યુદ્ધથી ત્રસ્ત મુસ્લિમ દેશની જિંદગી બદલી રહ્યો છે યોગ, ભારતના આ એક શહેરના કારણે બદલાઈ રહી છે તસવીર

Popularity of Yog in Syria: છેલ્લા 12 વર્ષથી ભીષણ ગૃહયુદ્ધ ઝેલી રહેલા સીરિયામાં અત્યાર સુધીમાં હજારો લોકોના જીવ ગયા છે અને ઘાયલ થઈ ચૂક્યા ચે. આમ છતાં ત્યાં હજુ પણ શાંતિના કોઈ એંધાણ નથી. પરંતુ હવે ભારતનું એક શહેર ત્યાં શાંતિ અને સૌહાર્દ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

યુદ્ધથી ત્રસ્ત મુસ્લિમ દેશની જિંદગી બદલી રહ્યો છે યોગ, ભારતના આ એક શહેરના કારણે બદલાઈ રહી છે તસવીર

Popularity of Yog in Syria: છેલ્લા 12 વર્ષથી ભીષણ ગૃહયુદ્ધ ઝેલી રહેલા સીરિયામાં અત્યાર સુધીમાં હજારો લોકોના જીવ ગયા છે અને ઘાયલ થઈ ચૂક્યા ચે. આમ છતાં ત્યાં હજુ પણ શાંતિના કોઈ એંધાણ નથી. પરંતુ હવે ભારતનું એક શહેર ત્યાં શાંતિ અને સૌહાર્દ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ શહેર કોઈ બીજુ નહીં પરંતુ યોગ નગરી તરીકે દુનિયામાં પ્રસિદ્ધ એવું ઋશિકેશ છે. 

સતત યુદ્ધથી ઉબાઈ ગયા છે લોકો
મીડિયા રિપોર્ટ મુજબ છેલ્લા લગભગ એક દાયકાથી સતત યુદ્ધ ઝેલી રહેલા સીરિયાના લોકો હવે આ સ્થિતિથી ઉબાઈ ગયા છે. અનેક પ્રકારની શારીરિક અને માનસિક યાતનાઓનો સામનો કરી રહ્યા છે. તેઓ હવે આ મેન્ટલ ટ્રોમામાંથી બહાર નીકળીને સામાન્ય જીંદગી પસાર કરવા માંગે છે. પરંતુ તેમને કોઈ રસ્તો દેખાતો નહતો. 

ઋષિકેશમાં શીખ્યો યોગ
પોતાના દેશમાં ચાલી રહેલા આતંકના માહોલમાંથી બહાર નીકળવા માટે લોકો દુનિયાના વિભિન્ન દેશોમાં શરણ લઈ રહ્યા છે. આ ગૃહ યુદ્ધ દરમિયાન એક સીરિયન વ્યક્તિ માજેન ઈસાએ યોગ ધ્યાન વિશે સાંભળ્યું. તેની ખાસિયતો જાણ્યા બાદ તેમણે યોગનો અભ્યાસ કરવા માટે હિમાલયની તળેટીમાં ભારતીય શહેર ઋષિકેશની મુલાકાત લેવાનું નક્કી કર્યું. ત્યાં પહોંચીને તેમણે યોગ ગુરુઓ પાસેથી યોગ વિશે જાણ્યું. ત્યાંથી પાછા ફર્યા બાદ તેમણે સીરિયામાં એક યોગ કેન્દ્રની સ્થાપના કરી. 

સીરિયામાં ઠેર ઠેર યોગ કેન્દ્ર
બ્રિટિશ પત્રિકા ધ ઈકોનોમિસ્ટના રિપોર્ટ મુજબ ખૂનખરાબાથી પરેશાન થઈ ચૂકેલા સીરિયાના લોકોને જલદી યોગ પસંદ આવી રહ્યો છે. શારીરિક અને માનસિક સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે સીરિયામાં ઠેર ઠેર લોકોએ યોગ શીખ્યો અને વિભિન્ન શહેરોમાં યોગ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા. હવે સ્થિતિ એવી છે કે સ્ટેડિયમ, ખેલના મેદાન, જંગલ કે પાર્કોમાં લોકો યોગનો અભ્યાસ કરતા જોવા મળી રહ્યા છે. 

રાષ્ટ્રપતિ બશર અલ અસદ પણ યોગના કાયલ
રિપોર્ટસ મુજબ સીરિયાના લોકો ગૃહ યુદ્ધના કારણે પેદા થયેલા તણાવને પહોંચી વળવા માટે યોગને સાધન તરીકે અપનાવી રહ્યા છે. તેની લોકપ્રિયતા જોઈને સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ પણ આ યોગ આંદોલનના પ્રબળ સમર્થક બની ગયા છે. તેઓ આ આંદોલનના પ્રચાર પ્રસારમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. આ આંદોલનના કારણે ત્યાં ગૃહયુદ્ધની આંચ ધીમી પડી રહી છે. જેનાથી દેશમાં શાંતિ સ્થપાવવાની આશા જાગી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news