Agriculture Loan: ખેડૂતો પર વારી ગઈ મોદી સરકાર! ગેરંટી વગર, સસ્તા વ્યાજે આપશે લોન
Agriculture Bank Loan: દેશના ખેડૂતોને બખ્ખાં થઈ ગયાં છે. સરકાર ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર 7% વ્યાજે લોન આપે છે. આ માટે સરકાર બજેટમાં લાખો રૂપિયાનું બજેટ ફાળવે છે. ખેડૂતોને આ યોજનમાં મોટો લાભ મળી શકે છે.
Trending Photos
Agriculture News Update: દેશભરમાં આ વર્ષે લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે. લોકસભા ચૂંટણીઓ પહેલાં મોદી સરકાર ખેડૂતોને ખુશ કરવા માંગે છે. તેથી કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. મોદી સરકારે સાવ સસ્તા વ્યાજ દરે ખેડૂતોને તગડી લોન આપવાની અને લાંબે ગાળે ચુકવણું કરવાની જબરદસ્ત ઓફર આપી છે. આ લોન લેવા માટે હવે ખેડૂતો લાઈનો લગાવી રહ્યાં છે. કારણકે, મોદી સરકારની આ લોન લેવા માટે હવે તમારે કોઈ ગેરંટર કે કોઈ ગેરંટીની જરૂર નથી. આ એ પાક સામે લોનની યોજના છે. જેમાં ખેડૂતો ગોડાઉનમાં પાક મૂકીને લોન લઈ શકે છે. ઘરે પાકને સંગ્રહ કરીને જગ્યા રોકવી એનાથી સૌથી સારી બાબત એ છે કે પાકને આ સ્કીમમાં મૂકી એડવાન્સમાં લોન લેશો તમે ફાયદામાં રહેશો.
લોકસભા ચૂંટણી પહેલાં ખેડૂતોને મનાવવા મોટી જાહેરાતઃ
દેશના ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન પીયૂષ ગોયલે આ અંગેની જાહેરાત કરી હતી. પીયૂષ ગોયલે જણાવ્યુંકે, હવે ખેડૂતોને કોઈપણ ગેરંટી વિના 7 ટકા વ્યાજ પર લોન આપવાનો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓ હેઠળ ખેડૂતોને આર્થિક મદદ તેમજ તકનીકી મદદ પણ મળી રહી છે. ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના પ્રધાન પીયૂષ ગોયલે હવે ખેડૂતોને કોઈપણ ગેરંટી વિના 7 ટકા વ્યાજ પર લોન આપવાનો નિર્ણય કર્યો છે.
ઇ-કિસાન પ્રોડ્યુસ ફંડ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યુંઃ
મંત્રીએ એવી પણ જાહેરાત કરી હતી કે WDRA ટૂંક સમયમાં વેરહાઉસ માલિકો માટે સિક્યોરિટી ડિપોઝિટને સ્ટોર મૂલ્યના વર્તમાન ત્રણ ટકાથી ઘટાડીને એક ટકા કરશે. ગોયલે અહીં એક કાર્યક્રમમાં 'ઈ-કિસાન ઉપજ નિધિ' નામના ડિજિટલ ગેટવેની રજૂઆત કરી હતી. તેનો હેતુ ખેડૂતોને WDRA રજિસ્ટર્ડ વેરહાઉસમાં રાખવામાં આવેલા સ્ટોર્સ સામે બેંકો પાસેથી લોન લેવાની સુવિધા પૂરી પાડવાનો છે.
e-NWR ના આધારે લોન આપવામાં આવે છે. હાલમાં WDRA હેઠળ 5,500 થી વધુ નોંધાયેલા વેરહાઉસ છે. બીજી તરફ કૃષિ વેરહાઉસની કુલ સંખ્યા એક લાખ જેટલી હોવાનો અંદાજ છે. મંત્રીએ ખેડૂતોની આવક વધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારતીય કૃષિને આધુનિક બનાવવા પર ભાર મૂક્યો હતો. ગોયલે કહ્યું કે આ ગેટવેની ઓફરથી ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી સાત ટકા વ્યાજ દરે લોન મળશે.
ખેડૂતોની આવક બમણી કરવા સરકારનો નવો પ્લાનઃ
પીયૂષ ગોયલે કહ્યું છે કે ખેડૂતોને રજિસ્ટર્ડ વેરહાઉસમાં રાખવામાં આવેલી તેમની પેદાશો સામે લોન આપવામાં આવશે. આ લોન સુવિધા આપવા માટે એક ડિજિટલ પ્લેટફોર્મ પણ બનાવવામાં આવ્યું છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે ખેડૂતોને ખેતી તરફ આકર્ષવા માટે આ સુવિધાઓ શરૂ કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે