અમેરિકન મેગેઝિને ખોલી ચીનની પોલ, ગલવાનમાં ઠાર માર્યા હતા 60થી વધુ ચીની સૈનિકોને

એલએસી પર ભારત-ચીનમાં ભારે તણાવ વચ્ચે એક અમેરિકાની મેગેઝિને દાવો કર્યો છે કે, ભારતની સામે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Chinese President Xi Jinping)ની દરેક ચાલ નિષ્ફળ રહી છે

અમેરિકન મેગેઝિને ખોલી ચીનની પોલ, ગલવાનમાં ઠાર માર્યા હતા 60થી વધુ ચીની સૈનિકોને

વોશિંગટન: એલએસી પર ભારત-ચીનમાં ભારે તણાવ વચ્ચે એક અમેરિકાની મેગેઝિને દાવો કર્યો છે કે, ભારતની સામે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Chinese President Xi Jinping)ની દરેક ચાલ નિષ્ફળ રહી છે, ખાસ કરીને ચીની સેનાની આક્રામક ગતિવિધિઓના આધાર પર ભારતીય જમીન પર કબજો કરવાની ચાલ. કેમ કે, ભારતીય સેનાએ બહાદુરી સાથે ચીનની સેનાને આગળ વધતી રોકી. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ગલવાન ખીણમાં બંને દેશોના સૈનિક વચ્ચે સંઘર્ષને લઇને ચીને સમગ્ર દુનિયાથી સત્ય છુપાવ્યું છે. આ સંઘર્ષમાં 60થી વધારે ચીની સૈનિકો માર્યા ગયા છે.

ચીની હુમલાના વ્યૂહરચનાકાર છે જિનપિંગ: ન્યૂઝવીક
અમેરિકાની મેગેઝિન ન્યૂઝવીક (The Newsweek)એ ભારત અને ચીન વચ્ચેના તણાવનું મુખ્ય કારણ શિ જિનપિંગને કહ્યું છે અને તે પીપલ્સ લિબ્રેશન આર્મી (People's Libration Army)ની ક્રિયાઓ પાછળના મુખ્ય વ્યૂહરચનાકાર છે. શી જિનપિંગ ઉપર ચીની કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા ભારત વિરુદ્ધ બદલાની કાર્યવાહી કરવા માટેનું દબાણ છે, ત્યારબાદ સંભવ છે કે જિનપિંગની સૂચનાથી ચીની સેના ફરીથી ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરીનો પ્રયાસ કરી શકે. તેની પાછળનું મોટું કારણ ચીની સેનાની નિષ્ફળતાના કલંકને ધોઈ નાખવું છે.

પીએલએની ચીન
રિપોર્ટ અનુસાર, પીપલ્સ લિબરેશન આર્મીના ભારતમાં આક્રમક રૂપથી વધવાનું મુખ્ય કારણ જિનપિંગ છે. પરંતુ આ યોજના સંપૂર્ણ રિતે નિષ્ફળ રહી, એવામાં પીએલએની ઘણી મશ્કરી થઇ છે. આ જ કારણ છે કે ચીન પીછેહટ કરી રહ્યું નથી અને ભારતીય સેના તેને આગળ વધતા રોકે છે.

નિષ્ફળતાના ડાઘ ધોવા માટે ચીન ફરીથી 'હુમલો કરશે'!
મેગેઝિને ચેતવણી આપી હતી કે, સરહદ પર ચીની કમ્યુનિસ્ટ પાર્ટી અને તેના અધિકારીઓની નિષ્ફળતા બીજા અભિયાનને પ્રેરણા આપી શકે છે. કેમ કે શી જિનપિંગ ચીનના અસલ શાસક છે. તેઓ પક્ષના સેન્ટ્રલ મિલિટ્રી કમિશન (Central Military Commission)ના અધ્યક્ષ છે, તેમજ કમ્યુનિસ્ટ પાર્ટી ચાઇના (Communist Party of China) ઉપરાંત પીપલ્સ લિબરેશન આર્મીના વડા છે. આવી સ્થિતિમાં, ચીની સેના તેમની સૂચનાઓ પર ભારત પર ફરીથી હુમલો કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news