દુનિયાનો સૌથી ગંધારો શખ્સ, 65 વર્ષથી શરીરને પાણીનું એક ટીપું પણ અડાડ્યુ નથી
Trending Photos
- અમોઉનું કહેવું છે કે, આ ગંદકી તેને 83 વર્ષની ઉંમરમાં પણ સ્વસ્થ અને હુષ્ટપુષ્ટ રાખે છે
- અમોઉની આ ગંદી આદતને કારણે તેને ગામની બહાર રહેવુ પડે છે
ઝી મીડિયા/બ્યૂરો :અત્યાર સુધી તમે અનેક આશ્ચર્ય કરી દેનારી ફેશન વિશે સાંભળ્યું હશે અને જોયું હશે. દુનિયામાં એક એકથી ચઢિયાતા રેકોર્ડ બનેલા છે. આજે અમે તમને એક એવા રેકોર્ડ વિશે બતાવવા જઈ રહ્યા છે, જેને સાંભળીને તમે પણ દંગ રહી જશો. આ વ્યક્ત ગત 65 વર્ષોથી ન્હાયો નથી. ઈરાનનો રહેવાસી અમોઉ હાજીનું કહેવું છે કે, ગત 65 વર્ષથી તેણે શરીરને પાણી અડાડ્યુ નથી. તે ન્હાયો જ નથી. તેની લાઈફસ્ટાઈલ જાણીને કોઈને પણ ચીતરી ચઢી જાય.
સ્વચ્છ વસ્તુઓથી નફરત છે
83 વર્ષીય અમોઉનું કહેવું છે કે, તેણે 65 વર્ષથી પોતાના શરીરને પાણીનું એક ટીપું પણ અડાડ્યું નથી. કેમ કે તેને પાણીથી ડર લાગે છે. તેનુ કહેવુ એમ પણ છે કે, જો તે નહિ ન્હાય તો બીમાર પડી જશે. અમોઉ ક્યારેય પણ પોતાની ખાવાપીવાની ચીજવસ્તુઓને પાણીથી સાફ પણ કરતો નથી. કેમ કે તેને સ્વચ્છ વસ્તુઓથી નફરત છે. અમોઉનું કહેવું છે કે, આ ગંદકી તેને 83 વર્ષની ઉંમરમાં પણ સ્વસ્થ અને હુષ્ટપુષ્ટ રાખે છે. તેના અનુસાર, તેઓ આ ગંદકીને કારણે જ આટલી લાંબી ઉંમરમાં જીવી રહ્યાં છે. આ સાથે જ આશ્ચર્ય રાખવુ ન જોઈએ કે, અમોઉની આ ગંદી આદતને કારણે તેને ગામની બહાર રહેવુ પડે છે. કોઈ તેની નજીક ફરકતુ નથી.
આ પણ વાંચો : ધન્વન્તરી રથના ડ્રાઈવરે ગુજરાતમાં સૌથી પહેલી વેક્સીન લીધી, કહ્યું-મને ગર્વ થયો
ડાયટ પણ અજીબોગરીબ
આ અદભૂત રેકોર્ડવાળા અમોઉની ડાયટ પણ એટલી જ અજીબોગરીબ છે. અમોઉ એક્સિડન્ટ કે કુદરીત રીતે મરનારા પ્રાણીઓનું સડેલુ માંસ ખાવાનું પસંદ કરે છે. તેને નોન વેજ ખાવાનું વધુ પસંદ છે. પ્રાણીઓના સડેલા માંસ ઉપરાંત અમોઉને ગંદું સડેલું ઘરેલુ શાકભાજીનો કચરો પણ ખાવાનું ગમે છે. અમોઉને સ્વાદિષ્ટ ભોજન ક્યારેય પસંદ આવતા નથી.
માટીમાં રહે છે અમોઉ
અમોઉનું પોતાનું કોઈ ઘર નથી. તે પોતાના ગામથી દૂર પહાડીની માટીની વચ્ચે રહે છે. જોકે, ગામડાના લોકોએ અમોઉ માટે એક નાનકડી ઝૂંપડી પણ બનાવી છે. અમોઉને માટીમાં રહેવું સુખદ લાગે છે. અમોઉને કોઈ પણ પ્રકારની ગંદકીથી કોઈ ઈન્ફેક્શન થતુ નથી. જોકે, ગામડાના લોકોને તેઓ સતત મળવા આવે છે.
આ પણ વાંચો : અમદાવાદમાં પ્રથમ વેક્સીન લેનાર ડો.પ્રતિક પટેલે કહ્યું, તમે કંઈક કરવા જાઓ છો તેવું વિચારો
સિગરેટનો શોખીન છે અમોઉ
તમને જણાવી દઈએ કે, અમોઉ સિગરેટના પીવાના બહુ શોખીન છે. પરંતુ આ શોખમાં પણ અમોઉએ ગંદગીમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. ગામડાના લોકો અમોઉને જે સિગરેટ આપે છે, તેને પૂરી થાય બાદ અમોઉ ચિલમમાં પ્રાણીઓનું સૂખુ મળ નાંખીને પીએ છે. અમોઉ કહેવાય છે કે, આ દુનિયાની સારી સુખ-સુવિધાઓ ત્યાગ કરીને તેઓ આ જીવનમાં બહુ જ ખુશ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે