Agriculture: ગુજરાતના ખેડૂતો અવઢવમાં! મગફળીના ભાવ ખેડૂતોને "મામા" બનાવશે કે કરાવશે ફાયદો?

Gujarat Farmers: ગુજરાતના ખેડૂતો માટે સૌથી મહત્ત્વના સમાચારઃ ગુજરાતમાં વર્ષે 16થી 17 લાખ હેક્ટરમાં થાય છે મગફળીનું વાવેતર. હવે જગતના તાતને સતાવી રહી છે ભાવની ચિંતા.

Agriculture: ગુજરાતના ખેડૂતો અવઢવમાં! મગફળીના ભાવ ખેડૂતોને "મામા" બનાવશે કે કરાવશે ફાયદો?

Agriculture News: ગુજરાતમાં મગફળી એ ખરીફ સિઝનમાં વાવેતર કરાતો બીજા નંબરનો પાક છે. ખેડૂતો 2 મહિના બાદ ફરી મગફળીનું વાવેતર કરશે. હવે ખેડૂતો ગુજરાતમાં 2 સિઝનમાં મગફળીનું વાવેતર કરતા થયા છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખેડૂતો મોટાપાયે આ પાકનું વાવેતર કરે છે. મગફળીની બજારમાં નરમાઈ જોવા મળી હતી. ગરમીનું પ્રમાણ વધ્યું હોવાથી મગફળીની બજારમાં આગળ ઉપર વેચવાલી વધે તેવી સંભાવનાં દેખાય રહી છે. મગફળીની બજારમાં ગરમી જેમ વધશે તેમ મુંડાનું પ્રમાણ વધશે તો મગફળીના ભાવમાં પણ થોડું પ્રેશર આવી શકે છે. હાલમાં વેચવાલી ઓછી છે અને સામે લેવાલી પણ નથી. દાણામાં નિકાસ વેપારો નથી અને સામે સીંગતેલમાં ઘરાકી નથી. ગુજરાતમાં હાલમાં સરેરાશ પ્રતિ ક્વિન્ટલ મગફળીનો ભાવ 4500થી લઈને 6500 સુધીનો ચાલી રહ્યો છે. દર માર્કેટયાર્ડના ભાવ અલગ અલગ છે. 

તેલીબિયાં પાકોના રાજની વાતઃ
મગફળી (groundnut) એ તેલીબિયાં પાકોનો રાજા ગણાય છે. હાલમાં ૧૦૦ થી વધુ દેશોમાં મગફળીનું વાવેતર થાય છે. દુનિયામાં મગફળી ઉગાડતા દેશોમાંથી સૌથી વધારે ૬૫ થી ૭૦ લાખ હેકટર વાવેતર વિસ્તાર સાથે ભારતનું  વિશ્વમાં પ્રથમ છે. દેશોમાં હેકટરે ૧000 કિલોગ્રામ ની સરાસરી ઉત્પાદકતા સાથે કુલ ઉત્પાદન અંદાજે ૭૫ થી ૮૦ લાખ મેટ્રિક ટન થાય છે. ગુજરાત રાજયમાં મગફળીનું અંદાજીત ૧૫ થી ૧૭ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થાય છે જેમાંથી અંદાજીત ૨૦થી ૨૫ લાખ ટન ઉત્પાદન મળે છે. ગુજરાતમાં ઉનાળુ મગફળી (summer groundnut) ૧.૫ થી ૨.૦ લાખ હેકટર વિસ્તારમાં થાય છે. ગુજરાતમાં અને તેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર-કચ્છમાં મગફળીનું મોટાભાગનું વાવેતર ચોમાસાના વરસાદ આધારિત છે. ગુજરાતમાં ૨૦% ઊભડી, ૮૦% વેલડી અને અર્ધ વેલડી મગફળીનું વાવેતર થાય છે.

શું કહે છે મગફળીના વેપારીઓ?
મગફળીનાં વેપારીઓ કહે છેકે હાલનાં તબક્કે બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી, પંરતુ બજારો જેમ માલ બગડવા લાગશે તેમ વેચવાલી વધી શેક છે. ચોમાસું પાકનો ૪૦થી ૫૦ ટકા જેટલો માલ હજી ખેડૂતો અને સ્ટોકિસ્ટોનાં ઘરમાં પડયો હતો. મગફળીનાં ભાવમાં મણે રૂ.૧૦નો ઘટાડો જોવા મળ્યો છે. ઉનાળુ મગફળીનાં વાવેતર ચાલુ થઈ ગયા છે અને શરૂઆતનાં તબકકે ગત વર્ષની તુલનાએ ઓછા થયા છે, પરંતુ આગામી દિવસોમાં વાવેતર કેવા થાય છે તેની પર મોટો આધાર છે. 

મગફળીના વિસ્તારમાં ઘટાડો-
મગફળી એ ભારતનો મહત્વપૂર્ણ તેલીબિયાં પાક છે જે વિસ્તારની દ્રષ્ટિએ પ્રથમ અને ઉત્પાદનની દ્રષ્ટિએ બીજા ક્રમે છે. વૈશ્વિક સ્તરે ચીન મગફળીના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. તે પછી ભારત, નાઈજીરીયા, અમેરિકા, સુદાન અને સેનેગલ આવે છે. ક્રોપ ફોરકાસ્ટ કોઓર્ડિનેશન સેન્ટર (CFCC) ના અંદાજ મુજબ, ખરીફ પાક હેઠળ વાવણી થયેલો વિસ્તાર 2022-23માં 45.53 લાખ હેક્ટર (LH) થી ઘટીને 2023-24 માં 43.91 લાખ હેક્ટર થઈ ગયો છે. 2022-23માં રવિ સિઝન દરમિયાન, મગફળીનો વાવેતર વિસ્તાર 3.74 લાખ હેક્ટરથી ઘટીને 2.83 લાખ હેક્ટર થયો છે. ગોંડલમાં મગફળીની -૧૫૦૦ બોરીની થોડા દિવસો પહેલાં આવક હતી. ભાવ જી-૨૦નાં રૂ. ૧૨૦૦થી ૧૩૨૧, બીટી ૩૨નાં રૂ.૧૧૫૦થી ૧૨૫૦, ૩૭ નંબરમાં રૂ. ૧૧૦૦થી ૧૨૦૦, ૩૯ નંબરમાં રૂ.૧૧૫૦થી ૧૨૫૦, ૨૪ નંબરમાં રૂ. ૧૨૦૦થી ૧૨૫૦નાં ભાવ હતા. રાજકોટમાં ૪૫૦૦ બોરીની આવક હતી. ભાવ જી- ૨૦નાં રૂ.૧૧૯૦થી ૧૨૭૦, સુપરમાં રૂ. ૧૨૭૦૮ની ૧૩૧૦, ૩૯ નંબરમાં એવરેજ માલ રૂ.૧૧૦૦થી ૧૧૮૦, સુપર રૂ. ૧૧૫૦થી ૧૧૮૦, બીટી ૩૨માં એવરેજ રૂ.૧૧૪૦થી સ ૧૨૫૦ અને સુપર માલ 2 રૂ.૧૨૫૦થી ૧૨૯૦ હતાં. હિંમતનગરમાં ૧૦૦૦ ૫ બોરીની આવક હતી અને ભાવ ૫ રૂ.૧૧૯૦થી ૧૩૬૦ હતાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news