આ છે દુનિયાની સૌથી મોંઘી કેરી, 1 કિલોનો ભાવ 2.75 લાખ રૂપિયા, જાણો શું છે વિશેષતા

Miyazaki Mango: શું તમે જાણો છો દુનિયાની સૌથી મોંઘી વિશે ખબર છે. દુનિયાની સૌથી મોંઘી કેરી લાખો રૂપિયે કિલોના ભાવે વેચાય છે. 

આ છે દુનિયાની સૌથી મોંઘી કેરી, 1 કિલોનો ભાવ 2.75 લાખ રૂપિયા, જાણો શું છે વિશેષતા

World Most Expensive Mango: ગરમીની સીઝન આવતાં જ  કેરીની ડિમાંડ પણ ખૂબ વધી જાય છે. હવે જેમ જેમ ગરમી વધી રહી છે. કેરીની માંગ પણ વધી રહી છે. તમે હાપુસ, અલ્ફાંસો, લંગડા, દશેરી કેરી તો ખૂબ ખાધી હશે પરંતુ શું તમે ક્યારેય જાંબલી રંગની કેરી ખાધી છે? જી હાં જાંબલી... જોકે જાંબલી રંગની કેરી ખાસકરીને જાપાનમાં ઉગાડવામાં આવે છે. આ કેરીની ખેતી એટલી હોય છે કે તેના એક કિલોના ભાવમાં તમે અનેક કિલો દશેરીથી માંડીને અલ્ફાન્સો કેરી લઇ શકો છો. 

જાપાનમાં ઉગનાર આ કેરીનું નામ મિયાઝાકી છે. તેના નામ કરતાં પણ આ કેરીની કિંમત ખાસ છે. આ કેરી 2.75 લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. આ કેરીની વિશેષતા વિશે વાત કરીએ તો તેનું વજન લગભગ 350 ગ્રામ છે અને તેમાં 15 ટકાથી વધુ ખાંડ હોય છે. આ કેરી ખૂબ જ ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે. ઝાડ પર ફળ આવ્યા બાદ એક-એક ફળને જાળીદાર કાપડથી બાંધવામાં આવે છે. જેના કારણે તેનો રંગ બદલાય છે.

ખૂબ ફાયદાકારક છે આ કેરી
મિયાઝાકી કેરીની ખેતી કરવાની રીત સરળ નથી. આ કેરીની ખેતી કરવામાં વિશેષ દેખભાળની જરૂર પડે છે. સાથે જ આ કેરી ખૂબ ઓછી માત્રામાં પાકે છે, જેથી તેની ડિમાન્ડ ખૂબ વધુ રહે છે. એક્સપર્ટનું માનીએ તો મિયાઝાકી કેરીની અંદર વિટામીન એ ખૂબ જ સારી માત્રામાં હોય છે, જે આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. આ ઉપરાંત તેમાં વિટામીન સી નો સારો સ્ત્રોત હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

તો બીજી તરફ કેરીમાં પોટેશિયમ પણ આવે છે, જોકે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં ખૂબ મદદ કરે છે. મિયાઝાકી કેરીની અંદર એંટીઓક્સીડેન્ટ પણ હોય છે. આ કેરી ત્વચાથી માંડીને વાળ સુધી બધા માટે ફાયદાકારક હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news