર દરો સમાન પણ રહે છે.

Income Tax સંબંધિત કામોમાં થશે બદલાવઃ
જો તમે Income Tax ઇ-ફાઇલિંગની તૈયારી કરી રહ્યા છો આ માહિતી ઉપર ધ્યાન આપો. આવકવેરા વિભાગે જણાવ્યું છે કે 1 જૂન, 2021 થી 6 જૂન 2021 સુધી, આવકવેરા વિભાગની ઇ-ફાઇલિંગ સેવા કામ કરશે નહીં. આવકવેરા વિભાગ કરદાતાઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને નવું ઇન્કમટેક્સ ઇ-ફાઇલિંગ પોર્ટલ શરૂ કરવા જઈ રહ્યું છે. આ પોર્ટલ પાછલી વેબસાઇટથી સંપૂર્ણપણે અલગ હશે. તે ઘણી નવી સુવિધાઓ મેળવશે જે પહેલાં ન હતી. આ નવું પોર્ટલ 7 જૂને એક નવા ઇન્ટરફેસ સાથે લોન્ચ કરવામાં આવશે. Www.incometaxindiaefiling.gov.in થી નવા પોર્ટલ www.incometaxgov.in તરફ માઈગ્રેશન કરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને તે 7 જૂનથી કાર્યરત થશે.

1 જૂનથી બદલાઈ જશે પેમેન્ટની પદ્ધતિ:
બેંક ઓફ બરોડા 1 જૂન 2021 થી ગ્રાહકો માટે ચેકથી ચુકવણીની પદ્ધતિ બદલવા જઈ રહી છે. ગ્રાહકોને છેતરપિંડીનો શિકાર બનતા અટકાવવા બેંકે Positive Pay Confirmation ફરજિયાત કરી દીધી છે. BOB અધિકારીઓનું કહેવું છે કે ગ્રાહકોએ જ્યારે 2 લાખ કે તેથી વધુ રૂપિયાના બેંક ચેક આપે છે ત્યારે જ આ પ્રણાલી હેઠળ ચેકની વિગતોની ફરીથી પુષ્ટિ કરવામાં આવશે.

નાની બચત યોજનાઓના વ્યાજના દરમાં ફેરફાર:
PPF, NSC, KVP અને સુકન્યા સમૃધિ જેવી નાની બચત યોજનાઓના વ્યાજના દર પણ આ મહિનામાં બદલવાના છે. સરકાર દર ત્રણ મહિને નાની બચત યોજનાઓ પર નવા વ્યાજ દર જાહેર થાય છે. કેટલીકવાર જુના વ્યાજ દરમાં સુધારો કરવામાં આવે છે. 31 માર્ચ નાણાકીય વર્ષ 2020-21 ના ​​અંતિમ ક્વાર્ટરના અંતે નવા વ્યાજ દર ઘટાડવામાં આવ્યા હતા જે 24 કલાકની અંદર પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.

1 જૂનથી બદલાઈ જશે Gmail ના નિયમો:
ગૂગલ 1 જૂનથી મોટા ફેરફારો કરી રહ્યું છે. હવે તમે 1 જૂન પછી ગૂગલ ફોટોઝ પર અમર્યાદિત ફોટા અપલોડ કરી શકશો નહીં. ગૂગલ અનુસાર દરેક જીમેલ યુઝરને 15 જીબી સ્પેસ આપવામાં આવશે. આ જગ્યામાં Gmail ઇમેઇલ્સ તેમજ તમારા ફોટા અને ગૂગલ ડ્રાઇવ શામેલ છે જ્યાં તમે બેકઅપ લો છો. જો તમે 15 જીબીથી વધુ જગ્યાનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમારે તેના માટે ચૂકવણી કરવી પડશે.

Paige Spiranac છે દુનિયાની સૌથી Sexy Golfer, હોલીવુડની હીરોઈનો પણ તેના સામે છે ફિક્કી

EPFO માં નવો નિયમ લાગૂઃ
જો તમે એક નોકરિયાત છો તો આ નિયમથી તમારા જીવનમાં બદલાવ આવશે. Employees’ Provident Fund Organisation (EPFO) પોતાના ખાતાધારકો માટે 1 જૂનથી નિયમમાં ફેરફાર કર્યો છે. EPFO નિયમ મુજબ તમારું PF Account હવેથી ફરજિયાત Aadhaar Card સાથે લીંક હોવું જોઈએ. જો આ નિયમનું પાલન નહીં થાય તો ખાતાધારકને પરેશાની વેઠવી પડશે.

બદલાઈ જશે Syndicate Bank ના IFSC કોડ:
Canara Bank એ Syndicate Bank ના ગ્રાહકોને 30 જૂન સુધી પોતાનો IFSC કોડ બદલવાની સુચના આપી હતી. 1 જૂનથી એમનો જૂનો આઈએફએસસી કોડ માન્ય નહીં ગણાય.

આજથી હવાઈયાત્રા થઈ ગઈ મોંઘીઃ
1 જૂન એટલેકે, આજથી ભારતમાં ઘરેલું એટલેકે, ડોમેસ્ટિક એરફેર (હવાઈયાત્રા) હવે મોંઘી થઈ ગઈ છે. કોરોના કાળમાં હવાઈયાત્રાના ભાડામાં ઓછામાં ઓછું 16 ટકા વધારો કરવામાં આવ્યો છે. જેને કારણે હવે તમારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કે એક શહેરમાંથી બીજી શહેરમાં વિમાનમાં મુસાફરી કરવી હશે તો પહેલાં કરતા વધારે નાણાં ચુકવવા પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news