'nudist' City નામથી મશહૂર આ રિસોર્ટ બન્યો કોવિડ-19નું નવું હોટસ્પોટ, લોકો કપડાં વગર ઘૂમે છે!

કોરોના મહામારીએ સમગ્ર દુનિયાને હચમચાવી નાખી છે અને બદલી પણ નાખી છે. દક્ષિણ ફ્રાન્સ  શહેરના એક રિસોર્ટ કે જેને ન્યૂડિસ્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે. તે હવે COVID-19 હોટસ્પોટમાં ફેરવાઈ ગયું છે. 

'nudist' City નામથી મશહૂર આ રિસોર્ટ બન્યો કોવિડ-19નું નવું હોટસ્પોટ, લોકો કપડાં વગર ઘૂમે છે!

પેરિસ: કોરોના મહામારી (Corona Virus) એ સમગ્ર દુનિયાને હચમચાવી નાખી છે અને બદલી પણ નાખી છે. દક્ષિણ ફ્રાન્સ (France) શહેરના એક રિસોર્ટ કે જેને ન્યૂડિસ્ટ સિટી (nudist City) તરીકે ઓળખવામાં આવે છે. તે હવે COVID-19 હોટસ્પોટમાં ફેરવાઈ ગયું છે. 

રિસોર્ટ કેપ ડિ'ગ્ડ નેચરિસ્ટ વિલેજ(Cap d'Agde Naturist Village)માં આવનારા લોકો માટે પોતાની જાતને કપડાંમાં છૂપાવવી જરાય જરૂરી નથી. નથી. ક્લોથિંગ ઓપ્શનલ દિશાનિર્દેશોનું પાલન કરનારા આ રિસોર્ટની લોકપ્રિયતાનો અંદાજો  એ વાતથી લગાવી શકાય કે ખાસ અવસરે એક જ દિવસમાં 40,000થી વધુ લોકો ત્યાં પહોંચે છે. જો કે કોરોનાએ તેના રંગમાં ભંગ ચોક્કસ પાડ્યો છે. 

ન્યૂડિસ્ટ બિચનો આ રિસોર્ટ 150 લોકો કોરોના પોઝિટિવ આવ્યાં બાદ COVID-19 હોટસ્પોટ બની ગયું છે. રિસોર્ટ ફ્રાન્સના Occitanie region ના ભૂમધ્યસાગર તટ પાસે આવેલો છે. કોરોના વાયરસના વધતા કેસને જોતા અહીં ત્રણ તબક્કામાં તપાસનો નિર્ણય લેવાયો છે. પહેલા દિવસે લગભગ 490 લોકોના ટેસ્ટ થયા જેમાંથી 95 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે ઘરે પાછા ફરી ચૂકેલા લોકોમાંથી 50 લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. 

આ પરીક્ષણ પરિણામો ઉપરાંત સ્થાનિક અધિકારીઓ દ્વારા 310 વધારાના પરીક્ષણોનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. હકીકતમાં પ્રશાસનને એવી ફરિયાદ મળી હતી કે દુનિયાના સૌથી મોટા આ ન્યૂડિસ્ટ રિસોર્ટમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા નથી અને માસ્ક વગર જ સનબાથ લે છે. ત્યારબાદ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યાં તો ન્યૂડિસ્ટ સિટીના નામથી પ્રસિદ્ધ રિસોર્ટમાં અનેક લોકો  કોરોના પોઝિટિવ મળી આવ્યાં. 

પોલીસે રિસોર્ટમાં નિયમોના ભંગને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યાં છે. પોલીસના જણાવ્યાં મુજબ રિસોર્ટમાં મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર જ સનબાથ લેતા હતાં. હવે બધાએ નિયમોના પાલનનું આશ્વાસન આપ્યું છે. પોલીસે કહ્યું કે કેટલાક નિશ્ચિત સ્થળો પર લોકોને વગર કપડે ફરવાની મંજૂરી છે પરંતુ તેમણે પોતાનું મોઢું તો માસ્કથી ઢાંકવું જ પડશે. 

આ બાજુ સ્થાનિક સ્વાસ્થ્ય ઓથોરિટીના અધિકારી પિયરે રિકોર્ડો  (Pierre Ricordeau)એ કહ્યું કે તમામ નિયમોનું પાલન કરવું જરૂરી છે. સંક્રમણ વ્યક્તિ જોઈને હુમલો કરતું નથી. જો કોવિડ-19થી બચવું હોય તો માસ્ક પહેરવું જ પડશે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જેવા નિયમોને અનુસરવું જ પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news