ડ્રોન દીદી : મોદી સરકારે 15 લાખનું ડ્રોન અને ઈલેક્ટ્રોનિક રિક્ષા આપી, પુનામાં મળી ટ્રેનિંગ
Agriculture News: બનાસકાંઠા જિલ્લાના આશાબેને યોજનાની સંપૂર્ણ માહિતી મેળવી અને સંબંધિત અધિકારીઓ સાથે વાત કર્યા બાદ તાલીમ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું આજે આ મહિલા નોંધપાત્ર કમાણી કરી રહી છે.
Trending Photos
ગુજરાતની મહિલાઓ ક્યારેય પાછળ ના રહી શકે . બનાસકાંઠા જિલ્લાની મહિલાઓનો આજે દેશમાં દબદબો છે. બનાસ ડેરીની શ્વેત ક્રાંતિ બાદ મહિલાઓ મહિને લાખો રૂપિયાનું દૂધ ભરાવીને શ્વાવલંબી બની ગઈ છે. બનાસકાંઠા જિલ્લાની આશાબેનને એન્જિનિયરિંગ ભણ્યા બાદ કંઈક નવું કરવું હતું. દરમિયાન, તેમને એક સરકારી યોજના વિશે જાણ થઈ, જેના હેઠળ ડ્રોન વડે ખેતરોમાં છંટકાવ કરવા માટે ડ્રોન ચલાવવાની તાલીમ આપવામાં આવે છે. આશાબેને યોજનાની સંપૂર્ણ માહિતી મેળવી અને સંબંધિત અધિકારીઓ સાથે વાત કર્યા બાદ તાલીમ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું આજે આ મહિલા નોંધપાત્ર કમાણી કરી રહી છે.
એન્જિનિયરિંગની ડીગ્રી કામ આવી
આ દરમિયાન એમના પતિનો પણ એમને પૂરો ટેકો મળ્યો, આ સમયે તેઓ પોતાની ત્રણ એકર જમીનમાં ઓર્ગેનિક ખેતી પણ કરી હતી, આશાબેનનો કાયદેસરનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો અને ડ્રોન ઉડાવવાની તાલીમ લેવા માટે તેની પસંદગી કરવામાં આવી. આ કેસમાં તેમની એન્જિનિયરિંગની ડીગ્રી પણ તેમને કામ આવી છે.
આ રીતે ભણીને મળ્યો મોકો
બનાસકાંઠાની મહિલાઓએ ગુજરાતમાં એક નવી અલગ ઓળખ ઉભી કરી છે. હવે તેઓ માત્ર ઘરનું કામ જ નથી કરી રહી પરંતુ પોતાની મહેનતથી સારી એવી કમાણી કરી રહી છે અને આ વિસ્તારમાં એક અલગ ઓળખ પણ મેળવી છે. આશાબેન ચૌધરીએ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ તેના માટે ઉપયોગી હતો, કારણ કે આ ડિગ્રીના કારણે તેને ડ્રોન દીદી બનવાની તક મળી. જો કે લગ્ન પછી નોકરી ન હોવાને કારણે આશાબેન થોડા ચિંતિત રહેતા અને હંમેશા તેમના પતિને કહેતા કે જ્યારે તેમની પાસે કોઈ કામ નથી તો આટલું ભણીને શું ફાયદો થશે. તેઓ કંઈક કરવા માંગતા હતા. આ દરમિયાન સરકારી યોજનાનો લાભથી ચાલતી ડ્રોન દીદી બનવાનો એમને મોકો મળી ગયો હતો.
યોજના હેઠળ ડ્રોન અને ઈ-રિક્ષા મળી
સરકાર આશાબેન ચૌધરીને ટ્રેનિંગ માટે પુણે લઈ ગઈ હતી. જ્યાં તેમને ડ્રોન વડે દવા અને જંતુનાશક દવાનો છંટકાવ કરવાની 15 દિવસની તાલીમ આપવામાં આવી હતી. પૂણેથી તાલીમ લીધા પછી, તેણે ડ્રોન પાઇલટનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. થોડા સમય પછી, તેમને ખેતરોમાં છંટકાવ કરવા માટે લગભગ 15 લાખ રૂપિયાનું ડ્રોન અને તેને મફતમાં ખેતરોમાં લઈ જવા માટે ઇલેક્ટ્રોનિક રિક્ષા આપવામાં આવી. આનાથી આશાબેનને ઘણો ફાયદો થયો. તેનાથી તેમના ગામની આસપાસના હજારો ખેડૂતોને પણ ફાયદો થયો કે જેઓ મેન્યુઅલ મશીનનો ઉપયોગ કરીને તેમના ખેતરોમાં દવાઓનો છંટકાવ કરતા હતા, જેમાં સમયનો પણ બચાવ થાય છે.
આશાબેન ચૌધરીને થયો મોટો ફાયદો
આ ઉપરાંત આશાબેન ચૌધરીને પણ આનો ઘણો ફાયદો મળી રહ્યો છે કારણ કે તેઓ ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરીને રોજના હજારો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. આ રીતે તે તેના પરિવારના સભ્યોને આર્થિક મદદ કરવા પણ સક્ષમ છે. આશાબેન કહે છે કે હવે તેણે પોતાના કે તેના બાળકોના શિક્ષણ અને અન્ય જરૂરિયાતો માટે બીજા કોઈ પાસેથી પૈસા માંગવાના નથી. હવે તે પોતાની કમાણીથી તેની અને તેના બાળકોની જરૂરિયાતો પૂરી કરી રહી છે. આ સાથે હવે નજીકના ગામોમાં તેની એક અલગ ઓળખ બની ગઈ છે. સરકાર આ યોજનામાં મદદ કરી રહી હોવાથી બીજી મહિલાઓને પણ ડ્રોન દીદી બનવાની સોનેરી તકો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે