IPO Next Week : પૈસા રાખો તૈયાર, આગામી સપ્તાહે ઓપન થશે 4 આઈપીઓ, 100% સુધી જોવા મળ્યો GMP
IPO Next Week : સ્ટીલ મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સ કંપની ઈન્ટરઆર્ક બિલ્ડીંગ પ્રોડક્ટ્સે તેના આગામી ₹1,186 કરોડના IPOની પ્રાઇસ બેન્ડ ₹850 થી ₹900 પ્રતિ શેર રાખી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય શેર બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, પરંતુ આઈપીઓ બજાર ખુબ મજબૂત છે. આવનારા સપ્તાહમાં ચાર કંપનીઓના આઈપીઓ આવી રહ્યાં છે જેમાં બે મેનબોર્ડ અને બે એસએમઈ આઈપીઓ છે. ઓરિએન્ટ ટેક્નોલોજીસ અને ઈન્ટરાર્ચ બિલ્ડિંગ મેનબોર્ડ આઈપીઓમાં આવશે. જ્યારે બ્રેસ પોર્ટ લોજિસ્ટિક્સ અને ફોર્કાસ સ્ટૂડિયો એસએમઈ સેગમેન્ટમાં આઈપીઓ લઈ આવશે. નવા આઈપીઓ સિવાય આ સપ્તાહે પાંચ કંપનીઓ શેર બજારમાં લિસ્ટ થશે.
સેબીની મંજૂરી મેળવી ચુકેલી 25 અન્ય કંપનીઓ આગામી સમયમાં લગભગ 22000 કરોડ રૂપિયા ભેગા કરવા માટે બજારમાં આવવાની યોજના બનાવી રહી છે, જેનાથી લાગે છે કે આઈપીઓનો સારો ટ્રેન્ડ યથાવત રહેશે. પેન્ટોમાથ કેપિટલ એડવાઈઝર્સના જણાવ્યા અનુસાર, "વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે ભારતની IPO સફળતાની વાર્તા આકાર લઈ રહી છે. દેશ આ ગતિ જાળવી શકશે કે કેમ તે ઘણા પરિબળો પર નિર્ભર રહેશે, જેમાં આર્થિક વૃદ્ધિ, નિયમનકારી લેન્ડસ્કેપ અને "વૈશ્વિક વિકાસનો સમાવેશ થાય છે. બજારના વલણો." ચાલો જોઈએ કે આવતા અઠવાડિયે IPO મોરચે શું થવાનું છે.
ઈન્ટરાર્ચ બિલ્ડિંગ પ્રોડક્ટ્સ (Interarch Building Products IPO)
સ્ટીલ મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સ આપનારી કંપની ઈન્ટરાર્ચ બિલ્ડિંગ પ્રોડક્ટ્સે પોતાના આગામી 1186 કરોડ રૂપિયાના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 850થી 900 રૂપિયા પ્રતિ શેર રાખી છે. આ આઈપીઓ 19 ઓગસ્ટે ખુલશે અને 21 ઓગસ્ટે બંધ થશે. તેમાં 200 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે અને બાકી 400.28 કરોડના શેર ઓફર ફોર સેલ હેઠળ વેચવામાં આવશે. તેમાં અરવિંદ નંદા, ગૌતમ સૂરી, ઈશાન સૂરી, શોભના સૂરી અને ઓઆઈએચ મોરીશશ લિમિટેડ સામેલ છે. કંપનીએ 1983માં શરૂઆત કરી હતી અને હવે તે ડિઝાઇન, એન્જિનિયરિંગ, નિર્માણ અને પરિયોજનાના મેનેજમેન્ટમાં એક મુખ્ય પ્લેયર બની ગઈ છે. અંબિત અને એક્સિસ કેપિટલ આ આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર છે. જ્યારે લિંક ઇનટાઇમ ઈન્ડિયા રજીસ્ટ્રાર છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 35 ટકા પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે.
ઓરિએન્ટ ટેક્નોલોજી (Orient Technologies IPO)
આઇટી સોલ્યુશન્સ કંપની ઓરિએન્ટ ટેક્નોલોજીએ તેના IPOની પ્રાઇસ બેન્ડ ₹195-206 પ્રતિ શેર રાખી છે. આ IPO 21મી ઓગસ્ટથી 23મી ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે. કંપની આ IPO દ્વારા ₹215 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે, જેમાંથી ₹120 કરોડ નવા શેર તરીકે જારી કરવામાં આવશે અને બાકીના ₹95 કરોડના શેર હાલના શેરધારકો દ્વારા વેચવામાં આવશે. જેમાં અજય બલિરામ સાવંત, ઉમેશ નવનીતલ શાહ, ઉજ્જવલ અરવિંદ મ્હાત્રે અને જયેશ મનહરલાલનો સમાવેશ થાય છે. ઓરિએન્ટ ટેક્નોલોજીએ આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આઈટી ઇનબેલ્ડ સર્વિસ (આઈટીઈએસ) અને ક્લાઉડ તથા ડેટા મેનેજમેન્ટ સર્વિસમાં મહારથ હાસિલ કરી છે. અલારા કેપિટલ આ આઈપીઓ માટે એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે અને લિંક ઇનટાઇણ ઈન્ડિયા રજીસ્ટ્રાર છે.
એસએમઈ સેગમેન્ટના આઈપીઓ
એસએમઈ સેગમેન્ટમાં ફાર્કાસ સ્ટૂડિયો અને બ્રેસ પોર્ટ લોજિસ્ટિક્સ બંને આઈપીઓ 19 ઓગસ્ટે ઓપન થશે અને 21 ઓગસ્ટે બંધ થશે. ફાર્કાસે પોતાના શેર માટે 77-80 રૂપિયા પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે, જ્યારે બ્રેસ પાર્ટે 76-80 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યાં છે. ફાર્કાસ સ્ટૂડિયોના શેર ગ્રે માર્કેટમાં 100 ટકા પ્રીમિયમ સાથે ટ્રેડ કરી રહ્યાં છે. તો બ્રેસ પાર્ટ લોજિસ્ટિક્સનો આઈપીઓ 112.50 ટકાના પ્રીમિયમ સાથે ટ્રેડ કરી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે