Red Okra: 100 રૂપિયે કિલો વેંચાતા લાલ ભીંડાની ખેતી કરાવી શકે છે બંપર કમાણી, વર્ષે કમાઈ શકો છો 25 લાખ રૂપિયા

Red Okra: સામાન્ય રીતે તમે બજારમાં લીલા ભીંડા જ જોયા હશે પરંતુ લાલ ભીંડા પણ વધારે ખવાતા હોય છે. આ ભીંડા લીલા ભીંડાની સરખામણીમાં મોંઘા હોય છે. સાથે જ આ ભીંડામાં વિટામીન અને પોષક તત્વો પણ લીલા ભીંડા કરતા વધારે હોય છે. આ ભીંડાની માંગ પણ ખૂબ જ વધારે હોય છે તેથી ખેડૂતોને તેની ખેતી કરીને આવક વધારે મળી શકે છે.

Red Okra: 100 રૂપિયે કિલો વેંચાતા લાલ ભીંડાની ખેતી કરાવી શકે છે બંપર કમાણી, વર્ષે કમાઈ શકો છો 25 લાખ રૂપિયા

Red Okra: ભારતમાં હવે ખેડૂતો પારંપરિક ખેતીને બદલે ખેતીમાં પ્રયોગો કરવામાં પણ રસ લેવા લાગ્યા છે. ઘણા રાજ્યોમાં ખેડૂત હવે સફરજન આમળા જામફળ કેરી અને લીલા શાકભાજીની ખેતીને વધારે મહત્વ આપવા લાગ્યા છે. આ પ્રકારની વસ્તુઓની ખેતી કરવાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થઈ શકે છે. કારણ કે આ વસ્તુઓમાં ખેડૂતોને ઓછા ખર્ચે કમાણી વધારે થાય છે. આવી જ એક વસ્તુ છે લાલ ભીંડા જેની ખેતી કરવામાં ખર્ચ ઓછો થાય છે પરંતુ આવક લાખોમાં થાય છે.

આ પણ વાંચો:

સામાન્ય રીતે તમે બજારમાં લીલા ભીંડા જ જોયા હશે પરંતુ લાલ ભીંડા પણ વધારે ખવાતા હોય છે. આ ભીંડા લીલા ભીંડાની સરખામણીમાં મોંઘા હોય છે. સાથે જ આ ભીંડામાં વિટામીન અને પોષક તત્વો પણ લીલા ભીંડા કરતા વધારે હોય છે. આ ભીંડાની માંગ પણ ખૂબ જ વધારે હોય છે તેથી ખેડૂતોને તેની ખેતી કરીને આવક વધારે મળી શકે છે.

લાલ ભીંડાની ખેતીમાં વર્ષમાં બે વખત પાક ઉતરે છે. પહેલો પાક ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આવે છે અને બીજો પાક જૂનથી લઈને જુલાઈ કે ઓગસ્ટ સુધીમાં આવે છે. એટલે કે તમે લાલ ભીંડાની ખેતી વર્ષમાં બે વખત કરી શકો છો. 

બજાર કિંમતની વાત કરીએ તો એક કિલો લાલ ભીંડાના ભાવ બજારમાં સો રૂપિયા થી વધારે હોય છે. જો મોંઘવારી વધે તો તેનો ભાવ ₹500 કિલો સુધી પહોંચી શકે છે. ખેડૂત જો એક એકરની જમીનમાં લાલ ભીંડાની ખેતી કરે છે તો એક સિઝનમાં 50 થી 60 ક્વિન્ટલ લાલ ભીંડા નું ઉત્પાદન થાય છે. એક સિઝનના લાલ ભીંડા વેચીને ખેડૂતો 25 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news