Coronavirus: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદી વિશે કર્યો મોટો દાવો, જાણો શું કહ્યું?
Trending Photos
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને પહોંચી વળવા માટે તેમણે કરેલા કામોને બિરદાવ્યા છે.
'મોદીએ કામના કર્યા વખાણ'
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીના પોતાના હરિફ જો બાઈડેન પર પૂર્વ પ્રશાસન દરમિયાન 'સ્વાઈન ફ્લૂ'ને પહોંચી વળવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહેવાને લઈને નિશાન સાધતા દાવો કર્યો કે મોદીએ કોવિડ-19ની તપાસને અંગે થયેલા કામો બદલ તેમને બિરદાવ્યા છે.
ટ્રમ્પની ચૂંટણી રેલી
ટ્રમ્પે નેવાદાના રિનોમાં ચૂંટણી રેલીમાં કહ્યું કે 'અત્યાર સુધી, અમે ભારત સહિત અન્ય અનેક મોટા દેશોથી વધુ તપાસ કરી છે. અમેરિકા બાદ ભારતે સૌથી વધુ કોવિડ ટેસ્ટ કર્યા છે. અમે ભારત કરતા 4.4 કરોડ વધુ ટેસ્ટ કર્યા છે. પ્રધાનમંત્રી મોદીએ મને ફોન કરીને કહ્યું કે તમે તપાસના મામલે સારું કામ કર્યું છે.' રાષ્ટ્રપતિએ કહ્યું કે કોવિડ 19 મહામારીને પહોંચી વળવા મુદ્દે તેમના પર નિશાન સાધી રહેલા મીડિયાએ અમેરિકા દ્વારા થઈ રહેલી તપાસ પર મોદીની ટિપ્પણીને સમજવાની જરૂર છે.
3 નવેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રસ્તાવિત
ટ્રમ્પે કહ્યું કે બાઈડેનનો રેકોર્ડ દર્શાવે છે કે જો ચીની વાયરસ તેમના પ્રશાસન દરમિયાન આવત તો લાખોથી વધુ અમેરિકનોના મોત થયા હોત. ઉપરાષ્ટ્રપતિ તરીકે મંદી બાદ તેમના નેતૃત્વમાં ખુબ જ ધીમી ગતિએ આર્થિક સુધાર થયા. તેમણે દાવો કર્યો કે ચાર વર્ષમાં અમેરિકીઓને નોકરીઓ પાછી મળી. સરહદો સુરક્ષિત થઈ અને સેનાનું પુર્નગઠન થયું. અમેરિકામાં 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રસ્તાવિત છે. જેમાં ટ્રમ્પનો મુકાબલો બાઈડેન સાથે છે. (ઈનપુટ-ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે