1 જૂનથી દેશભરમાં ટ્રેનો ચાલુ થશે, ગુજરાતને આ 10 ટ્રેન મળી
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાના કારણે દેશમાં પહેલીવાર લાંબો સમય સુધી ટ્રેન વ્યવહાર બંધ રહ્યો છે, ત્યારે 1 જૂનથી 200 સ્પેશિયલ ટ્રેન રેલવેના પાટા પર પરત ફરશે. આ વખતે આ ટ્રેનોને સ્પેશિયલ નંબર સાથે દોડાવવામાં આવશે. એટલે કે, આ ટ્રેનોનો નંબર સામાન્ય નંબરોથી અલગ હશે. તેઓને સ્પેશિયલ નંબર લગાવીને દોડાવવામા આવશે. હાલ છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં શ્રમિકો માટે ટ્રેન દોડાવવામા આવી રહી છે. જેમાં સૌથી વધુ ટ્રેનો ગુજરાતમાંથી દોડી છે. ત્યારે 1 જૂન, 2020થી શરૂ થવા જઈ રહેલ ટ્રેનોમાં ગુજરાતને પણ કેટલીક ટ્રેનો મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતને 10 ટ્રેનો મેળી છે. જેમાંથી મોટાભાગની અમદાવાદ રેલવે સ્ટેશન (ahmedabad railway station) થી જ દોડશે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોરોનાના દર્દીઓ માટે મોતનો કુવો, ગુજરાતના 50% મોત અહીં થયા
1 જૂનથી દેશભરમાંથી 200 ટ્રેનો દોડવાની છે. આ ટ્રેનો માટે બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. 200 ટ્રેનની યાદી સાથે તેનાં નીતિ નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. 200માંથી 10 ટ્રેન ગુજરાતને ફાળવવામાં આવી છે. 1 જૂનથી દિલ્હી, મુંબઈ, અમૃતસર અને અમદાવાદથી ટ્રેનો શરૂ થવા જઈ રહી છે. મહત્તમ 30 દિવસનું એડવાન્સ બુકિંગ થઈ શકશે અને ઓનલાઈન જ બુકિંગ થઈ શકશે. માત્ર એટલું જ નહીં જેટલી સીટ હશે એટલી જ ટીકિટ ઈસ્યૂ કરવામાં આવશે. હવે 200 ટ્રેનની યાદી સાથે તેનાં નીતિ નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. 200માંથી 10 ટ્રેન ગુજરાતને ફાળવવામાં આવી છે. જેમાંની મોટાભાગની ટ્રેનો અમદાવાદની છે.
- અમદાવાદ-હાવરા એક્સપ્રેસ
- દિલ્હી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ
- અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ
- મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ
- અમદાવાદ-વારાસણી સાબરમતી એક્સપ્રેસ
- સુરત-છાપરા તાપ્તિ ગંગા એક્સપ્રેસ
- અમદાવાદ-પટના અઝીમાબાદ એક્સપ્રેસ
- અમદાવાદ-મુઝ્ઝફરપુર (વાયા સુરત)
- અમદાવાદ-ગોરખપુર (વાયા સુરત)
- અમદાવાદ-નિઝામુદ્દીન (ગુજરાત સંપર્ક ક્રાંતિ)
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના અમદાવાદ, ભુજ, ગાંધીધામ, સાબરમતી, પાલનપુર, મહેસાણા અને વિરમગામ સ્ટેશનથી સોશિયલ ડિસ્ટનસિંગના નિયમો સાથે 22 મેથી રિઝર્વેશન કાઉન્ટર ખુલશે. જેના પરથી માત્ર કન્ફર્મ ટિકીટ મળશે. હાલ ટિકીટનું રિફંડ નહિ થાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે